________________
સાતમો પ્રકાશ
७४६
ધ્યાન-વિધિ કરવાની ઈચ્છાવાળાનો ક્રમ કહે છે -- ७४४ ध्यानं विधित्सता ज्ञेयं, ध्याता ध्येयं तथा फलम् ।
सिध्यन्ति न हि सामग्री, विना कार्याणि कर्हिचित् ॥ १ ॥ ટીકાર્થઃ- ધ્યાન કરવાની ઈચ્છાવાળાએ ધ્યાતા, ધ્યેય તથા ફળ જાણવાં જોઈએ. કારણ કે કદાપિ સામગ્રી वगर िसिद्धथत नथी.. ॥ १॥ છ શ્લોકોથી ધ્યાન કરનારનું લક્ષણ બતાવે છે -- ७४५ अमुञ्चन् प्राणनाशेऽपि, संयमैकधुरीणताम्
परमप्यात्मवत् पश्यन्, स्वस्वरूपापरिच्युतः ॥ २ ॥ उपतापमसम्प्राप्तः, शीतवाताऽऽतपादिभिः
पिपासुरमरीकारि, योगामृतरसायनम् ७४७ रागादिभिरनाक्रान्तं, क्रोधादिभिरदूषितम्
आत्मारामं मनः कुर्वन्, निर्लेपः सर्वकर्मसु ॥ ४ ॥ ७४८ विरतः कामभोगेभ्यः, स्वशरीरेऽपि निःस्पृहः ।
संवेगहुदनिर्मग्नः, सर्वत्र समतां श्रयन् नरेन्द्रे वा दरिद्रे वा, तुल्यकल्याणकामनः ।
अमात्रकरुणापात्रं, भवसौख्यपराङ्मुखः ॥ ६ ॥ ७५० सुमेरुरिव निष्कम्पः, शशीवाऽऽन्ददायकः ।
समीर इव निःसङ्गः, सुधीर्ध्याता प्रशस्यते ॥ ७ ॥ ટીકાર્થ - પ્રાણના નાશમાં પણ સંયમ-ધુરાને ન છોડનાર, બીજા જીવોને પોતાની માફક જોનાર, પોતાના આત્મસ્વરૂપથી ન ખસનાર, ઠંડી, વાયરો કે તાપથી ઉપતાપ ન પામનાર, અજરામર કરનાર યોગામૃતરસાયનનું પાન કરવાની અભિલાષાવાળો, રાગ-દ્વેષ-મોહાદિકથી નહીં.
દબાએલ, ક્રોધાદિક કષાયોથી અદૂષિત, આત્મામાં રમણતા કરનાર, સર્વ કાર્યોમાં મનને નિર્લેપ રાખનાર, કામભોગોથી વિરક્ત બનેલો, પોતાના દેહના વિષયમાં પણ મમતા વગરનો, સંવેગરૂપ દ્રહમાં સ્નાન કરતો. શત્રુ અને મિત્ર, સુવર્ણ અને પત્થર, તૃણ અને મણિ આદિમાં સમભાવનો આશ્રય કરતો, નિંદા અને સ્તુતિમાં સમાનભાવ ધારણ કરનાર, રાજા અને રંક બનેલો, મેરુ પર્વત માફક અડોલ, ચંદ્ર માફક આનંદ આપનાર,
७४९