________________
પ્રથમ પ્રકાશ, શ્લો.૧૦
૨૧
મૂછ પામ્યા પુરુષરહિત તે કન્યાને આગળ કરીને હવે શું કરવું ? તે વાતમાં મૂંઝાયેલા તે યુગલીયાઓ નાભિ કુલકર પાસે લઈ ગયા. “આ કન્યા ઋષભનાથની ધર્મપત્ની થાવ, એમ કહી નેત્રકમળને વિકસ્વર કરનાર ચંદ્રિકા સરખી તેને ગ્રહણ કરી કોઈક સમયે પ્રભુના પૂર્વે બાંધેલા શુભકર્મના ઉદયરૂપ ભોગકર્મ જાણી અનેક દેવ પરિવાર સાથે ઈન્દ્રમહારાજ પ્રભુનો વિવાહ કરવા માટે આવ્યા, ત્યાર પછી દેવતાઓએ સુવર્ણમય સ્તંભ ઉપર શોભાયમાન રત્ન-પૂતળીઓવાળો, પ્રવેશ અને નિર્ગમનનાં અનેક ધારવાળો મંડપ તૈયાર કર્યો. તે મંડપ શ્વેત દિવ્ય વસ્ત્રના ચંદ્રવાના બાનાથી જાણે મંડપની શોભા જોવાની ઈચ્છાથી આકાશમાં રહેલી ગંગાથી આશ્રિત કરાયો હોય તેવો હતો. ચારે દિશામાં વૃક્ષપલ્લવની શ્રેણિવાળા તોરણો જાણે કામદેવે તૈયાર કરેલા ધનુષ્યો ન હોય તેવા બાંધ્યા હતા. આકાશમાં ઉંચી સુધી પહોંચેલી રતિના નિધાન જેવી ચાર રત્નકલશોની શ્રેણી દેવીઓએ ચારે બાજુ સ્થાપના કરી. મંડપના દ્વારમાં મેઘો વસ્ત્રોનો વરસાદ કરતા હતા અને દેવીઓએ મધ્યભાગની ભૂમિને ચંદનરસ વડે કાદવવાળી કરી. વાજિંત્રો વાગી રહેલા છે. મંગલગીતો ગવાય છે. દિશાવપુઓ તેના પડઘા દ્વારા વાગવાનો અને ગાવાનો શબ્દ કરતી હતી ઈન્દ્ર મહારાજે પ્રભુનો સુમંગલા અને સુનંદા કન્યા સાથે પાણિગ્રહણનો મહોત્સવ કર્યો. ત્યાર પછી દેવોએ કરેલા મંગલવાળી સુમંગલાદેવીએ ભારત અને બ્રાહ્મીને જોડલા રૂપે જન્મ આપ્યો. ત્રણે લોકને આનંદ ઉત્પન્ન કરનાર સુનંદા દેવીએ મહાબળવાળા બાહુબલી અને અતિસુંદર રૂપવાળી સુંદરીને યુગલરૂપે જન્મ આપ્યો. ફરી સુમંગલાદેવીએ બળવાન ઓગણપચાસ પુત્રોને પુરુષયુગલ રૂપે જન્મ આપ્યો જેઓ સાક્ષાત્ દેવોના રૂપને અનુસરનારા હતા.
એક દિવસ બાહુ ઊંચા કરતા સર્વ યુગલિકોએ એકઠા થઈ નાભિકુલકરને વિનંતી કરી અન્યાય થયો એમ પોકારીને કહ્યું. હવે અકાર્ય કરનારા લોકો હકાર, મકાર અને ધિક્કાર નામની સુંદર નીતિઓને ગણકારતા નથી. ત્યારે નાભિ કુલકરે યુગલીયાઓને કહ્યું કે, આ અકાર્યથી તમારું રક્ષણ કરનાર આ ઋષભ છે, માટે તેની આજ્ઞા પ્રમાણે વર્તો, તે વખતે કુલકરની આજ્ઞાથી પ્રગટ રાજ્ય સ્થિતિ કરવા માટે ત્રણ જ્ઞાનવાળા પ્રભુએ યુગલોને આવી શિખામણ આપી. મર્યાદાનો ભંગ કરનાર ગુનેગારને રોકનાર રાજા હોય અને તેને ઊંચા આસને બેસાડી જળથી અભિષેક કરવો જોઈએ. પ્રભુના આ વચન સાંભળી તે સર્વ યુગલીયાઓ તેમની શિખામણ પ્રમાણે પત્રના પડીયા બનાવી જળ લેવાની અભિલાષાથી જળાશય ગયા તે સમયે આસન કંપવાથી અવધિજ્ઞાનના ઉપયોગથી ભગવંતના રાજ્યાભિષેકનો સમય જાણીને ઈન્દ્રમહારાજ અહીં આવી પહોંચ્યા. ઈન્દ્ર મહારાજે પ્રભુને રત્નસિંહાસન ઉપર બેસાડી રાજ્યાભિષેક કરી મુગટ વગેરે આભૂષણોથી શોભાયમાન કર્યા. આ બાજુ અંજલિમાં ધારણ કરેલા કમળપત્રના પડીયામાં પોતાના મન સરખું નિર્મળ જળ યુગલિકો પણ લાવ્યા.
સૂર્યથી જેમ ઉદયાચલપર્વત તેમ સિંહાસન પર મુગટ વડે શોભાયમાન, શરદના મેધો વડે જેમ આકાશ તેમ અત્યંત નિર્મળ વસ્ત્રો વડે શોભતા, હંસો વડે જેમ શરદકાળ તેમ મનોહર ઉજ્જવળ ચામરોથી વિંજાતા અને અભિષેક કરાએલા પ્રભુને યુગલિયાઓએ આશ્ચર્ય-પૂર્વક જોયા. આવા અલંકૃત ભગવાનના મસ્તક પર જળ નાખવું યોગ્ય નથી એમ માનીને વિનયવાળા યુગલિયાઓએ પ્રભુના ચરણ કમળમાં જળ રેડ્યું. આ સમયે ઈન્દ્રમહારાજ નવયોજન પહોળી બાર યોજન લાંબી “વિનીતા’ નામની નગરી બનાવવાની કુબેરદેવને આજ્ઞા આપી પોતે સ્વસ્થાને ગયા. ત્યારે કુબેરે પણ માણિક્યના મુગટની ઉપમાવાળી રત્નમય ભુમિવાળી શત્રુ જિતી ન શકે તેવી “અયોધ્યા' એવા બીજા નામવાળી નગરી બનાવી. નગરીનું નિર્માણ કરી સરળ સ્વભાવી કુબેર યક્ષરાજનો ક્ષય ન થાય તેવા રત્નો, વસ્ત્રો અને ધન ધાન્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org