SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ ६५७ 1 विद्यते गन्तुकामोऽयम्, अहं च प्रेषणोत्सुकः तेन यास्यत्यसौ शीघ्रं स्यात् सरूपेत्युपश्रुतिः ।। ૧૧ । " कर्णोद्घाटनसंजातोपश्रुत्यन्तरमात्मनः 1 ।। ૬ ।। - कुशलाः कालमासन्नम् अनासन्नं च जानते ટીકાર્થ :- અથવા વિદ્વાન પુરુષોએ ઉપશ્રુતિથી આયુષ્ય-કાળનો નિર્ણય કરવો. તે જ કહે છે – ભદ્રા આદિ અપયોગ ન હોય, તેવા શુભ દિવસે એક પહોર રાત્રિ ગયા પછી શયનકાળે ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દિશા તરફ પ્રયાણ કરવું. પંચનમસ્કાર કે સૂરિમંત્રથી કાનને પવિત્ર બનાવી ઘરમાંથી નીકળતા રસ્તામાં કોઈનો શબ્દ કાનમાં ન પડે, તેમ કાનને આંગળીથી ઢાંકી રાખવો અને શિલ્પ-કારીગરોના ઘર તરફ કે ચૌટા અગર બજાર તરફ પૂર્વે કહેલી દિશાવાળી ભૂમિમાં જવું. ત્યાં ભૂમિનું ચંદનથી અર્ચન કરીને સુગંધી ચૂર્ણ, અક્ષતોથી વધાવી સાવધાન થઈ કોઈ મનુષ્યોનો શબ્દ થતો હોય તો કાન માંડીને સાંભળવો. તે શબ્દો બે પ્રકારના હોય છે. એક અર્થાન્તરાપદેશ્ય અને બીજો સ્વરૂપ-ઉપશ્રુતિ. પહેલા પ્રકારનો શબ્દ સંભળાય, તો તેનો બીજો અર્થ કલ્પવો અને બીજો સ્વરૂપઉપશ્રુતિ જેવો શબ્દ સાંભળ્યો હોય તેવો જ અર્થ ગ્રહણ કરવો. અર્થાન્તર પ્રદેશ ઉપશ્રુતિ વિચાર તર્ક કરવાથી જાણી શકાય છે, જેમકે આ મકાનનો થાંભલો પાંચ કે છ દિવસે કે તેટલાં પખવાડીયાં કે મહિના કે વર્ષો પછી ભાંગશે કે નહિં ભાંગે. આ ઘણો મનોહર હતો, પણ આ નાનો છે, તેથી ભાંગી જશે. આ પ્રમાણે બીજા પદાર્થના નિમિત્તથી પ્રથમ ઉપશ્રુતિ થાય છે. આ સાંભળી પોતાના આયુષ્યનો તેટલા દિવસે, પક્ષે, માસે કે વર્ષે મૃત્યુનો નિર્ણય કરી લેવો. હવે બીજી સ્વરૂપ-ઉપશ્રુતિ કહે છે - ‘આ પુરુષ કે સ્ત્રી આ સ્થાનેથી નહિં જાય અથવા અમે જવા દઈશું નહિં. તે જવા માટે ઈચ્છા પણ કરતો નથી.’ ‘તે જવાની ઈચ્છાવાળો છે અને હું મોકલવા પણ ઈચ્છા રાખું છું, તેથી તે એકદમ જશે.’ આ સ્વરૂપ ઉપશ્રુતિ કહેવાય. આથી સમજવાનું કે જવાનું સાંભળે, તો મરણ નજીક છે અને રહેવાનું સાંભળે તો મરણ નજીકમાં નથી. આ પ્રમાણે કાન ખુલ્લા કરી સાંભળેલી ઉપશ્રુતિ પ્રમાણે ચતુર મનુષ્યો પોતાનું મરણ નજીક કે દૂર છે, તે જાણી લે. ।। ૧૮૮-૧૯૬ ।। હવે શનૈશ્વર-પુરષથી કાલ-જ્ઞાન ચાર શ્લોકો વડે કહે છે - ६५९ ६५८ ६६० ६६१ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ६६२ शनिः स्याद् यत्र नक्षत्रे, तद् दातव्यं मुखे ततः 1 चत्वारि दक्षिणे पाणौ, त्रीणि त्रीणि च पादयोः ॥ १९७ ॥ चत्वारि वामहस्ते तु क्रमशः पंच वक्षसि त्रीणि शीर्षे दृशोर्द्वे द्वे, गुह्य एकं शनौ नरे निमित्तसमये तत्र, पतितं स्थापना - क्रमात् जन्म नामक्षं वा, गुह्यदेशे भवेद् यदि दृष्टं श्लिष्टं ग्रहैर्दुष्टैः, सौम्यैरप्रेक्षितायुतम् 1 સપ્તસ્યાપિ તવા મૃત્યુઃ, વા થા રોજ્ઞિળ: પુનઃ ?।। ૨૦૦ ॥ 1 ।। ૧૮ ૫ I ।। ૧૧૧ ॥ ટીકાર્થ ઃ- શનૈશ્વર પુરુષની આકૃતિ બનાવી, નિમિત્ત જાણવાના સમયે જે નક્ષત્રમાં શનિ હોય, તે નક્ષત્ર મુખમાં મૂકવું, ત્યારપછી ક્રમસર આવતાં ચાર નક્ષત્રો જમણા હાથમાં સ્થાપન કરવાં, ત્રણ ત્રણ નક્ષત્રો બે પગમાં, ચાર ડાબા હાથમાં, પાંચ છાતીમાં ત્રણ મસ્તકમાં, બબ્બે બંને નેત્રમાં, એક નક્ષત્ર ગુહ્યભાગમાં સ્થાપન કરવાં. નિમિત્ત જોવાના સમયે સ્થાપનાના અનક્રમથી જન્મ-નક્ષત્ર કે નામનક્ષત્ર જો ગહ્યસ્થાનમાં આવ્યું હોય
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy