________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
સ્થાપન કરી કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા વીર ભગવંતને દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, નાગકુમાર, મનુષ્ય કે ત્રણે લોક એકઠા મળે તો પણ તેમને ધ્યાનથી ચલાયમાન કરવા સમર્થ બની શકે નહિ. આવા પ્રકારનું ઈન્દ્રનું વચન સાંભળી શકેન્દ્રનો સામાનિક દેવ લલાટપટ્ટમાં ભૂકટીની રચના કરવાથી ભયંકર, કંપતા હોઠવાળો, કોપથી લાલ આંખવાળો અભવ્ય ગાઢમિથ્યાત્વી સંગમ નામનો દેવ બોલ્યો. “હે દેવ ! શ્રમણ માત્ર એક મનુષ્યને આટલું વર્ણન કરી ઊંચી ટોચે ચડાવો છો, તે સત્યાસત્યના વિવાદમાં સ્વચ્છંદતાયુક્ત આપનું પ્રભુપણું જ કારણ છે. આને દેવો પણ ધ્યાનથી ચલાયમાન કરી શકે તેમ નથી. એવું સ્વામીનું ઉભટ વચન હૃદયમાં ધારણ પણ કેવી રીતે કરી શકાય ? કદાચ ધાર્યું હોય તો બોલાય કેમ ? આકાશ સુધી પહોંચે તેવા ઊંચા શિખરવાળા, પાતાલ સુધીના મૂળવાળા મેરુપર્વતને જે દેવો બે હાથથી ઢેફાં માફક ફેકી શકે, કુલપર્વતો સહિત પૃથ્વીને ડૂબાડવાની શક્તિવાળા, મહાસમુદ્રને કોગળા સરખો નાનો બનાવવાની તાકાતવાળા, અનેક પર્વતયુક્ત પૃથ્વીને પ્રચંડ બનેલા એક ભુજદંડથી જેઓ ઊંચકી શકે છે, એવા અસાધારણ ઋધ્ધિવાળા પરાક્રમી અને ઈચ્છા માત્રથી જ જેમની કાર્યસિદ્ધિ થાય છે, તો દેવો આગળ આ મનુષ્યમાત્ર ક્યા હિસાબમાં ? હમણાં જ હું તેને ધ્યાનથી ચલાયમાન કરીશ'- એમ કહી હાથ વડે ભૂમિ ઠોકી તે સભામંડપમાંથી ઉભો થયો. ‘અરિહંતો પારકી સહાયથી અખંડિત તપ કરે છે'- એમ રખે ન સમજે, તે કારણથી ઈન્દ્ર મહારાજાએ તે દુર્બુદ્ધિ દેવતાની ઉપેક્ષા કરી. ત્યાર પછી તેના ચાલવાના વેગથી પવનના સપાટાથી વાદળાંઓ પડવા લાગ્યા. રૌદ્ર આકૃતિ કરેલી હોવાથી ભયંકર દેખાતા તેના ભયથી અપ્સરાઓ આથી ખસી ગઈ. વિશાળ વક્ષસ્થળ અથડાવા યોગે જેણે ગ્રહમંડળને એકઠા કર્યા. એવો તે પાપી ત્યાં આવ્યો. જ્યાં પરમેશ્વર પ્રતિમા ધારણ કરી કાઉસ્સગ્ન કરી રહેલા હતા. નિષ્કારણ જગબંધુ વીર ભગવંતને તેવા પ્રકારના નિરુપદ્રવપણે રહેલા દેખી તેને વધારે ઈર્ષ્યા થઈ. દુષ્ટ એવા તે નીચ દેવે જગતપ્રભુના ઉપર અણધારી અશુભ ધૂળવૃષ્ટિ વરસાવી. રાહુ જેમ ચંદ્રને, મેઘાંધકાર જેમ સૂર્યને, તેમ ધૂળવૃષ્ટિએ પ્રભુના આખા શરીરને ઢાંકી દીધું.. ચારે બાજુ ધૂળવૃષ્ટિ થવાથી દરેક ઈન્દ્રિયોનાં દ્વારા પુરાઈ ગયાં. અને સ્વામી નિઃશ્વાસ-ઉચ્છવાસરહિત થયા. આટલું થવા છતાં જગદ્ગુરુ ધ્યાનથી તલમાત્ર પણ ચલાયમાન ન થયા. મોટા હાથીઓથી કુલ પર્વત શું ચલાયમાન થાય ખરા કે ? ત્યાર પછી ધૂળ દૂર કરીને સર્વાગે પીડા કરનારી વજ સરખા મુખવાળી કીડીઓ ઉત્પન્ન કરી. વસ્ત્ર સીવવા માટે જેમ સોય તેમ તીક્ષ્ણ મુખાઝવાળી કીડીઓ સ્વેચ્છાથી અંગના એક ભાગ તરફથી પ્રવેશ કરી, અને બીજી તરફથી બહાર નીકળી, નિભંગીની વાંછાઓ જેમ નિષ્ફળ જાય, તેમ કીડીના ઉપદ્રવમાં નિષ્ફળતા મળવાથી તેણે ડાંસોની વિમુર્ણા કરી. ‘દુરાત્માઓના દુષ્કૃત્યોનો અંત હોતો નથી. તેમના એક ડંખથી ગાયના દૂધ સરખું લોહી વહેવા લાગ્યું. જેથી ભગવાન ઝરણા વહેતા પર્વત સરખા દેખાવા લાગ્યા. તેવા ઉપસર્ગથી પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા. એટલે તે દુમતિ સંગમ દેવે અતિપ્રચંડ ડંખ દેનારી અને દુઃખે કરી જેનું નિવારણ થાય તેવી (લાલ રંગવાળી) ઘીમેલો વિદુર્થી. પ્રભુના શરીર પર તેનાં મુખો એવા ઊંડા ઉતરી ગયા કે ત્યાર પછી તે ઘીમેલોનો દેખાવ એવા પ્રકારનો દેખાવા લાગ્યો કે જાણે પ્રભુના શરીર પર રોમાંચ એક સાથે ખડાં થયા છે. તેવા ઉપસર્ગમાં પણ પ્રભુ પોતાના એકાગ્રતાવાળા યોગમાં અચલ ચિત્તવાળા રહ્યા, ત્યારે ધ્યાન-ભંગ કરવાના નિશ્વયવાળા તે દેવે મોટા વીંછી વિકુવ્ય. પ્રલયકાળના અગ્નિના તણખા સરખી કાન્તિવાળા, તપાવેલા બાણ સરખા ભયંકર પુંછના વાંકા કાંટાઓથી પ્રભુનું શરીર ભેદવા લાગ્યા. તેનાથી પણ નાથ ક્ષોભ ન પામ્યા, ત્યારે કૂટ સંકલ્પ કરનાર તેણે દાંતવાળા નોળિયા વિદુર્ગા. ખિખિ એવા શબ્દ કરતાં તેમણે દાઢો વડે ભગવાનના શરીરમાંથી માંસના ટુકડા તોડી તોડીને નીચે નાંખ્યા. તેમાં પણ તેની ઈચ્છા પાર ન પામવાથી કોપ પામેલા તેણે યમરાજના બાહુ સરખા ભયંકર અતિઉત્કટ ફટાટોપવાળા સર્પો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org