SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૩. બનાવ્યા. મહાવૃક્ષને જેમ કૌચલતા વીંટળાઈ વળે તેમ તેઓ એવી રીતે ફણા-પ્રહાર કરવા લાગ્યા, જેથી ફણાઓ પણ ત્યાં ફૂટવા લાગી, તેવી રીતે ડંખ મારે છે, જેથી તેના દાંત પણ ભાંગી ગયા. તેઓ નિર્વિષ બની દોરડા માફક નીચે ઢળી પડ્યા, ત્યાર પછી વજ સરખા કઠણ દાંતવાળા ઉંદરોને તરત જ વિદુર્ગા. તેઓ સ્વામીના અંગને કઠોર નખો, દાંતો અને મુખોથી કોરી કોરીને ખાવા લાગ્યા અને ઘા પર જેમ ક્ષાર પડે તેમ કોરેલા ઘા ઉપર મૂતરતા હતા. તેમાં પણ જ્યારે તે સર્વથા નિષ્ફળ થયો અને ભગવંતને ધ્યાનથી ચલાયમાન ન કરી શક્યો, ત્યારે ભૂતનો આવેશ થયો હોય તેમ ક્રોધથી પ્રચંડ દંતશૂળ રૂપી મુશળવાળું હાથીનું રૂપ વિકવ્યું. પગલાઓ પાડવા વડે જાણે પૃથ્વીને નમાવતો હોય તથા નક્ષત્રમંડળને અને આકાશને તોડતો હોય તેમ, તે ઊંચી સૂંઢ કરીને પ્રભુ સન્મુખ દોડ્યો. તે હાથીએ પ્રચંડ સૂંઢના અગ્રભાગથી પ્રભુને પકડીને આકાશતલમાં અતિ ઊંચા ઉછાળ્યા. પીંખાઈને આના ટુકડે ટુકડા થઈ જાય એવા ખરાબ આશયથી દંતશૂળ ઊંચા કરીને તે આકાશમાંથી પડતા પ્રભુને ઝીલી લે છે. દાંતની અણીમાં પડેલા ભગવાનને હાથી વારંવાર વજ સરખી કઠિન છાતીમાં વિધે છે. જેથી તેમાંથી તણખા ઉડતા હતા. તે રાંકડો હાથી કંઈ પણ કરવા સમર્થ ન થયો એટલે દૈવ વૈરિણી સરખી હાથણી બનાવી તેણે આખી સૂંઢ અને દાંતથી ભગવાનનું શરીર ભેદી નાંખ્યું અને ઇચ્છા પ્રમાણે વિષ સરખા શરીરના જળ વડે સિંચવા લાગી. તે હાથણીનો કરેલો પ્રયોગ ધૂળ ભેગો થયો, એટલે તે સુરાધમે મગરની દાઢ સરખા ઉત્કટ દાંતવાળા, અનેક જ્વાળામુક્ત અગ્નિકુંડ સરખા બીહામણા પહોળા ફાડેલ મુખ-કોટરવાળા, યમરાજાના મહેલના તોરણસ્તંભ સરખી લાંબી ભુજાવાળા, ઊંચા તાડ વૃક્ષની ઉપમાવાળા જંઘા-સાથળવાળા, અત્યંત અટ્ટહાસ, સ્કાર મોટા શબ્દથી ક્લિકિલારવ કરતા, ચામડાના વસ્ત્ર પહેરેલ, કટાર ધારણ કરનાર એવા પિશાચના રૂપની વિમુર્ણા કરીને તેણે ભગવંતને ઘણા ઉપદ્રવો કર્યા. ક્ષીણ થએલા તેલવાળો દીપક જેમ ઓલવાઇ જાય. તેમ તે પિશાચનો ઉપદ્રવ નિષ્ફળ ગયો અને ક્રોધ ભરાએલા તે નિર્દય દેવે એકદમ વાઘનું રૂપ તૈયાર કર્યું. હવે તે વાઘ પુછડું અફળાવવાથી પૃથ્વીને ફાડતો હોય, બુકાર શબ્દના પડદાથી પૃથ્વી અને આકાશને રોવડાવતો હોય, કાંટાની શૂળો સરખા નખો અને વજ સરખી દાઢા વડે તે વાઘ ભગવંત ઉપર એકસરખા ઉપદ્રવ કરવા લાગ્યો. તેમાં દાવાનળમાં બળી ગએલા વૃક્ષ જેવા તેને નિષ્ફળતા મળવાથી સિદ્ધાર્થરાજા અને ત્રિશલાદેવીનાં રૂપો બનાવ્યા. તે કહેવા લાગ્યા- “હે પુત્ર ! આવું અતિદુષ્કર આપે શું કરવા માંડ્યું ! આ દીક્ષા છોડી દે. અમારી પ્રાર્થનાની અવગણના ન કર. વૃદ્ધાવસ્થામાં નંદિવર્ધને અમારો ત્યાગ કર્યો છે અને અમે શરણ વગરના બન્યા છીએ, અમારૂં તું રક્ષણ કરએમ અત્યંત દીન સ્વરથી વિલાપ કરવા લાગ્યા. તેમના આવા વિલાપોથી પણ પ્રભુનું મન સ્નેહમાં ન લેપાયું ત્યારે દુરાચારી તે દેવે ત્યાં સૈન્યનો પડાવ વિકર્યો. ત્યાં રસોયાને ચૂલો કરવા પત્થરો ન મળ્યા, એટલે પ્રભુના બે પગનો ચૂલો બનાવી તેના પર હાંડલી ગોઠવી. તરત પર્વતની તળેટીમાં જેમ દાવાનલ તેમ પ્રભુના ચરણમાં અગ્નિ સળગાવ્યો, તે અધિક સળગવા લાગ્યો. તપેલા સુવર્ણની માફક પ્રભુની કાંતિ ઓછી ન થઈ. એટલે અધમ દેવે ભયંકર શબ્દ કરતું ભીલોનું રહેઠાણ વિકુવ્યું. ભીલોએ પ્રભુના કંઠ, કાન, ભુજા અને અંધાઓ વિષે શુદ્ર પક્ષીઓનાં પાંજરા લટકાવ્યા. પક્ષીઓએ ચાંચ અને નખો વડે પ્રભુના શરીરમાં કાણાં પાડ્યા, જેથી પ્રભુનું શરીર સેકંડો. છિદ્રવાળું જાણે પાંજરું હોય તેવું દેખાવા લાગ્યું. તેમાં પણ પાકેલા પાંદડા માફક દેવે કંઈ સાર ન કાઢ્યો એટલે મહા ઉત્પાત કરનાર ખરવાતની (પ્રચંડ પવન) વિદુર્ણા કરી. મહાવૃક્ષોને આકાશમાં તૃણ માફક ઊંચે નીચે ફેરવતો અને દરેક દિશામાં પત્થર અને કાંકરા ધૂળ માફક ફેંકતો, પૃથ્વી અને આકાશમાર્ગને ધમણ માફક પૂરતો તે પવન ભગવંતને પણ ઉંચકી ઉંચકી નીચે અફાળતો હતો. તે ખરવાતથી પણ ન ફાવ્યો એટલે દેવના કુલમાં કલંક સમાન એવા તે દેવે વંટોળિયો પવન બનાવ્યો. મોટા મોટા પર્વતોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy