SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ જ કરવાની હોય ? “આ સ્વામી તો મમતા વગરના અને પરિગ્રહ રહિત છે, માટે તમો ભરત પાસે રાજ્યની માંગણી કરી. આ સાધુ તમને શું આપી શકવાના છે ?' આમ તેમને કહ્યું ત્યારે તેઓએ ધરણેન્દ્રને કહ્યું. કે “વિશ્વના સ્વામી એવા પ્રભુને મેળવીને હવે અમે બીજાને સ્વામી કરવાના નથી, કલ્પવૃક્ષને પ્રાપ્ત કરીને કેરડાની સેવા કરવા કોણ જાય? પરમેશ્વરને છોડીને અમે બીજા કોઈ પાસે માગવા જવાના નથી, ચાતક વરસાદને છોડીને બીજા જળની યાચના કરતો નથી, ભરતાદિકનું કલ્યાણ થાઓ, તમારે પણ શા માટે અમારી ચિંતા કરવી જોઈએ? આ સ્વામિથી અમારું જે થવાનું હોય તે થાય, અમારે બીજાનું શું પ્રયોજન છે ?' તેમના પ્રત્યુત્તરો સાંભળી ખુશી થએલા ધરણેન્ટે કહ્યું કે, હું આ જ સ્વામીનો સેવક પાતાલપતિ ધરણેન્દ્ર છું. એ પ્રમાણે પોતાની ઓળખ આપી. આ જ સ્વામી સેવા કરવા યોગ્ય છે - એ તમારી પ્રતિજ્ઞા બહુ સુંદર છે. સ્વામિસેવાના ફળરૂપ વિદ્યાધરોનું ઐશ્વર્ય હું તમને આપું છું. તમે સ્વામીની સેવાથી જ આ મેળવ્યું છે. - એમ જાણજો, બીજો વિચાર ન કરતા - એમ સમજાવીને પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાઓ તેમને આપી. ત્યાર પછી તેની રજા પ્રાપ્ત કરેલ તેઓ પચાસ યોજન વિસ્તારવાળા પચીશ યોજન ઊંચા વૈતાઢ્યપર્વત પર આવ્યા. ત્યાં નમિએ દશ યોજન વિસ્તારવાળી દક્ષિણશ્રેણિના મધ્યભાગમાં રહેલી પચાસ નગરીઓ વિદ્યાબલથી બનાવી. વળી ઉત્તરશ્રેણિમાં વિદ્યાધરપતિ વિનમિએ દશ યોજના વિસ્તારવાળી સાઠ નગરી વસાવી. તે નમિ અને વિનમિ લાંબા કાળ સુધી વિદ્યાધર રાજાઓમાં ચક્રવર્તીપણું ભોગવવા લાગ્યા. તેવા પ્રકારની સ્વામિ-સેવાથી શું દુષ્કર હોઈ શકે ? એક વરસ સુધી મૌન ધારણ કરનાર અને આહાર વગર વિચરતા વિચરતા ભગવાન ઋષભદેવ પણ પારણાની ઈચ્છાથી ગજપુર-હસ્તિનાપુર પધાર્યા તે સમયે સોમયશાના પુત્ર શ્રેયાંસકુમારે સ્વપ્ન દેખ્યું કે, શ્યામ થયેલા મેને મેં અમૃતના ઘડાઓથી પખાળીને ઉજ્જવળ બનાવ્યો. સુબુદ્ધિ નામના શેઠે પણ સ્વપ્ર દેખ્યું કે, “સૂર્યથી ખરી પડેલા હજાર કિરણોને શ્રેયાંસે ત્યાં સ્થાપ્યાં, તેથી તે તેજસ્વી થયો.” સોમયશા રાજાએ પણ સ્વપ્ન દેખ્યું કે “એક રાજા બીજા ઘણા શત્રુઓથી ઘેરાયો હતો. શ્રેયાંસની સહાયથી તેણે જય મેળવ્યો.” ત્રણે એ પોતપોતાના સ્વમો રાજ્યસભામાં એકબીજાને નિવેદન કર્યા પણ તેના ફળાદેશ નહીં જાણનારા તેઓ પોતપોતાના સ્થાને પાછા ગયા. તે સમયે તે સ્વપ્રના નિર્ણય પ્રગટ કરવા માટે જ હોય તેમ ભગવાન પણ ભિક્ષા માટે શ્રેયાંસને ત્યાં ગયા. ચંદ્રને દેખીને જેમ સમુદ્ર ઉછળે, તેમ ભગવંતને આવતા દેખીને શ્રેયાંસે કલ્યાણના ભાજનભૂત હર્ષનો આશ્રય કર્યો. શ્રેયાંસકુમારને સ્વામીના દર્શન-યોગે ઊહાપોહ કરતાં પૂર્વે ખોવાયેલ નિધાનની જેમ જાતિસ્મરણ પ્રગટ થયું. આગલા જન્મમાં આ વજનાભ નામના ચક્રવર્તી હતા, ત્યારે હું તેમનો સારથિ હતો. એમની પાછળ મેં પણ તે વખતે દીક્ષા લીધી હતી, એ વગેરે યાદ આવ્યું. ત્યાર પછી બુદ્ધિશાળી શ્રેયાંસકુમારે નિર્દોષ ભિક્ષા આપવાની વિધિ જાણી એટલે હર્ષ પામેલા તેણે પ્રભુને કલ્પે તેવો પ્રાસુક શેરડીરસ વહોરાવ્યો. ઘણો રસ હતો છતાં પણ ભગવંતના હસ્ત-પાત્રમાં તે સમાઈ ગયો. તે સમયે શ્રેયાંસના હૃદયમાં હર્ષ ન સમાયો. તે રસ અંજલિમાં થીજી ગયો હોય અને થંભી ગયેલ હોય તેમ આકાશમાં ઊંચી શિખાવાલો થયો. કારણકે પ્રભુનો પ્રભાવ અચિન્ય શકિતવાળો હોય છે. ત્યાર પછી તે રસથી ભગવંતે પારણું કર્યું અને દેવો, અસુરો અને મનુષ્યોનાં નેત્રોએ તેમના દર્શનામૃતથી પારણું કર્યું. આકાશમાં દેવોએ મેઘની જેમ દુંદુભિનાદ અને જળવૃષ્ટિની જેમ રત્નો અને પુષ્પોની વૃષ્ટિ કરી, પછી પ્રભુ બાહુબલી રાજાની તક્ષશીલા નામની નગરીમાં પધાર્યા અને ત્યાં તેઓએ બહારના ઉદ્યાનમાં એક રાત્રિ સંબંધી પ્રતિમાનો સ્વીકાર કર્યો, “હું સવારે સ્વામીનાં દર્શન કરી લોકોને કરાવી પવિત્ર થઈશ' એમ વિચારતા બાહુબલિની રાત્રિ એકમાસના સરખી પસાર થઈ, સવારે તે ત્યાં જાય છે, એટલામાં તો પ્રભુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy