________________
૫૦૨
७६५
1
नभस्तलं सुधाम्भोभिः, प्लावयेत् तत्पुरं ततः तद्रजः कायसम्भूतं, क्षालयेदिति वारुणी
।। ૨ ।।
ટીકાર્થ :- અમૃત સ૨ખી વૃષ્ટિ વરસાવનાર મેઘ-પંક્તિઓથી વ્યાપ્ત આકાશ ચિંતવવું, પછી અર્ધ ચંદ્રાકાર કલા અને બિન્દુયુક્ત વરુણ-બીજ વૈં યાદ કરવું. તે વરુણ બીજથી ઉત્પન્ન થયેલ અમૃત સરખા જળથી આકાશને પૂર્ણ કરી પૂર્વે શરીરથી ઉત્પન્ન થએલ રજ જે આકાશમાં ઉડાડી હતી, તેને પાણીથી ધોઈ નાખવી અને પછી વરુણમંડલને શાંત કરવું, તે વારુણી ધારણા સમજવી. ॥ ૨૧-૨૨૫
७६६
હવે તત્ત્વભૂ ધારણા ઉપસંહાર સાથે ત્રણ શ્લોકોથી કહે છે -- सप्तधातुविनाभूतं, पूर्णेन्दुविशदधुतिम् सर्वज्ञकल्पमात्मानं, शुद्धबुद्धिः स्मरेत् ततः ततः सिंहासनारूढं सर्वातिशयभासुरम् विध्वस्ताशेषकर्माणं, कल्याणमहिमान्वितम् स्वाङ्गगर्भे निराकारं, संस्मरेदिति तत्त्वभूः
७६७
७६८
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
७७०
1
साभ्यास इति पिण्डस्थे, योगी शिवसुखं भजेत् ॥ २५ ॥
ટીકાર્થ 1 :- ચાર ધારણા ચિંતવ્યા પછી બારીક બુદ્ધિવાળા યોગીપુરુષે સાત ધાતુ રહિત પૂર્ણ ચંદ્ર સરખા નિર્મલ કાંતિવાળા સર્વજ્ઞ સરખા પોતાના આત્માને ચિંતવવો. ત્યાર પછી સિંહાસન પર આરૂઢ થએલા સર્વ અતિશયોથી સુશોભિત, સર્વ કર્મોને નાશ કરનારા, કલ્યાણકારી પ્રભાવવાળા પોતાના દેહમાં રહેલ નિરાકાર આત્માને સ્મરણ કરવો - એ તત્ત્વભૂ નામની ધારણા જાણવી. આ પિંડસ્થ ધ્યાન વિષે અભ્યાસ કરનાર યોગી મોક્ષસુખનો અધિકારી બને છે. | ૨૩-૨૪-૨૫||
હવે ત્રણ શ્લોકોથી પિંડસ્થ ધ્યેયનો મહિમા કહે છે --
७६९
1
॥ ૨૨ ॥
1
।। ૪ ।।
७७१
अश्रान्तमिति पिण्डस्थे, कृताभ्यासस्य योगिनः 1 प्रभवन्ति न दुर्विद्या - मन्त्रमण्डलशक्तयः शाकिन्यः क्षुद्रयोगिन्यः, पिशाचाः पिशिताशनाः । त्रस्यन्ति तत्क्षणादेव, तस्य तेजोऽसहिष्णवः दुष्टाः करटिनः सिंहाः, शरभाः पन्नगा अपि जिघांसवोऽपि तिष्ठन्ति, स्तम्भिता इव दूरतः
।। ૬ ।।
॥ ૨૭ ॥
I
૫ ૨૮ ॥
ટીકાર્થ ::- આ પ્રમાણે નિરંતર પિંડસ્થ-વિષયક અભ્યાસ કરનાર યોગી પુરુષને ઉચ્ચાટન, મારણ, સ્તંભન, વિદ્વેષણ આદિ દુષ્ટ વિદ્યાઓ, મંત્ર, મંડલ, શક્તિઓ પરાભવ કરી શકતી નથી. શાકિનીઓ, નીચ યોગિનીઓ, (જોગણીઓ) પિશાચો, માંસાહારીઓ તેના તેજને સહન નહીં કરતાં તરત જ ત્રાસ પામે છે તથા દુષ્ટ હાથીઓ, સિંહો, શરભો, સર્પો અને મારવાની ઈચ્છાવાળાઓ પણ સ્તંભિત થએલા હોય તેમ દૂર ઉભા રહે છે. ।। ૨૬-૨૭-૨૮ ॥
એ પ્રમાણે ૫૨માર્હત કુમારપાળ મહારાજાને શ્રવણ કરવાની અભિલાષાથી આચાર્ય શ્રીહેમચંદ્રસૂરીશ્વરજીએ રચેલા, જેને ‘અધ્યાત્મ ઉપનિષદ્' નામનો પટ્ટબંધ થયો છે, તેવા યોગશાસ્ત્રના સ્વોપજ્ઞ વિવરણના આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્ય શ્રીહેમસાગરસૂરિએ કરેલા ગૂર્જરાનુવાદમાં સાતમો પ્રકાશ પૂર્ણ sul. 11911