________________
पांयमो प्राश, दो.२५८-२७३
૪૯૫
७२८
७३०
७२७ आक्षिप्य रेचकेनाथ, कर्षेद् वायुं हृदम्बुजात् ।
ऊर्ध्वश्रोतः पथग्रन्थि, भित्त्वा ब्रह्मपुरं नयेत् ॥२६५ ॥ ब्रह्मरन्ध्रात् निष्क्रमय्य, योगी कृतकुतूहल:
समाधितोऽर्कतूलेषु, वेधं कुर्याच्छनैः शनैः ॥२६६ ॥ ७२९ मुहुस्तत्र कृताभ्यासो, मालतीमुकुलादिषु
स्थिरलक्षतया वेधं, सदा कुर्यादतन्द्रितः ॥२६७ ॥ दृढाभ्यासस्ततः कुर्याद्, वेधं वरुणवायुना कर्पूरागुरु कुष्ठादि-गन्धद्रव्येषु सर्वतः
॥ २६८ ॥ ७३१ एतेषु लब्धलक्षोऽथ, वायुसंयोजने पटुः
पक्षिकायेषु सूक्ष्मेषु, विदध्याद् वेधमुद्यतः । ॥ २६९ ॥ ७३२ पतङ्गभृङ्गकायेषु, जाताभ्यासो मृगेष्वपि
अनन्यमानसो धीरः, संचरेद् विजितेन्द्रियः ।। ॥ २७० ॥ ७३३
नराऽश्व-करिकायेषु, प्रविशन् नि:सरन्निति ।
कुर्वीत संक्रमं पुस्तोपलरूपेष्वपि क्रमात् ॥२७१ ॥ ટીકાર્થ - પૂરક ક્રિયા વડે વાયુને અંદર પૂરતાં હૃદય-કમળનું મુખ નીચું થઈ સંકોચાય છે. તે જ હૃદય-કમળ કુંભક કરવાથી વિકસ્વર થઈ ઊંચા મુખવાળું થાય છે. ત્યાર પછી હૃદય-કમળથી વાયુને રેચક કરવા દ્વારા ખેંચવો તે વાયુને ઉંચે ચડાવી વચ્ચેના માર્ગની ગ્રંથિને ભેદીને બ્રહ્મપ્રમાં લઈ જવો. ત્યાં સમાધિ થઈ શકે છે. કુતૂહલ કરવાની કે જોવાની ઈચ્છાથી યોગીઓએ તે પવનને બ્રહ્મરંધ્રમાંથી બહાર કાઢી સમતાથી આકડાનાં રૂ ઉપર ધીમે ધીમે વેધ કરવો. એટલે કે પવનને તે આકડાનાં રૂ ઉપર સ્થાપન કરવો. વારંવાર તેના ઉપર તેવો લેવા-મૂકવાનો અભ્યાસ કરી અર્થાત્ બ્રહ્મરંધ્રમાં લઈ જવો, પાછો બહાર કાઢવો. પછી માલતી, જાઈ, જુઈ, ચંબેલી આદિનાં પુષ્પો ઉપર લક્ષ્ય સ્થિર રાખી ઉપયોગની સાવધાનતાથી વેધ કરવો. એ પ્રમાણે હંમેશાં દઢ અભ્યાસ કરતાં કરતાં
જ્યારે વરુણ-મંડળમાં વાયુ ચાલતો હોય, ત્યારે કપૂર, અગુરુ, સુગંધી ચૂર્ણ, કુષ્ઠાદિ દ્રવ્યોમાં વેધ કરવો. એ પ્રમાણે સર્વ પર જય મેળવી ઉપર જણાવેલા સર્વેમાં વગર પરિશ્રમે વાયુને જોડવામાં પ્રવીણ બની નાના નાના પક્ષીઓની કાયામાં વેધ કરવાનો પ્રયત્ન કરવો. પતંગિયાં, ભમરા આદિની કાયામાં અભ્યાસ કર્યા પછી, મૃગલા આદિકને વિષે પણ અભ્યાસવાળા બનવું. પછી એકાગ્ર ચિત્તવાળો પૈર્ય-યુક્ત અને ઈન્દ્રિયોને જિતનારો પુરુષ મનુષ્ય, ઘોડા, હાથી વગેરેની કાયામાં પ્રવેશ-નિર્ગમન કરતો અનુક્રમે પાષાણ મૂર્તિ પુતલી, દેવમૂર્તિમાં પણ प्रवेश अरे. ॥ २६४ - २७१॥ કહેલી વાતનો ઉપસંહાર કરતાં બાકીનું કહેવા યોગ્ય જણાવે છે -- ७३४ एवं परासुदेहेषु, प्रविशेद् वामनासया जीवद्देहे, प्रवेशस्तु, नोच्यते पापशङ्कया
॥ २७२॥ ટીકાર્થ:- એ પ્રમાણે મૃત્યુ પામેલાઓના નિર્જીવ દેહમાં ડાબી નાસિકાથી પ્રવેશ કરવો. બીજાના પ્રાણનો નાશ