________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
૩૦
*
બાણ દેખીને હિમવાનકુમારે તરત આવીને ભરતની આજ્ઞાને મુગટની પેઠે પોતાના મસ્તકે ચડાવી ત્યાર પછી ઋષભકુટ પર્વત પાસે જઈને ઐરાવત હાથી જેમ દંતશૂળથી તેમ ૨થ મસ્તકથી ત્રણ વખત તેના દ્વાર ઠોક્યાં. ‘અવસર્પિણીની ત્રીજા આરાના પ્રાન્ત ભાગમાં ભરતમાં હું ચક્રવર્તી છું. એમ તે પર્વતના પૂર્વના મધ્યભાગમાં કાકિણીરત્નથી અક્ષરો લખ્યા. પછી ત્યાંથી પાછા વળી તે રાજાએ પોતાની છાવણીમાં આવીને અઠ્ઠમ તપનું પારણું કર્યું. પછી નાના હિમવતકુમાર દેવને આશ્રયીને ચક્રવર્તીની સંપત્તિને અનુરૂપ અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. ત્યાર પછી ચક્રના માર્ગને અનુસરતો ચક્રવર્તીની સંપત્તિને સિન્ધુ અને ગંગાના અંતરને સાંકડા કરતો પાછો ફર્યો. હવે વૈતાઢય પર્વતના ઉત્તર તરફના તળેટીના સ્થળ પાસે તે પહોંચ્યો. ત્યાં સ્વસ્થ પરિવારવાળા સૈન્યને સ્થાપન કર્યુ. ત્યાર પછી નમિ અને વિનમિ નામના વિદ્યાધરોના બંને સ્વામીઓ તરફ દંડ માંગનારૂં બાણ મોકલવા માટે આજ્ઞા કરી. દંડ માંગવાથી કોપાયમાન થએલા, વૈતાઢયપર્વતથી નીચે ઉતરી વિદ્યાધર સૈન્યથી પરિવરેલા તેઓ બંને યુદ્ધ કરવાની ઈચ્છાથી આવ્યા. મણિરત્નના વિમાનોથી આકાશને ઘણા સૂર્યવાળું ચમકતા હથિયારોથી વિજળીમય, પ્રચંડ દુંદભિના શબ્દથી મેઘ ગર્જારવ કરતું હોય તેવા વિદ્યાધર સૈન્યને આકાશમાં ભરતે જોયું. ‘હે દંડાર્થી ! તારે અમારી પાસેથી દંડ લેવો છે. ? એમ બોલતા તે વિદ્યાભિમાનીઓએ ભરતને યુદ્ધ માટે આહ્વાન કર્યું. સૈન્ય પરિવારવાળા બંને સાથે તેણે વિવિધ પ્રકારનાં યુદ્ધોથી જુદાં જુદાં અને એકી સાથે યુદ્ધ કર્યુ. કારણકે ‘જયશ્રી યુદ્ધ કરીને ઉપાર્જન કરાય છે.’ તે નમિ અને વિનમિ વિદ્યાધરપતિઓ બાર વરસ સુધીના યુદ્ધથી હારી ગયા, એટલે અંજલિપૂર્વક નમસ્કાર કરી ભરત રાજાને કહેવા લાગ્યા, સૂર્ય કરતાં ચડિયાતું બીજું ક્યું તેજ ? વાયુ કરતાં વેગવાન શું ? મોક્ષ કરતા ચિડયાતું સુખ કયું ? અને તમારા કરતા વધારે શૂરવીર કોણ ? હે ભરત મહારાજા ! આજે તમને દેખવાથી સાક્ષાત્ ઋષભદેવ ભગવંતના જ જાણે દર્શન થયા. હે કુલસ્વામિ ! અજ્ઞાનથી અમે તમારી સાથે લડ્યા, તેની ક્ષમા આપો, હવે તમારી આજ્ઞા, મુગટ માફક અમારા મસ્તકનું ભૂષણ છે. કોશ (ધનભંડાર) શરીર, પુત્રો અને બાકીનું સર્વ આપનું જ છે. એ પ્રમાણે ભક્તિગર્ભિત વચનો કહીને અતિ વિનયવાળાં વિનમિએ સ્ત્રીરત્ન અને નમિએ રત્નનો રાશિ ભરતને અર્પણ કર્યો. ત્યાર પછી ભરતની રજા પામેલા વૈરાગ્ય પામેલા બંનેએ પુત્રોનો રાજ્યાભિષેક કરી ઋષભદેવ ભગવંતની પાસે જઈ દીક્ષા અંગીકાર કરી. ત્યાંથી પણ આગળ ચાલતા ચક્રરત્નની પાછળ જતા ભરત રાજાએ ગંગાનદીનો કિનારો પ્રાપ્ત કર્યો. સેનાપતિ સુષેણે તરત ગંગાનો ઉત્તરપ્રદેશ જીતી લીધો. ‘મહાત્માઓને શું અસાધ્ય હોય ?' રાજા એ પણ અમતપ કરીને ગંગાદેવીની સાધના કરી. દેવીએ પણ દેવતાને યોગ્ય એવા ભેટણાથી ભરતની પૂજા કરી. ત્યાર પછી કમળોની સુગંધવાળા ગંગા નદીના કિનારે પૃથ્વીના ઈન્દ્ર-ભરત મહારાજા પોતાના વાસભવન માફક રહ્યા. કામદેવના રૂપ લાવણ્યથી અધિક રૂપવાળા ભરત મહારાજાને દેખી ગંગાદેવી પણ ક્ષોભવાળી દશા પામી. મુક્તામય આભૂષણોથી સર્વાંગ શોભાયમાન, જાણે વદન ચંદ્રની ચારે તરફ ચળકતા તારાનો પિરવાર હોય તેવી, કેળના ગર્ભની પાતળી ત્વચા સરખા કોમળ બારીક વસ્ત્ર ધારણ કરતી, પોતાના પ્રવાહ જળનું જ હોય તેવું રૂપ પરિણમાવતી, રોમાંચિત ગાત્રવાળી, સ્તનની પુષ્ટતાના યોગે જર્જરિત કંચુકવાળી, કટાક્ષો કરતી ગંગાદેવી તરત ભરત પાસે ગઈ. પ્રેમના ગદ્ગદ્ શબ્દોથી રાજાને અતિશય પ્રાર્થના કરી. તે રાજાની સાથે ક્રીડા કરવાની અભિલાષાવાળી પોતાના ભવને લઈ ગઈ. તેની સાથે વિવિધ પ્રકારના ભોગો ભોગવતાં રાજાએ એક દિવસની માફક એક હજાર વર્ષ પસાર કર્યા. તે પછી તે સ્થાનથી હાથી એક વનથી બીજા વનમાં પહોંચે તેમ પરાક્રમી રાજા ખંડપ્રપાત નામની ગુફામાં પહોંચ્યો. કૃતમાલની માફક ત્યાં પણ અશ્રુમતપ કરીને નાટ્ય માલની સાધના કરી અને તેની માફક તેનો પણ આઠ દિવસનો મહોત્સવ કર્યો. સુષેણે ઉઘાડેલા દ્વારોના કપાટવાળી તે ગુફામાં પ્રવેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org