________________
૨૨.
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ વડે ભરી દીધી. હીરા, નીલમ, વૈડૂર્યરત્નના બનાવેલ મહેલના વિવિધ રંગના કિરણો વડે આકાશમાં વગર ભિત્તિવાળું ચિત્ર બની ગયું. તેના કિલ્લા ઉપર તેજસ્વી માણેકના બનાવેલા કાંગરાની શ્રેણી લાંબાકાળ માટે ખેચર દેવોની દેવાંગના માટે પ્રયત્ન વગરના આરિલાપણાને પામી. તે નગરના ગૃહોનાં આંગણાની ભૂમિમાં મોતીના સાથીના આલેખ્યા હતા, તેનાથી બાલિકાઓ સ્વેચ્છાથી કાંકરા રમવાની ક્રીડા કરતી હતી તે નગરીના ઉદ્યાનમાં રહેલા ઊંચા વૃક્ષોની ટોચથી અલના પામતાં ખેચર દેવીઓનાં વિમાનો હંમેશા ક્ષણવાર પક્ષીઓનાં માળાપણાને પામતાં હતાં.
તે નગરીના બજારમાં અને મહેલમાં મોટા અને ઊંચા રન-ઢગલાઓને દેખીને રોહણાચલ પર્વત એ તો ઉકરડાનો ઢગલો છે, એમ અનુમાન કરવું પડે છે, ત્યાં જલક્રીડામાં એકાગ્ર બનેલી સ્ત્રીઓનાં તૂટેલા હારનાં મોતીઓ વડે ઘરની વાવડીઓ તામ્રપર્ણીની શોભાને ધારણ કરતી હતી. ત્યાં મોટા ધનાઢ્યો છે. તેમાંથી કોઈ એકાદની પાસે વેપાર કરવા માટે વણિકપુત્ર કુબેર ગયો હશે – એમ હું માનું છું. ત્યાં રાત્રે ચંદ્રકાન્ત મણિની ભીંતવાળા મહેલમાંથી ઝરતા જળથી માર્ગની ધૂળ સર્વત્ર શાન્ત કરાય છે. અમૃત તુલ્ય જળવાળી લાખો, વાવડી, કૂવા, સરોવરો, નવીન અમૃતના કુંડવાળા નાગલોકને પણ પરાભવ પમાડતા હતા. તે નગરીને અલંકૃત કરતા તે ઋષભ રાજા પોતાના પુત્રોની માફક પ્રજાનું પાલન કરતા હતા. ત્યાર પછી લોકોના ઉપકારની ઇચ્છાથી ઋષભ રાજાએ એક એકના વીશ પ્રકારવાળી પાંચ શિલ્પી કન્યાઓ ઉત્પન્ન કરી. રાજ્ય સ્થિતિ માટે ગાયો, ઘોડાઓ, હાથીઓ વગેરે એકઠા કર્યા અને સામ વગેરે ઉપાયવાળી રાજ્યનીતિ પણ બતાવી. ભરત પુત્રને બોતેર કળાઓનો સમુદાય શીખવ્યો અને ભારતે પણ પોતાના ભાઈઓને અને પુત્રોને તથા બીજાઓને પણ ભણાવ્યા. ઋષભ રાજાએ બાહુબલિને અનેક ભેદવાળા હાથી, ઘોડા, સ્ત્રી અને પુરુષોનાં લક્ષણો શીખવ્યાં. બ્રાહ્મી પુત્રીને જમણા હાથથી લિપી અને ડાબા હાથથી સુંદરી પુત્રીને ગણિત બતાવ્યું. વર્ણવ્યવસ્થાની રચના કરતા ન્યાયમાર્ગ પ્રવર્તાવતા નાભિપુત્રે વ્યાશી લાખ, પૂર્વો પસાર કર્યા.
કામદેવે કરેલ આવાસ સરખા વૈશાખ મહિનામાં કોઈક સમયે પરિવારના આગ્રહથી પ્રભુ ઉદ્યાનમાં ગયા. ખીલેલા આંબાના મોર વડે આનંદ પામેલા ભમરાઓ ગુંજારવ કરવાના બાનાથી જાણે પ્રભુનું સ્વાગત કરતા હોય તેવી વસંતલક્ષ્મી પ્રગટ થએલી હતી. પંચમ સ્વરથી ટહુકા કરનાર કોયલોએ જાણે નાટકની પ્રથમ પ્રસ્તાવના શરૂ કરી હોય તેમ મલયનાં સુગંધી વાયરાએ લતાને નૃત્ય કરતી દેખાડી. દરેક શાખાઓ ઉપર કુહલથી પુષ્પો એકઠાં કરતી સ્ત્રીઓ વડે વૃક્ષો જાણે સ્ત્રી-ફળવાળાં હોય તેવા બની ગયા. પુષ્પના વાસગૃહમાં બેઠેલાં, પુષ્પના આભરણોથી ભૂષિત, પુષ્પના દડાયુક્ત હસ્તવાળા પ્રભુ જાણે વસંતનો સાક્ષાત્કાર હોય તેવા શોભવા લાગ્યા. ત્યાં ભરત વગેરે આનંદપૂર્વક રમી રહ્યા હતા, ત્યારે સ્વામીએ વિચાર્યું કે દોગંદક દેવોને આવા પ્રકારની ક્રીડા હશે ખરી ? તે સમયે પ્રભુને અવધિજ્ઞાન-યોગે અનુત્તર દેવલોકનાં સુખો પૂર્વે પોતે ભોગવ્યા હતા - એ વગેરે આગળ આગળનાં દેવલોકોનાં સુખો જાણ્યાં. પછી પણ જેમનું મોહ-બંધન ગળી ગયું છે એવા પ્રભુએ કરી પણ ચિંતવ્યું કે વિષયાધીન એવા આ આત્માને ધિક્કાર થાઓ કે જે આત્મહિત સમજતો નથી. અહો ! આ સંસારરૂપી કૂવાને વિષે જીવો કર્મ વડે અરઘટ્ટઘટી ન્યાયથી ઊંચા-નીચા સ્થાનમાં ચડવા-ઉતરવાની ક્રિયા કરે છે. એ વિગેરે વિચારી મનથી પ્રભુ ભવ પરામુખ બન્યા. તેટલામાં સારસ્વત વગેરે લોકાંતિક દેવો આવ્યા અને મસ્તક પર અંજલિ જોડી જાણે બીજો મુગટ પહેર્યો હોય તેવા થઈ, પ્રણામ કરી તેઓએ વિનંતી કરી કે, “હે સ્વામિ ! તીર્થ પ્રવર્તાવો તે દેવો ગયા પછી નંદન નામના ઉદ્યાનથી પાછા વળી નગરીમાં પહોંચી રાજાઓને બોલાવ્યા. મોટા પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org