________________
આઠમો પ્રકાશ
હવે પદસ્થ ધ્યેયનું લક્ષણ કહે છે -- ७७२ यत्पदानि पवित्राणि, समालम्ब्य विधीयते ।
तत्पदस्थं समाख्यातं, ध्यानं सिद्धान्तपारगैः ॥ १ ॥ ટીકાર્થ - પવિત્ર મંત્રાક્ષરાદિ-પદોનું અવલંબન લઈને જે ધ્યાન કરાય, તેને સિદ્ધાંતકારો પદસ્થ ધ્યાન કહે છે. || ૧ |
ત્રણ શ્લોકોથી વિશેષ જણાવે છે -- ७७३ तत्र षोडशपत्राढ्ये, नाभिकन्दगतेऽम्बुजे ।
स्वरमालां यथापत्रं, भ्रमन्ती परिचिन्तयेत् ॥ २ ॥ ৩৩৪ चतुर्विंशतिपत्रं च, हदि पद्मं सकर्णिकम् ।
वर्णान् यथाक्रमं तत्र, चिन्तयेत् पञ्चविंशतिम् ॥ ३ ॥ ૭૭૬ वक्त्राब्जेऽष्टदले वर्णाष्टकमन्यत् ततः स्मरेत् ।
संस्मरन् मातृकामेवं, स्यात् श्रुतज्ञानपारगः ॥ ४ ॥ ટીકાર્થ :- તે ધ્યાનમાં નાભિ-કંદ રહેલા સોળ પાંખડીવાળા એક કમળમાં દરેક પાંખડી પર અનુક્રમે ભ્રમણ કરતી “મ, , , , ૩, ૪, 8 , , , , ,ગં, મઃ' આ સોળ સ્વરની માળા ચિતવવી. હૃદયને વિષે કર્ણિકા સહિત ચોવીશ પાંખડીવાળા કમળમાં ક્રમસર સ્થાપેલા ઘા પર છા ગ ઢપત થરથના વમમ એ પચીસ વ્યંજનોને ચિંતવવા પ્રથમના ચોવીશને પાંખડીઓમાં અને એ કારને કર્ણિકામાં ચિંતવવો તથા આઠ પાંખડીવાળા મુખકમળમાં ય ર ન વ શ ષ સ દ એ બાકી રહેલા આઠ વર્ણોને આઠ પાંખડીઓમાં સ્મરણ કરવા. આ પ્રમાણે માતૃકાક્ષરોને ચિંતવતો-ધ્યાન કરતો યોગી શ્રુતજ્ઞાનનો પારગામી થાય છે. // ૨-૩-૪ || તેનું ફલ કહે છે -- ७७६ ध्यायतोऽनादिसंसिद्धान्, वर्णानेतान् यथाविधि ।
नष्टादिविषये ज्ञानं, ध्यातुरुत्पद्यते क्षणात् ॥ ५ ॥ ટીકાર્ય - અનાદિ સિદ્ધ એવા એ વર્ણોનું વિધિપૂર્વક ધ્યાન કરનારને ગુમાવેલું, નાશ પામેલું, ખોવાએલું, ભૂત, વર્તમાન અને ભાવિ-કાળનું જ્ઞાન ક્ષણવારમાં ઉત્પન્ન થાય છે. કહેવું છે કે, “જાપ કરવાથી ક્ષયરોગ, ખોરાકની અરુચિ, અગ્નિની મંદતા, કુષ્ઠરોગ, ઉદરરોગ, ખાંસી, દમ વગેરે પર જય મેળવે છે અને અદ્ભુત વાણી બોલનાર થાય છે. તેમજ મોટાઓ તરફથી પૂજા અને પરલોકમાં ઉત્તમ ગતિ અને ઉત્તમ નેતા પદ પ્રાપ્ત