________________
સાતમો પ્રકાશ, શ્લો.૧-૨૮
૫૦૧
७५९ तदष्टकर्मनिर्माण-मष्टपत्रमधोमुखम् ।
दहत्येव महामन्त्र-ध्यानोत्थः प्रबलानलः ॥ १६ ॥ ७६० ततो देहान बहिायेत्, त्र्यस्त्रं वह्निपुरं ज्वलत् ।
लाञ्छितं स्वस्तिकेनान्ते, वह्निबीज-समन्वितम् ॥ १७ ॥ ७६१ देहं पद्मं च मन्त्रार्चि-रन्तर्वह्निपुर बहिः ।
कृत्वाऽऽशु भस्मसाच्छाम्येत्, स्यादाग्नेयीति धारणा ॥ १८ ॥ ટીકાર્થઃ- તેમજ નાભિમાં સોળ પાંખડીવાળું કમળ ચિંતવવું, તેની કર્ણિકામાં મર્ણ મહામંત્ર સ્થાપન કરવો અને દરેક પાંખડીમાં અનુક્રમે 5, મા, રૂ, રૂં, ૩, ૪, ગ – 7, 7, , , , ૩ૌ, , ઝ: અનુક્રમે સ્થાપન કરવા. મહામંત્ર “' માં રેફ, બિન્દુ અને કળાથી દબાએલ જે હકાર અક્ષર છે, તેના રેફમાંથી ધીમે ધીમે નીકળતી ધૂમશિખાનું સ્મરણ કરવું. પછી તેમાંથી નીકળતા અગ્નિના કણીયા ચિંતવવા, પછી નીકળતી અનેક અગ્નિજ્વાલા ચિંતવવી. ત્યાર પછી અગ્નિજ્વાલા-સમૂહથી હૃદયમાં રહેલ આઠ પાંખડીવાળું આઠ કર્મ સ્થાપેલ કમળ બળતું ચિંતવવું. તે કમળની આઠ પાંખડીઓમાં ૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મોહનીય, ૫ આયુષ્ય, ૬ નામ, ૭ ગોત્ર અને ૮ અંતરાય - એ આઠ કર્મો અનુક્રમે સ્થાપન કરવાં. તે આંઠે પાંખડીઓનાં મુખ નીચા રાખેલાં હોય તેમ ચિંતવવાં. “ ' મહામંત્રના ધ્યાનથી ઉત્પન્ન થયેલ મહાપ્રબળ. અગ્નિ આઠ કર્મરૂપ અધોમુખવાળા કમળને બાળી નાખે છે – એમ ચિંતવવું, પછી શરીરની બહાર સળગતો ત્રણ ખૂણાવાળો અગ્નિકુંડ અને સાથિયાના ચિહ્નથી યુક્ત અગ્નિબીજ કાર સહિત ચિંતવવો. પછી શરીરની અંદર મહામંત્રના ધ્યાનથી ઉત્પન્ન થયેલ અગ્નિજ્વાલા અને બહારના અગ્નિકુંડની જ્વાલા એ બંને વડે કરી દેહ અને આઠ કર્મનું ચિંતવેલ કમળ બાળીને એકદમ ભસ્મસાત્ બનાવી આપોઆપ શાંત થવું - તે આગ્નેયી ધારણા સમજવી. મહામંત્ર સિદ્ધચક્રમાં રહેલ બીજરૂપ 'મર્દ ' સમજવો. || ૧૩ થી ૧૮ || હવે બે શ્લોકોથી વાયવી ધારણા કહે છે --
ततस्त्रिभुवनाभोगं, पूरयन्तं समीरणम् ।
चालयन्तं गिरीनब्धीन्, क्षोभयन्तं विचिन्तयेत् ॥ १९ ॥ ७६३ तच्च भस्मरजस्तेन, शीघ्रमुख़्य वायुना ।
दृढाभ्यासः प्रशान्ति तम्, आनयेदिति मारुती ॥ २० ॥ ટીકાર્થ - ત્યાર પછી ત્રણ ભુવનના અવકાશ-વિસ્તારને પૂરી દેતા, પર્વતોને કંપાયમાન કરતા, સમુદ્રોને ક્ષોભ પમાડતા - ખળભળાવતા વાયુને ચિંતવવો. આની પહેલાં શરીરને તથા કમળને બાળી રાખ કરી નાખેલ તે રજને તેવા વાયુ વડે જલ્દી ઉડાડી નાખીને દઢ અભ્યાસ વડે પાછો વાયુને શાંત કરવો – એ મારુતી નામની ત્રીજી ધારણા જાણવી. || ૧૯-૨૦| હવે બે શ્લોકોથી વારુણી ધારણા કહે છે -- ७६४ स्मरेद् वर्षत्सुधासारैः, घनमालाकुलं नभः ।।
ततोऽर्धेन्दुसमाक्रान्तं, मण्डलं वरुणाङ्कितम् ॥ २१ ॥
७६२