SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ પડાવ નખાવ્યો. તેજથી દેખી ન શકાય તેવા, જાણે બીજા સૂર્ય હોય, તેવા, મહાબાહુવાળા ભરત રાજા માટે અશ્વોથી યુક્ત મહારથમાં આરૂઢ થયા ત્યાર પછી ઉછળતા તરંગ સરખા ઊંચા ઘોડા જોડેલા રથમાં બેસી રથની નાભિ સુધીના પાણીમાં સમુદ્રનું લંઘન કર્યું. ત્યાં વરદામ નામના દેવ તરફ બાણ તૈયાર કરીને ધનુર્વેદના આકાર સરખો દોરીનો ટંકાર કર્યો અને કાન સુધી ખેચેલા ધનુષ પર સુવર્ણના કુંડળ સરખા કમળના નાળ જેવા સોનાના બાણને ધનુષ પર ચડાવ્યું ત્યાર પછી ઈન્દ્ર સરખા બળવાળા ભરત રાજાએ વરદામ નામના તીર્થના સ્વામી પ્રત્યે પોતાના નામથી અંકિત બાણ છોડ્યું. વરદામના સ્વામીએ બાણ જોઈ અને ગ્રહણ કરી પ્રતિ ઉપાય જાણકાર તે ભેટયું લઈ ભારત પાસે ગયો અને ભરતાધિપને કહ્યું કે, “આપ અહીં મારે ત્યાં પધાર્યા, તેથી હું ધન્ય બન્યો છું. આપ સરખા નાથ વડે હું સનાથ બન્યો છે. ત્યાર પછી તેને પોતાને આધીન બનાવી કાર્યની કદર કરનાર ભરતેશ્વર સૈન્યથી પૃથ્વીને કંપાવતો, પશ્ચિમ દિશા તરફ ચાલ્યો. પશ્ચિમ સમુદ્ર પહોંચી પ્રભાસતીર્થના સ્વામી તરફ જળહળતું વિજળીદંડ સરખું બાણ ભરતે ફેંક્યુ. જો સુખે જીવવાની ઈચ્છા કરતો હોય, તો દંડ આપ અને આજ્ઞાનો અમલ કરએવા અક્ષરો પ્રભાસપતિએ તે બાણ ઉપર વાંચ્યા. ભરત રાજાને પ્રસન્ન કરવા માટે આશ્ચર્યકારી ઘણા ભેંટણાં તૈયાર કરી તે બાણ લઈને સામે ગયો. લાંબા કાલથી ઉપાર્જન કરેલ પોતાના યશના ઢગલા સરખા સમગ્ર બરફ સરખા ઉજ્જવળ મનોહર મોતીના) હાર, તથા કૌસ્તુભમણિ જેની આગળ પત્થર જેવો દેખાય તેવા પ્રકારનાં મણિરત્નો નર-શિરોમણી ભરત મહારાજાને અર્પણ કર્યા. વળી પોતાના મૂર્તતેજ સરખા કડા, કંદોરા, મુગટ, કૌસ્તુભરત્ન, સુવર્ણ-સિક્કાઓ પણ અર્પણ કર્યા. એ પ્રમાણે નિષ્કટપણે અને ભક્તિભાવથી તેણે ભરત રાજાને પ્રસન્ન કર્યા. તે પછી ભરત ત્યાંથી ઉત્તર દ્વાર ડેલી સરખી સિધુનદી તરફ ગયા ત્યાં સિન્ધદેવીના મંદિર પાસે રાજાએ સૈન્યની છાવણી નાખીને સિન્ધદેવીને ઉદેશીને અઠ્ઠમ તપ કર્યો. પોતાનું આસન કંપાયમાન થવાથી તેણે જાણ્યું કે “ચક્રવર્તી આવેલા છે તેથી સિન્ધદેવી દિવ્ય ભેટણાઓ લઈને આવી અને ભરત મહારાજાની અર્ચના કરી, તેની સેવા સ્વીકારી તેને રજા આપીને ભરતે પારણું કર્યું અને તેનો આઠ દિવસનો મહોત્સવ કર્યો. તે પછી ચક્રને અનુસરતો ઉત્તર-પૂર્વની વચ્ચેની ઈશાન વિદિશામાં જતાં ભરત ક્ષેત્રના બે વિભાગને જોડનાર વૈતાઢય પર્વત પાસે પહોંચ્યો ત્યાં તેના દક્ષિણ વિભાગની તળેટીમાં સૈન્ય છાવણી નાંખીને વૈતાઢ્યકુમાર દેવને ઉદ્દેશીને ભરતરાજાએ અઠ્ઠમતપ કર્યો, તે પણ અવધિજ્ઞાનથી જાણી તેવા તેવા દિવ્ય ભેટણાં લઈને આવ્યો. અને આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેને રજા આપીને રાજાએ અઠ્ઠમતપનું પારણું કર્યું. અને યથાવિધિ તેના નામે અષ્ટાલિકા મહોત્સવ કર્યો. ક્રાંતિ વડે સૂર્ય સરખા તે રાજા તમિસ્ત્રા નામની ગુફા પાસે ગયા અને નજીકમાં સૈન્યનો પડાવ નાખ્યો. કૃતમાલ નામના દેવને અનુલક્ષીને ત્યાં તેણે અઠ્ઠમ કર્યો એટલે આસન કંપવાથી તે આવ્યો અને રાજાની સેવા સ્વીકારી, તેને પણ રજા આપીને અઠ્ઠમ તપનું પારણું કર્યું અને ત્યાર પછી તેનો અષ્ટાઢિાકા મહોત્સવ કર્યો. ભરતની આજ્ઞાથી સુષેણ નામના સેનાપતિએ ચર્મરત્નની સહાયથી સિધુ નદી ઓળંગીને દક્ષિણ સિન્ધના નિષ્કટને તરત જીતી લીધો. વૈતાઢય પર્વતના વજના દ્વારથી બંધ કરેલી તમિસ્રા નામની ગુફાને ઉઘાડવા માટે સુષેણને ઋષભપુત્ર ભરતે આજ્ઞા કરી. શેષાની માફક પ્રભુની આજ્ઞાને મસ્તકે ધારણ કરતો સુષેણ સેનાપતિ પણ તમિસ્રા ગુફાની નજીકના પ્રદેશમાં ગયો. તેના અધિષ્ઠાયક કૃતમાલ નામના દેવનું સ્મરણ કરતો વિશુદ્ધ બુદ્ધિવાળો તે પૌષધશાળામાં અઠ્ઠમ કરીને રહ્યો. અઠ્ઠમ તપના અંતે સ્નાન કરી બાહ્ય અને અત્યંતર શૌચ ધારણ કરનાર તેણે પવિત્ર વસ્ત્રો અને વિવિધ આભૂષણ પહેર્યા. ત્યાર પછી હોમકુંડ સરખા જળના અગ્નિવાળા ધૂપધાણામાં સ્વાર્થ સાધવાની આહુતિની જેમ ધૂપની મુષ્ટિઓને ફેંકતો તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy