SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ પાડવા ગયો. તે અંગારાના અગ્નિના તાપથી અને મધ્યાહ્નના સૂર્યના તડકાથી બેવડો તરસ્યો થવાથી લાવેલ મસક થેલીનું સર્વ પાણી પી ગયો, તો પણ તેની તરસ તૃપ્ત ન થઈ, ત્યાર પછી ઊંઘી ગયો એટલે સ્વપ્નમાં ઘરે જઈને ઘડા ગળી અને ઘરના પાણીના ભરેલા તમામ ભાજનોનું સર્વ પાણી પી ગયો. તેલથી જેમ અગ્નિ તૃપ્ત ન થાય, તેમ તેટલાં પાણી પીવાં છતાં તેની તૃષ્ણા ઓછી ન થઈ, ત્યારે વાવડી કૂવા તળાવનું પાણી પી પીને ખાલી કર્યા. તો પણ અતૃપ્ત રહ્યો. નદીએ ગયો, સમુદ્રોના જળનું પાન કર્યું. છતાં નરકની તરસ વેદનાની માફક તેની તરસ ઓછી ન થઈ. પછી દરેક જળાશયોનાં જલપાન કરી ખાલી કરી તે મારવાડના કુવાનું પાણી પીવા માટે ગયો. દોરડાથી એક ઘાસનો પૂળો બાંધી પાણી માટે કૂવામાં ઉતાર્યો. “પરેશાન થએલો શું ન કરે ? મારવાડના કુવાનું પાણી ઉંડું અને દૂર હોવાથી ખેંચાતા પૂળામાંથી ઘણું પાણી તો ગળી ગયું. તો પણ ઝાકળના બિન્દુ જેવા પૂળાના તણખલા પર ચોટેલા બિન્દુઓને નીચોવી નીચોવી તે પીવા લાગ્યો. જે તૃષા સમુદ્ર-જળથી ન છેદાઈ, તે પૂળાના પાણીથી કેવી રીતે દૂર થાય ? તેની માફક સ્વર્ગના સુખોથી તમને જે તૃપ્તિ ન થઈ, તો પછી આ રાજ્યલક્ષ્મીથી તમારી તૃષ્ણા કેવી રીતે છેદાશે ? હે વત્સો ? અત્યંત આનંદ રસ ઝરાવનાર અને નિર્વાણ-પ્રાપ્તિના કારણ-સ્વરૂપ સંયમ-સામ્રાજ્ય જ તમારા સરખા વિવેકીને યોગ્ય ગણાય. પ્રભુનો આ વૈરાગ્યમય ઉપદેશ સાંભળી તે જ સમયે વૈરાગી અઠ્ઠાણું ભાઈઓએ ભગવંતની પાસે તરત દીક્ષા લીધી. ત્યાર પછી અહો ! તેમનું ધૈર્ય, અહો ! સત્ત્વ, અહો ! વૈરાગ્ય-બુદ્ધિ એ પ્રમાણે તેનું સ્વરૂપ ચિંતવતા દૂતોએ રાજાને હકીકત નિવેદન કરી. તે સાંભળી તેઓનાં રાજ્યો ભરતે પોતે ગ્રહણ કર્યા. લાભ થાય તેમ લોભની વૃદ્ધિ થાય.” અને હંમેશા રાજધર્મો આવા જ પ્રકારના હોય છે.” બાહુબલી સાથે યુદ્ધ અને તેને કેવલજ્ઞાન હવે સેનાપતિએ ભરત મહારાજાને વિનંતી કરી કે, “હે પ્રભુ ! હજુ પણ આપની આયુધશાળામાં ચક્ર પ્રવેશ કરતું નથી. હે પ્રભુ ! દિગ્વિજય કરતાં કરતાં કોઈક રાજાએ હજુ આપની આજ્ઞા સ્વીકારી નથી.” - ભરતે કહ્યું કે, હા ! જાણ્યું લોકોત્તર પરાક્રમવાળા મારા બંધુ મહાબલવાળાં બાહુબલી જિતવાનાં બાકી છે. એક બાજુ એક ગરુડ અને બીજી બાજુ સર્પના કુળો. એકબાજુ એકલો સિંહ જે કાર્ય કરી શકે તે મૃગટોળું ન કરી શકે. એક બાજુ સર્વ દેવો, દાનવો અને મનુષ્યો હોય અને બીજી બાજુ એકલો બાહુબલી હોય, તો તેને જિતનાર પ્રતિમલ્લ કોઈ નથી. એક બાજુ આયુધશાલામાં ચક્ર પ્રવેશ કરતું નથી અને બીજી બાજુ બાહુબલી બીજાની આજ્ઞા સ્વીકારવા તૈયાર નથી. ખરેખર હું તો સંકટમાં આવી પડેલો. છું શું આ બાહુબલી કોઈની પણ આજ્ઞા માનવા તૈયાર છે ? કોઈ દિવસ સિંહ કોઈના પલાણને વહન કરી શકે ખરો ? એ વિચારતા તેને સેનાપતિએ કહ્યું. તે સ્વામિ ! તમારા પરાક્રમ આગળ ત્રણે લોક પણ તૃણ સમાન છે. ત્યાર પછી ઓરમાન નાનાભાઈ બાહુબલીની રાજધાની તક્ષશિલા નગરીમાં રાજાએ દૂત મોકલી સંદેશો કહેવરાવ્યો. પર્વત-શિખર ઉપર જેમ સિંહ તેમ ઉંચા સિંહાસન પર બેઠેલા બાહુબલીને પ્રણામ કરી દૂતે યુક્તિયુક્ત વચન કહ્યું. “ખરેખર તમો એક પ્રશંસવા લાયક છો, જેના મોટાભાઈ, જગતને જીતનારા ભરતના છ ખંડના સ્વામી અને લોકોત્તર પરાક્રમવાળા છે. તમારા ભાઈના ચક્રવર્તીપણાના અભિષેકમાં માંગલિક ભેટો લઈને અને આજ્ઞાકિંત બની કયા રાજાઓ નથી આવ્યા? અર્થાત્ દરેક આવ્યા છે, સૂર્યોદય જેમ કમલ વનના પ્રત્યે તેમ ભરતનો ઉદય તમારી જ શોભા માટે છે. પરંતુ તમે તેના અભિષેકમાં કેમ નથી આવ્યા? તેથી કરીને હે કુમાર ! તમારું ન આવવાનું કારણ જાણવા માટે નીતિ જાણકાર રાજાએ મને આવવાની આજ્ઞા કરી છે, તેથી હું આપની પાસે આવ્યો છું. તમે કદાચ સરળતાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy