________________
७५३
५००
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ પવન માફક સંગ વગરનો, આવા ગુણવાળો બુદ્ધિમાન ધ્યાતા ધ્યાન કરવાની યોગ્યતાવાળો ગણાય. / -૭ ભેદ કહેવા દ્વારા ધ્યેયનું સ્વરૂપ કહે છે -- ७५१ पिण्डस्थं च पदस्थं च, रूपस्थं रूपवर्जितम् ।।
चतुर्धा ध्येयमाम्नातं, ध्यानस्याऽऽलम्बनं बुधैः ॥ ८ ॥ ટીકાર્થ -પંડિત પુરુષોએ ધ્યાનના આલંબનરૂપ પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એવાં ચાર પ્રકારનાં ध्येयो मानेला . म पिंड सेटवे शरीर, तेमा २४, ते पिंडस्थ ध्यान. ।। ८ ।।
પિંડસ્થ ધ્યેયને ધારણાના ભેદોથી કહે છે -- ७५२ पार्थिवी स्यादथाग्नेयी, मारुती वारुणी तथा ।
तत्त्वभूः पञ्चमी चेति, पिण्डस्थे पञ्च धारणाः ॥ ९ ॥ ટીકાર્થઃ- પિંડસ્થ ધ્યેયમાં પાર્થિવી, આગ્નેયી, મારુતી, વારુણી અને તત્ત્વ આ પાંચ ધારણાઓ કરવાની छ. ॥ ८॥ તેમાં પાર્થિવી ધારણાને ત્રણ શ્લોકોથી સમજાવે છે --
तिर्यग्लोकसमं ध्यायेत्, क्षीराब्धि तत्र चाम्बुजम् ।
सहस्त्रपत्रं स्वर्णाभं, जम्बूद्वीपसमं स्मरेत् ॥ १० ॥ ७५४ तत्केसरततेरन्तः, स्फुरत् पिङ्गप्रभाञ्चिताम् ।
स्वर्णाचलप्रमाणां च, कर्णिकां परिचिन्तयेत् ॥ ११ ॥ श्वेतसिंहासनासीनं, कर्मनिर्मूलनोद्यतम् ।
आत्मानं चिन्तयेत्तत्र, पार्थिवी धारणेत्यसौ ॥ १२ ॥ ટીકાર્થ :- એકરાજ-પ્રમાણ તિસ્કૃલોક જેવડો ક્ષીરસમુદ્ર મનમાં ચિંતવવો, તેમાં લાખ યોજન પ્રમાણ જંબૂઢીપ-સમાન સુવર્ણ કાંતિવાળું અને હજાર પાંખડીવાળું કમળ ચિંતવવું. તેવા કમળના મધ્યભાગમાં કેસરાઓ છે, તેની અંદર દેદીપ્યમાન પીળી કાન્તિવાળી સ્વર્ણાચલ પ્રમાણવાળી એટલે કે લાખ યોજન ઊંચી કર્ણિકાપીઠિકા ચિતવવી. તે કર્ણિકા ઉપર ઉજ્જવળ સિંહાસન છે, તેના ઉપર બેસી કર્મોને મૂળમાંથી ઉખેડી નાખવાનો પ્રયત્ન કરતા પોતાના શાંત આત્માને ચિંતવવો. આ પાર્થિવી ધારણા કહેવાય. / ૧૦-૧૧-૧૨ // હવે છ શ્લોકોથી આગ્નેયી ધારણા કહે છે -- ७५६ विचिन्तयेत् तथा नाभौ, कमलं षोडशच्छदम् ।
कर्णिकायां महामन्त्रं, प्रतिपत्रं स्वरावलीम् ॥ १३ ॥ रेफ-बिन्दु-कलाक्रान्तं, महामन्त्रे यदक्षरम् ।
तस्य रेफाद् विनिर्यान्ती, शनै—मशिखां स्मरेत् ॥ १४ ॥ ७५८
स्फुलिंगसन्ततिं ध्यायेत्, ज्वालामालामनन्तरम् । ततो ज्वालाकलापेन, दहेत् पद्मं हदि स्थितम् ॥ १५ ॥
७५५
७५७