SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૧૦ ભમાવવા સમર્થ તે વંટોળિયા પવને પ્રભુને પણ ચક્ર પર રહેલા માટીના પિંડ માફક ભમાવ્યા. તેવા વંટોળિયા પવનથી સમુદ્રના આવર્તની જેમ ભમવા છતાં એકતાનવાળા પ્રભુનું ધ્યાન લગાર પણ ઓછું ન થયું. ‘વજ્ર-સરખા મનવાળો આ પૂરૂષ અનેક પ્રકારે કદર્થના કરવા છતાં ક્ષોભ પામતો નથી. એનું ધ્યાન ભગ્ન કર્યા સિવાય ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળો એવો હું સભામાં કેવી રીતે જાઉં ? માટે એના પ્રાણનો નાશ કરીશ, તો જ ધ્યાન નાશ પામશે, નહીંતર નહિ,' એમ વિચારી અધમ દેવે કાલ ચક્ર બનાવ્યો ત્યાર પછી એક હજાર ભારવાળા વજન પ્રમાણ લોઢાના ઘડેલા ચક્રને રાવણે જેમ કૈલાશ પર્વતને ઉંચકયો, તેમ આ દેવે ઉપાડયું. પૃથ્વીને સંપુટ કરવા માટે બીજું પુટ જાણે તૈયાર કર્યું ન હોય તેવું કાલચક્ર ઊંચે ઉપાડીને પ્રભુના ઉપર ફેંક્યું. ઉછળતી જ્વાલાશ્રેણિ વડે સર્વ દિશાઓને ભયંકર કરતું સમુદ્રમાં જેમ વડવાનલ તેમ તે પ્રભુના ઉપર પડયું. મોટા પર્વતોનો ચૂરો કરવા સમર્થ આ ચક્રના પ્રભાવથી ભગવંત ઘુંટણ સુધી પૃથ્વીતલમાં ખૂંપી ગયા. આવી સ્થિતિમાં પણ ભગવંત વિચાર કરવા લાગ્યા કે, વિશ્વના સમગ્ર જીવોને તારવાની અભિલાષાવાળો હોવા છતાં હું આ બિચારા માટે સંસારનો કારણભૂત બનું છું. ? સંગમદેવે વિચાર્યુ કે, છેલ્લામાં છેલ્લો ઉપાય કાલચક્ર તેનાથી હણવા છતાં પણ આ મૃત્યુ ન પામ્યો. માટે હવે શસ્ત્ર કે અસ્ત્રના સિવાય બીજો કયો ઉપાય કરવો ? અનુકુળ ઉપસર્ગ કરવાથી કદાચ કોઈ પ્રકારે ક્ષોભ પામે એવી બુદ્ધિથી વિમાનમાં બેઠેલો તે આગળ આવી કહેવા લાગ્યો - ‘હે મહર્ષિ ! તમારા સત્ત્વથી અને પ્રાણોની દરકાર કર્યા વગર આરંભેલા અને નિરવાહ કરેલા તપના પ્રભાવથી હું તમારા પર તુષ્ટ થયો છું. હવે શરીરને કલેશ કરાવનાર એવા આ તપથી સર્યું, તમો કહો અને માગણી કરો કે હું તમને શું આપું ? આ વિષયમાં શંકા ન કરશો. જ્યાં ઈચ્છા થતાં જ મનોરથ પૂર્ણ થાય છે, એવું સ્વર્ગ તમને આ દેહ દ્વારા જ પ્રાપ્ત કરાવું? અથવા તો અનાદિભવનાં કરેલા કર્મોથી મુક્ત બનવા સ્વરૂપ એકાન્ત પરમાનંદવાળા મોક્ષમાં તમને લઈ જાઉં ? અથવા સમગ્ર રાજાઓ તમારી આજ્ઞા મસ્તકે ધારણ કરે એવું અખૂટ સંપત્તિવાળું સામ્રાજ્ય તમને આપું ?' આ પ્રમાણે પ્રલોભનનાં વાક્યોથી પ્રભુનું મન ક્ષોભ ન પામ્યું. તેમજ પ્રત્યુત્તર પ્રાપ્ત ન થવાથી પાપી દેવે ફરી આ પ્રમાણે વિચાર્યું કે, ‘આને મારી સમગ્ર શક્તિને નિષ્ફળ બનાવી છે, તો હવે માત્ર એક કામશાસનનો સફળ ઉપાય છે, તે અજમાવું કારણ કે કામના અન્ન સરખી કટાક્ષ કરનારી કામીનીઓની દિષ્ટ પડતાં મહાપુરૂષો પણ પુરુષવ્રતનું ખંડન કરનારા બને છે,' એમ ચિત્તથી નિશ્ચય કરીને દેવાંગનાઓ અને તેના વિલાસની સહાયક છ ઋતુઓ પણ સાથે વિક્ર્વી. મત્તકોકિલાના મધુર શબ્દોથી કરેલી પ્રસ્તાવનાવાળી કામદેવ-નાટકની મુખ્ય નટી સરખી, વસંતલક્ષ્મી શોભવા લાગી. વિકસિત કંદબપુષ્પોના પરાગથી મુખની સુગંધ બહલાવતી દિશા-વધૂઓની કળા શીખેલી દાસી સરખી ગ્રીષ્મઋતુની શોભા ફ્લાવા લાગી. કામદેવના રાજ્યાભિષેકમાં મંગલતિલકરૂપ, કેવડા પુષ્પના બાનાથી રોમાંચિત થએલ ‘સર્વાંગવાળી વર્ષાઋતુ શોભતી હતી. નવીન નીલકમળના બાનાથી હજા૨ નયનોવાળી બની પોતાની ઉત્કૃષ્ટ સંપત્તિને જાણે જોતી હોય તેવી શરદ-લક્ષ્મી શોભવા લાગી. શ્વેત અક્ષર સરખી તાજા મોગરાની કળીઓ વડે જાણે કામદેવની જય-પ્રશસ્તિ લખતી હોય તેવી હેમંતલક્ષ્મી વિકુર્તી, મોગરાનાં અનેક સિન્કુવારનાં પુષ્પોથી ગણિકા માફક આજીવિકા કરતી હેંમત સરખી સુગંધીવાળી શિશિરઋતુની શોભા બનાવી. આ પ્રમાણે ચારે બાજુ સર્વ ઋતુઓ પ્રગટ થઈ, ત્યારે કામદેવની ધ્વજા સરખી દેવાંગનાઓ ઉત્પન્ન થઈ. ત્યારપછી ભગવંત પાસે ખુલ્લા અંગોપાંગવાળી તેણીઓએ કામદેવને જિતવાનું મંત્રાણ સરખું સંગીત શરૂ કર્યું. કેટલીક દેવાંગનાઓ લયની ગોઠવણીપૂર્વક ગાંધાર ગ્રામ વડે મનોહર શુદ્ધ વીણાની જાતિઓ વગાડવાપૂર્વક, ગાયન ગાવા લાગી, સુલટા-ઉલટા' ક્રમવાળા તાન વ્યક્ત વ્યંજન-ધાતુ સહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy