SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ પ્રથમ પ્રકાશ, શ્લો.૧૦ ભરતનો રાજ્યાભિષેક કરીને ત્યાર પછી પ્રભુએ બાહુબલી વગેરે પુત્રોને પણ રાજ્ય વહેંચીને આપ્યું. સંવત્સરી-દાન આપીને પૃથ્વીને તેવા પ્રકારની તૃપ્ત કરી છે, જેથી કરીને “મને આપોએવું દીન વચન ક્યાંય રહ્યું જ નહિ. આસન કંપવાથી સર્વ ઈન્દ્રોએ આવી વૃષ્ટિએ જેમ પર્વતનો તેમ પ્રભુનો અભિષેક કર્યો. પુષ્પમાળા, સુગંધી અંગરાગ અને દેવોએ સ્થાપન કરેલાં સુગંધી પુષ્પ-સમૂહ વડે પ્રભુ પોતાના યશ વડે જાણે ન હોય તેમ શોભવા લાગ્યા. પહેરેલા વિવિધ વસ્ત્રોથી તથા રત્નજડિત આભૂષણોથી પ્રભુ સંધ્યા સમયનાં વાદળાં અને તારાગણથી જેમ આકાશ શોભે તેવા શોભવા લાગ્યા. ઈન્દ્ર આકાશમાં દેવદુદુભિનો નાદ કરાવ્યો, જાણે પોતાના આત્મામાંથી ઉભરાતો આનંદ જગતને આપતા ન હોય? ઊર્ધ્વ લોકગતિનો માર્ગ જગતને બતાવવા હોય તેમ દેવો, દાનવો અને મનુષ્યોથી વહન કરાતી શિબિકામાં પ્રભુએ આરોહણ કર્યું. આ પ્રમાણે દેવો સાથે ઈન્દ્રોએ પ્રભુનો દીક્ષા નિષ્ક્રમણ મહોત્સવ કર્યો. જેને દેખનારાઓએ પોતાની દષ્ટિને, નિર્નિમેષવાળી બનાવીને કૃતાર્થ બનાવી. સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં પહોંચીને પ્રભુએ કષાયોની માફક પુષ્પો અને આભરણોનો સર્વ પ્રકારે ત્યાગ કર્યો. ચાર મૃષ્ટિથી કેશોનો લોચ કર્યા પછી પ્રભુ પાંચમી મુષ્ટિ લોચ માટે તૈયારી કરતા હતા, ત્યારે ઈન્દ્ર મહારાજે વિનંતી કરી કે, સુવર્ણકાંતિવાળા આપના ખભા ઉપર વર્ણવી ન શકાય તેવી કેશની લટ અતિશય શોભે છે. માટે આમ જ રહેવા દો, એટલે સ્વામીએ તેને ધારણ કરી રાખી. પોતાના ઉત્તરાસંગ વસ્ત્રમાં સૌધર્મ ઈન્દ્ર પ્રભુના કેશોને ગ્રહણ કર્યા અને તે કેશોને ક્ષીરસમુદ્રમાં નાંખી પાછા આવીને નાટકાચાર્યની માફક મુઠ્ઠી-ચપટીની સંજ્ઞાથી લોકોનો કોલાહલ બંધ કરાવ્યો. “હું સર્વ સાવદ્યનાં પચ્ચખાણ કરું છું.' એ પ્રમાણે ઉચ્ચરી પ્રભુ મોક્ષમાર્ગે પ્રયાણ કરવા ઉત્તમ ચારિત્ર-૨થ પર આરૂઢ થયા. તે સમયે પ્રભુને સર્વ બાજુએથી સર્વ જંતુઓના મનોદ્રવ્યને જાણનારું એવું ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું. પોતાના સ્વામીને અનુસરનારા ચાર હજાર રાજાઓએ પણ ભક્તિથી તે વ્રત અંગીકાર કર્યું. કારણકે કુલીન પુરુષોનો આ જ ક્રમ છે. ત્યાર પછી સર્વ ઈન્દ્રો પોતાના સ્થાનમાં ગયા અને હાથીઓ સાથે જેમ યૂથપતિ તેમ તે સર્વની સાથે સ્વામી વિચારવા લાગ્યા. ભિક્ષા માટે ભ્રમણ કરતા પ્રભુને ભિક્ષા સ્વરૂપને નહીં જાણનારા લોકો કન્યા, હાથી, ઘોડા વગેરે વસ્તુઓ સામે ધરે છે. ખરેખર કોઈ વખત સરળતા પણ તિરસ્કારપાત્ર બને છે.' ઉચિત ભિક્ષા નહિ પ્રાપ્ત કરતાં પરિષદોને સહન કરતાં, દીન મન વગરના સ્વામીએ મૌનવ્રતનો આશ્રય કર્યો. સાથેના ક્ષધાપીડિત ચાર હજાર સાધઓએ ભગવાનનો સાથ છોડી. દીધો. “ભગવાન જેવા સત્ત્વવાળા બીજા કોણ હોઈ શકે ? વનમાં ફુલ-ફલનો આહાર કરનારા તેઓ તો તાપસો બની ગયા. મોક્ષમાર્ગથી ચૂકેલા અને ભવ અટવીના માર્ગને સેવતા એવા તેઓને ધિક્કાર થાઓ. - હવે પ્રભુની આજ્ઞાથી ક્યાંક બહાર ગયેલા કચ્છ અને મહાકચ્છના પુત્રો નમિ અને વિનમિ પ્રતિમાપણે રહેલા ભગવંતની પાસે આવ્યા. બંનેએ પ્રભુને પ્રણામ કરી વિનંતી કરી કે, અમારા સ્વામી બીજા કોઈ નથી. માટે તે સ્વામી ! અમને રાજ્યો આપો. પ્રભુ તે બંને સેવકોને પણ તે વખતે કંઈ જવાબ આપતા નથી. “મમત્વ વગરના મહાપુરુષો કોઈ પણ લોકોની ચિંતાથી લેપાતા નથી.” ઉઘાડી તલવાર ખેંચી પહેરેગીર બની જેમ સૂર્ય અને ચંદ્ર મેરુપર્વતની, તેમ બંને હંમેશા સ્વામીની સેવા કરે છે. પ્રભુને વંદન કરવાની ઈચ્છાથી આવેલ ધરણેન્દ્ર તે બંનેને પૂછ્યું કે, અહીં આવવામાં તમને શું કારણ છે? ત્યારે તેઓએ કહ્યું કે, આ અમારા સ્વામી છે, અમો તેમના સેવકો છીએ, કોઈક સમયે અમને બહાર મોકલ્યા હતા, તે સમયે પોતાના સર્વ પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું. જો કે તેમણે સર્વસ્વ આપી દીધું છે, તો અમને રાજ્ય કેવી રીતે આપશે ? તેમની પાસે છે કે નથી? એની ચિંતા શી કરવી? સેવકોએ તો હંમેશા સેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy