SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૩ અને સ્થિર રહેલ જોઈ વિશ્વાસી એવા તેઓ નજીક આવી તેના શરી૨ ૫૨ લાકડી વડે સ્પર્શ કરવા લાગ્યા. ગોવાળોએ આ વાત ગામ લોકો પાસે કરી એટલે લોકો ભગવંતની અને તે મહાસર્પની પૂજા કરવા લાગ્યા. તે માર્ગેથી વેચવા જતી ગોવાલણો નાગને ઘી અને માખણ ચોપડી સ્પર્શ કરે છે, તે ઘીની ગંધથી આકરા ડંખ દેતી કીડીઓએ તે સર્પના કલેવરને કોરીને ચાલણી સરખુ કર્યું. ‘મારા કર્મની આગળ આ વેદના કેટલી ? એ પ્રમાણે આત્માને પ્રતિબોધ કરતો તે મહાનુભાવ સર્પ અતિ દુઃસહ વેદનાને સહન કરતો હતો. આ વિચારી નિર્બલ કીડીઓ દબાઇ ચગદાઈ ન જાય એમ વિચારી તે મહાસર્પ પોતાના અંગને બિલકુલ ચલાયમાન કરતો ન હતો. ભગવંતની કૃપારૂપ અમૃતદૃષ્ટિથી સિંચાએલ આ સર્પ પંદર દિવસે મૃત્યુ પામી સહસ્ત્રાર નામના વૈમાનિક દેવલોકમાં ગયો. પોતાને વિવિધ ઉપસર્ગ કરનાર દૃષ્ટિવિષ ણિધર અને ભક્તિ કરનાર ઇન્દ્રને વિષે ચરમ તીર્થપતિ ત્રણ જગતના અદ્વિતીય બંધુ મહાવીર પરમાત્માની તુલ્ય મનસ્કતા કહી. || ૨ || ત્રીજા પ્રકારે ફરી યોગગર્ભિત સ્તુતિ કરે છે. ३ कृताऽपराधेऽपि जने, कृपामन्थरतारयोः । ईषद्बाष्पार्द्रयो भद्रं श्रीवीरजिनेत्रयोः 11 ३ 11 અર્થ : અપરાધ કરનાર સંગમ આદિલોક ઉપર પણ કરૂણાથી નમેલી કીકીવાળા અને આંસુથી કંઈક ભીના થયેલા શ્રીવીરજિનેશ્વરના બે નેત્રોને કલ્યાણ-નમસ્કાર થાઓ. ।। ૩ ।। ૭ ટીકાર્થ : અપરાધ કરનાર સંગમ વગેરેને વિષે જેની કીકીઓ કરૂણાથી નમેલી છે તથા જેની આંખો લગાર અશ્રુજળથી ભીંજાએલી બની છે; એવી તે વીજિનની આંખોનું કલ્યાણ થાઓ અર્થાત્ સામર્થ્યથી નમસ્કાર કર્યો. તે વૃત્તાન્ત આ પ્રમાણે સંગમ દેવના ઉપસર્ગસમયે પ્રભુની ભાવકરૂણા એક ગામથી બીજા ગામે અને એક નગરથી બીજા નગરે વિહાર કરતા પ્રભુ કોઈક સમયે અનેક મ્લેચ્છ કુલોવાળી દઢભૂમિમાં પધાર્યા. પેઢાલ ગામની નજીક પેઢાલ ઉદ્યાનમાં તેમણે અક્રમતપ કરીને પોલાસ નામના ચૈત્યમાં પ્રવેશ કર્યો. નિર્જીવ શિલાતલ ઉપર ઉભા રહીને ઢીંચણ સુધી હાથ લાંબા કરી કંઈક નમેલા શરીરવાળા તેઓ અંતઃકરણ સ્થિર કરી આંખ મીંચ્યા વગર એક રાત્રિ સંબંધી મહાપ્રતિમા ધારણ કરીને રહેલા હતા. તે વખતે સુધર્મા સભામાં ચોર્યાસી હજાર સામાનિક દેવોથી પરિવરેલા, તેત્રીશ ત્રાયસિઁશ, ત્રણ, પર્ષદા, ચાર લોકપાલ, અસંખ્યાતા પ્રકીર્ણ દેવો, ચારે દિશામાં મજબૂત રીતે બાંધેલા બન્નર અને હથિયારવાળા ચૌર્યાશી હજાર અંગરક્ષક દેવો, સેનાથી પરિવરેલા સાત સેનાપતિઓ, આભિયોગિક, કિલ્બિષિક વગેરે દેવ-દેવીઓ તથા ત્રણ પ્રકારનાં વાંજિત્રો વગેરેથી પરિવરેલા, વિનોદથી વખત પસાર કરતાં, દક્ષિણ લોકાર્ધનું રક્ષણ કરનાર શક્ર નામના ઈન્દ્ર મહારાજા સિંહાસન ઉપર બેઠા. અધિજ્ઞાનથી ભગવંતને તેવા પ્રકારના રહેલા જાણી ઉભા થઈ પાદુકાનો ત્યાગ કરી ઉત્તરાસંગ કરી, ડાબો પગ ભૂમિ પર સ્થાપન કરી, જમણો પગ લગાર ઊંચો કરી, ભૂતલ ૫૨ મસ્તક નમાવી, તેણે શક્રસ્તવથી ભગવાનની સ્તુતિ કરી. પછી ઉભા થઈ સર્વાંગે રોમાંચકંચુક ધારણ કરનાર ઈન્દ્રમહારાજાએ આખી સભાને સંબોધી ક્યું. અરે ! સૌધર્મ દેવલોકવાસી સર્વ ઉત્તમ દેવો ! તમો મહાવીર ભગવંતનો અદ્ભૂત મહિમા સાંભળો પાંચ સમિતિ ધારણ કરનાર, ત્રણ ગુપ્તિથી પવિત્ર થએલા; ક્રોધ, માન, માયા, લોભને વશ કરનાર, આશ્રવ-રહિત, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી મમતા-વગરના વૃક્ષ કે એક પુદ્ગલમાં દિષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy