________________
પ્રથમ પ્રકાશ, ગ્લો.૧૦
સ્થાનથી તે ગુફાના દ્વાર તરફ જેમ ભંડારના દ્વાર તરફ સાવધાનીથી જાય તેમ ઉતાવળથી ગુફા દ્વાર ખોલાવવા માટે ગયો. નેતાની જેમ તે બારણાના યુગલને જોતાં જ નમસ્કાર કર્યો. નહિતર અંદર પ્રવેશ કેવી રીતે થઈ શકે ? ત્યાર પછી ગુફદ્વારમાં આઠ આઠ મંગલોના આલેખનપૂર્વક પોતાના ગૌરવને ઉચિત તેણે અઠ્ઠાઈ-મહોત્સવ કર્યો. ઈન્દ્ર જેમ વજને તેમ સેનાપતિએ સર્વ શત્રુના નાશ કરનાર વજ જેવા દંડરત્નને ગ્રહણ કર્યું. વક્રગ્રહની માફક કેટલાંક પગલા પાછા હઠીને દંડરત્નથી બારણાને ત્રણ વખત જલ્દી તાડન કર્યુંવજથી જેમ પર્વતની પાંખો તેમ દંડરત્નથી અફળાયેલાં તે બંને બારણાંઓ તડ કરતા છુટા પડી ગયા. તે ખુલી ગયેલા ગુફદ્વારથી તરત જ પ્રસન્ન મુખવાળા સુષેણ સેનાપતિએ ભરત રાજા પાસે જઈ નમસ્કાર કરી વિનંતી કરી. ઘણા તપથી પતિના મુકિ
જાય તેમ આપના પ્રભાવથી આજે ગુફાના દ્વાર અર્ગલા વગરના બની ખુલી ગયા. ઐરાવત પર જેમ ઈન્દ્ર તેમ તરત જ ભરતરાજા ગંધહસ્તી ઉપર આરૂઢ થઈ ગુફદ્વાર તરફ ગયા. રાજાએ ગુફાનો અંધકાર દૂર કરવા માટે પૂર્વાચલ પર સૂર્ય જેવું મણિરત્ન હાથીના જમણા કુંભસ્થળ પર સ્થાપન કર્યું. ત્યાર પછી જેની પાછળ સૈન્ય ચાલી રહેલ છે, એવા ક્રમે અનુસરતા ભરત મહારાજે મેઘની વચમાં સૂર્યની જેમ ગુફાની અંદર પ્રવેશ કર્યો. અને તેણે એક એક યોજનના અંતરે આંતરે બંને બાજુ અંધકાર દૂર કરનાર ગૌમૂત્રિકાના આકારવાળા માંડલાઓ કાકિણીરત્નથી આલેખ્યા. કાકિણીરત્નથી કરેલા સૂર્યમંડળ સરખા ઉદ્યોત કરનાર પ્રકાશવાળા ઓગણપચાસ માંડલાનાં તેજનું સુખ તેની સેનાએ અનુભવ્યું. પછી રાજાએ ગુફામાં ઉન્મગ્ના અને નિમગ્ના નામની બે નદીઓ જોઈ; જે એક નદીમાં પત્થર પણ તરે અને બીજીમાં તુંબડું પણ ડુબી જાય. મહા મુશ્કેલીથી તરી શકાય તેવી બંને નદીઓ હોવા છતાં તે નદીમાં વર્કિ રત્ન વડે નહેરની માફક પગે ચાલી શકાય તેવી નિર્દોષ કેડી બનાવી. કેડી વડે તે બંને નદીનો પાર પામી મહોમેઘમંડળમાંથી જેમ સૂર્ય નીકળે તેમ ગુફામુખથી રાજા બહાર નીકળ્યો. પછી ભરતે ભરતક્ષેત્રના ઉત્તરખંડમાં પ્રવેશ કર્યો અને ઈન્દ્ર જેમ દાનવો સાથે તેમ તેણે મ્લેચ્છો સાથે યુદ્ધ કર્યું. ભરત રાજાએ શ્લેચ્છોને હરાવ્યા ત્યારે ફરી જીત મેળવવાની અભિલાષાવાળા સ્વેચ્છાએ મેઘકુમાર વગેરે પોતાના કુલ દેવતાની ઉપાસના શરૂ કરી ત્યાર પછી મુશલ પ્રમાણ ધારાવાળો કલ્પાંતકાળના જેવો સંવર્તક વરસાદ ચારે બાજુ વરસવા લાગ્યો. ભરત રાજાએ નીચે જમીન પર ચર્મરત્ન બાર યોજન સુધી લંબાવ્યું. અને તેની ઉપર છત્રરત્ન અને વચ્ચે સેનાને રાખી. રાજાએ મહાઅંધકારને નાશ કરવા માટે પૂર્વાચલ પર જેમ સૂર્ય હોય તેમ છત્રદંડ ઉપર મણિરત્ન સ્થાપન કર્યુ. ચર્મરત્ન અને છત્રરત્ન બે રત્નનો સંપુટ તે તરતું ઈંડુ હોય, તેવું શોભતું હતું. તેથી ત્યારથી માંડી લોકમાં “બ્રહ્માંડમાં એવી કલ્પના શરૂ થઈ. વળી ગૃહપતિને સવારે રોપેલા ડાંગર સાંજે ઉગીને તૈયાર થઈ જતા, એટલે ભોજન માટે દરેક રહેઠાણે પહોંચાડી દેવાતા વરસી વરસીને કંટાળેલા મેઘકુમારોએ પ્લેચ્છોને કહ્યું કે, “આ ચક્રવર્તી છે, અમારા સરખાથી તેને જીતી ન શકાય. તેમની વાણીથી નિરાશ બનેલા પ્લેચ્છો ભરતને શરણે ગયા. “અગ્નિથી દાઝેલા હોય, તેમને અગ્નિ એ જ મહાઔષધ છે.” ત્યાર પછી સિધુ નદીના ઉત્તર તરફના અજેય નિષ્ફટને યોગી જેમ સંસારને જીતી લે તેમ સ્વામીના હુકમથી સેનાનીને જીતી લીધો. ઐરાવતની માફક લીલાપૂર્વક કેટલાક પ્રયાસો કરતો રાજાના હિમવાન પર્વતની દક્ષિણ તળેટીએ પહોંચ્યો. ત્યાં ભરતરાજાએ હિમવતકુમાર દેવને ઉદેશીને અઠ્ઠમ તપ કર્યો. કારણકે તપ એ કાર્યસિદ્ધિનું પ્રથમ મંગલ છે. અઠ્ઠમ તપના અંતે હિમવાન પર્વત પર જઈને રાજાઓના શિરોમણિ ભરતે આંડબર પૂર્વક રથના મસ્તક વડે ત્રણ વખત તાડન કર્યું.
પછી ભરત રાજાએ નાના હિમવાન પર્તવના શિખર ઉપર બાણ ફેંક્યું. યોજન દૂર પોતાના નામવાળું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org