________________
૪૯૮
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
****
ટીકાર્થ :- :- શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ રૂપ પાંચે વિષયોમાંથી ઈન્દ્રિયો સાથે મનને બરાબર ખેંચીને અતિશય શાંત બુદ્ધિવાળો જિતેન્દ્રિય આત્મા ધર્મધ્યાન કરવા માટે પોતાનું મન નિશ્ચલ કરે. બાહ્ય વિષયોથી ઈન્દ્રિયો સાથે મનને ખેંચી લેવું, તે પ્રત્યાહાર કહેવાય. અભિધાન ચિંતામણિ કોશમાં અમે કહેલું છે કે ‘વિષયોથી ઈન્દ્રિયોને ખેંચી લેવી, (અભિધાન ચિ. શ્લો.૮૩) તે પ્રત્યાહાર કહેવાય.' મનને નિશ્ચલ બનાવવું - એટલે પ્રત્યાહાર પછી ધારણા જણાવવા માટે ઉપક્રમ કર્યો. II ૬ ||
ધારણાનાં સ્થાનો કહે છે
७४२
1
નામિ-ય-નાસાગ્ર-માન-બ્રૂ-તાનું-વૃષયઃ मुखं कर्णौ शिरश्चेति, ध्यानस्थानान्यकीर्तयन्
।। ૭ ।
ટીકાર્થ :- નાભિ, હૃદય, નાસિકાનો અગ્રભાગ, ભાલ, ભૃકુટી, તાલવું, નેત્ર, મુખ, કાન અને મસ્તક એ ધ્યાન કરવા માટે ધારણા કરવાનાં સ્થાનો કહેલાં છે. ધ્યાનના નિમિત્તભૂત ધારણાનાં સ્થાનો સમજવાં. ॥ ૭॥
ધારણાનું ફલ કહે છે
७४३
--
एषामेकत्र कुत्रापि, स्थाने स्थापयतो मनः उत्पद्यन्ते स्वसंवित्तेः बहवः प्रत्ययाः किल
1
॥ ૮ 1
ટીકાર્થ :- ઉપર કહેલાં સ્થળોમાંથી કોઈ પણ એક સ્થળે મન વધારે સમય સ્થાપન કરવાથી નક્કી પોતાને અનુભવવાળા જ્ઞાનની અનેક પ્રતીતિ ઉત્પન્ન થાય. પ્રત્યયો આગળ કહીશું. | ૮ ||
એ પ્રમાણે ૫૨માર્હત્ કુમારપાળ ભૂપાલને સાંભળવાની ઈચ્છાથી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ રચના કરેલા ‘અધ્યાત્મ ઉપનિષદ્’ નામના પટ્ટબંધવાળા યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વિવૃત્તિમાં આ. હેમસાગરસૂરિએ કરેલો છઠ્ઠા પ્રકાશનો અનુવાદ પૂર્ણ થયો. (૬)