SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ४८८ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ ६८४ ग्रीवाऽभावे चतुस्त्रिव्येकमासैम्रियते पुनः । कक्षाभावे तु पक्षण, दशाहेन भुजक्षये ॥२२२ ॥ વિનૈઃ ન્યઠ્ઠમ: ચતુર્થાથ તુ હૃક્ષયે | शीर्षाभावे तु यामाभ्यां, सर्वाभावे तु तत्क्षणात् ॥ २२३ ॥ ટીકાર્થઃ- આ વિદ્યા વડે એકસો આઠ વખત પોતાનાં બે નેત્રોને અને છાયાને મંત્રી સૂર્યોદય-સમયે સૂર્યને પાછળ રાખી, એટલે પશ્ચિમ-સન્મુખ પોતાનું મુખ રાખી, બીજા માટે બીજાની અને પોતાને માટે પોતાની છાયા સારી રીતે તેની પૂજા કરી ઉપયોગ-પૂર્વક અવલોકન કરે, જો છાયા સંપૂર્ણ જોવામાં આવે, તો આ ચાલુ વર્ષમાં મરણ ન થાય. પગ, જંઘા, ઘુંટણ ન દેખાય, તો અનુક્રમે ત્રણ વર્ષે, બે વર્ષે અને એક વર્ષે મૃત્યુ થાય. સાથળ ન દેખાય તો દશ મહિને, કમર ન દેખાય તો, આઠ કે નવ મહિને અને ઉદર ન દેખાય, તો પાંચ-છ મહિને મરણ થાય. ડોકન દેખાય, તો ચાર, ત્રણ, બે કે એક મહિને મરણ થાય, બગલ ન દેખાય તો, પંદર દિવસે અને ભુજા ન દેખાય, તો દશ દિવસે મરણ થાય તે છાયામાં ખભા ન દેખાય, તો આઠ દિવસે, હૃદય ન દેખાય, તો ચાર પહોર પછી, મસ્તક ન દેખાય, તો બે પહોરે અને સર્વથા શરીર ન દેખાય, તો તરત જ મરણ થાય. // ૨૧૮-૨૨૩/ કાલજ્ઞાનના ઉપાયોનો ઉપસંહાર કરે છે -- ६८६ एवमाध्यात्मिकं कालं, विनिश्चेतुं प्रसङ्गतः । बाह्यस्यापि हि कालस्य, निर्णयः परिभाषितः ॥२२४ ॥ ટીકાર્થઃ- આ પ્રમાણે પવનાભ્યાસરૂપ આધ્યાત્મિક કાલ-જ્ઞાનનો નિર્ણય કરતાં પ્રસંગોપાત્ત બાહ્ય કાલજ્ઞાનનો પણ નિર્ણય જણાવ્યો. // ૨૨૪|| હવે જય-પરાજયના જ્ઞાનનો ઉપાય કહે છે -- ६८७ को जेष्यति द्वयोर्युध्ये ?, इति पृच्छत्यवस्थितः ।। जयः पूर्वस्य पूर्णे स्याद्, रिक्ते स्यादितरस्य तु ॥२२५ ॥ ટીકાર્થ:- આ બેના યુદ્ધમાં કોનો જય થશે? એમ પ્રશ્ન કર્યો, ત્યારે સ્વાભાવિક પવન પૂરક થતો હોય તો એટલે શ્વાસ અંદર લેવાતો હોય, તો જેનું પ્રથમ નામ બોલાયું હોય, તેનો જય અને જો નાડીમાંથી પવન બહાર નીકળતો હોય તો, બીજાનો જય થાય. // ૨૨૫. રિક્ત અને પૂર્ણ નાડીનું લક્ષણ કહે છે -- ६८८ यत् त्यजेत् संचरन् वायुस्तद्, रिक्तमभिधीयते । संक्रमेद् यत्र तु स्थाने, तत् पूर्णं कथितं बुधैः ॥२२६ ॥ ટીકાર્થ:-ચાલતા પવનને બહાર કાઢવો, તે રિક્ત કહેવાય અને નાસિકામાં પવન પ્રવેશ કરે, તેને પંડિતોએ પૂર્ણ કહેલ છે. // ૨૨૬ || બીજા પ્રકારે કાલ-જ્ઞાન કહે છે -- ६८९ प्रष्टाऽदौ नाम चेज्ज्ञातुः, गृह्णात्यन्वातुरस्य तु _स्यादिष्टस्य तदा सिद्धिः, विपर्यासे विपर्ययः ॥२२७ ॥ ટીકાર્થ:- પ્રશ્ન કરતી વખતે જાણકારનું નામ પ્રથમ બોલાય અને રોગીનું નામ ત્યાર પછી બોલાય તો ઈષ્ટ
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy