________________
૪૯૬
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
થવાના ભયથી, પાપની શંકાથી જીવતાના શરીરમાં પ્રવેશ કરવાનું કહેતા નથી. કારણ કે, શસ્ત્ર-ઘાતાદિ માફક તે પાપ-સ્વરૂપ હોવાથી, તે કહેવા લાયક નથી. બીજાનો ઉપઘાત કર્યા વગર જીવતા પુરુષના શરીરમાં પ્રવેશ કરવો અસંભવિત છે. તે આ પ્રમાણે સમજવું. બીજાના નિર્જીવ દેહમાં પ્રવેશ કરવાની વિધિ --
બ્રહ્મરંધ્રથી બહાર નીકળી બીજાની કાયાના અપાન-ગુદાના માર્ગે પ્રવેશ કરવો. ત્યાં પહોંચી નાભિકમળનો આશ્રય લઈ સુષુણ્ણા નાડી દ્વારા હૃદયકમળમાં જવું. ત્યાં જઈ પોતાના વાયુએ તેના પ્રાણના સંચારને રોકવો, તે વાયુ ત્યાં સુધી રોકવો કે દેહી ચેષ્ટા વગરનો થઈ નીચે પડી જાય. અંતર્મુહૂર્તમાં તે દેહમાંથી મુક્ત થતાં પોતાની ઈન્દ્રિયોની ક્રિયા પ્રગટ થવા યોગે યોગ-વિષયનો જાણકાર પોતાના દેહ માફક સર્વ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે. બુદ્ધિશાળી તે અર્ધો કે આખો દિવસ બીજાના શરીરમાં ક્રીડા કરે અને પછી આ જ વિધિએ ફરી પોતાના શરીરમાં પ્રવેશ કરે' ૨૭૨ || બીજાના શરીરમાં પ્રવેશ કરવાનું ફલ કહે છે -- ७३५ क्रमेणैवं परपुर-प्रवेशाभ्यासशक्तितः
विमुक्त इव निर्लेपः, स्वेच्छया संचरेत् सुधीः ॥२७३ ।। ટીકાર્થ:- બુદ્ધિશાળી પુરુષ આ પ્રમાણે બીજાના શરીરમાં પ્રવેશ કરવાની અભ્યાસ-શક્તિ ઉત્પન્ન થવાથી મુક્ત થયેલા માફક નિર્લેપ રહી ઈચ્છાનુસાર વિચરી શકે. II ૨૭૩ //
- એ પ્રમાણે પરમાહિત કુમારપાળ રાજાને સાંભળવાની ઈચ્છા થવાથી આચાર્યશ્રી હેમચંદ્રસૂરિએ રચેલ, જેને અધ્યાત્મ ઉપનિષદ્' નામનો પટ્ટબંધ થયો છે, તેવા પોતાના રચેલા શ્રી યોગશાસ્ત્રના પોતે બનાવેલ વિવરણના આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના પટ્ટધર આ. શ્રી હેમસાગરસૂરિએ કરેલા અનુવાદમાં પાંચમો પ્રકાશ પૂર્ણ થયો. (૫)