________________
૫૧૬
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
ટીકાર્થ:- એ પ્રમાણે મુખ્ય ગણધર ભગવંતે પ્રગટ કરેલા પ્રવચનરૂપ સમુદ્રમાંથી ઉદ્ભરેલાં તત્ત્વરૂપ આ રત્નો અનેક ભવોમાં ઉત્પન્ન થએલા ફ્લેશોના નાશ કરવા માટે બુદ્ધિશાળી પુરૂષોનાં હૃદયરૂપ દર્પણમાં ઉલ્લાસ પામો. // ૮૧ ||
એ પ્રમાણે પરમાઈત શ્રી કુમારપાળ ભૂપાલે સાંભળવા ઈચ્છેલ, આચાર્ય શ્રી હેમચંદ્ર રચેલ, અધ્યાત્મોપનિષદ્' નામના પટ્ટ બંધવાળા, સ્વોપજ્ઞ વિવરણવાળા યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશનો આ. શ્રી આનંદસાગરસૂરિજીના શિષ્ય આ. શ્રી હેમસાગરસૂરિજીએ કરેલ ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો. If ૮૧