SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ६३३ પાંચમો પ્રકાશ, શ્લો.૧૬૩-૧૭૬ ४८१ ६३० प्रभाते यदि वा सायं, ज्योत्स्नावत्यामथो निशि । प्रवितत्य निजौ बाहू, निजच्छायां विलोक्य च ॥१६८ ॥ ६३१ शनैरुक्षिप्य नेत्रे स्वच्छायां पश्येत् ततोऽम्बरे । न शिरो दृश्यते तस्यां, यदा स्यान्मरणं तदा ॥१६९ ॥ ६३२ नेक्ष्यते वामबाहुश्चेत्, पुत्र-दारक्षयस्तदा यदि दक्षिणबाहुर्नेक्ष्यते भ्रातृक्षयस्तदा ॥१७० ॥ अदृष्टे हृदये मृत्युं, उदरे च धनक्षयः गुह्ये पितृविनाशस्तु, व्याधिरूरुयुगे भवेत् ॥१७१ ॥ ६३४ अदर्शने पादयोश्च, विदेशगमनं भवेत् । अदृश्यमाने सर्वाङ्गे, सद्यो मरणमादिशेत् ॥१७२ ॥ ટીકાર્થ - પ્રભાતે કે સંધ્યા સમયે અગર અજવાળી રાત્રિમાં પ્રકાશમાં ઉભા રહી, પોતાના બે હાથ કાઉસ્સગ્ગ માફક લાંબા રાખી, પોતાનો પડછાયો ખુલ્લી આંખ રાખી જોયા કરવો. ત્યાર પછી ધીમે ધીમે નેત્રોને છાયા ઉપરથી ઉપાડી ખુલ્લાં નેત્રથી ઉંચે આકાશ તરફ નજર કરવી અને પોતાનો પડછાયો ઉપરના આકાશમાં જોવો. તેમાં જો મસ્તક ન દેખાય તો પોતાનું મરણ સમજવું જો તે ઉપરની આકૃતિમાં ડાબો હાથ ન દેખાય તો પુત્રનો કે સ્ત્રીનો નાશ થાય, જો જમણો હાથ ન દેખાય તો ભાઈનું મરણ, હૃદય ન દેખાય તો પોતાનું મરણ, પેટનો ભાગ ન જણાય તો ધનનો નાશ, ગુહ્ય સ્થાન ન દેખાય તો પોતાના પૂજ્ય-વર્ગ પિતા-આદિકનો નાશ. બે સાથળ ન દેખાય તો વ્યાધિ થાય. પગ ન દેખાય તો પરદેશગમન થાય. આખું શરીર ન દેખાય તો તત્કાળ મરણ થાય. ।। १६८-१७२॥ બીજા પ્રકારે કાલજ્ઞાન કહે છે – ६३५ विद्यया दर्पणाङ्गष्ठ-कुड्यासिष्ववतारिता । विधिना देवता पृष्टा, ब्रूते कालस्य निर्णयम् ॥१७३ ।। सूर्येन्दुग्रहणे विद्या, नरवीरे ! ठठेत्यसौ । साध्या दशसहस्रयाऽष्टोत्तरया जपकर्मतः ॥१७४ ।। अष्टोत्तरसहस्रस्य, जपात् कार्यक्षणे पुनः । देवता लीयतेऽस्यादौ, ततः कन्याऽऽह निर्णयम् ॥१७५ ॥ ६३८ सत्साधकगुणाकृष्टा, स्वयमेवाथ देवता त्रिकालविषयं ब्रूते, निर्णयं गतसंशयम् ॥१७६ ॥ ટીકાર્થ:- ગુરુએ કહેલી વિધિ પ્રમાણે વિદ્યા વડે દર્પણ, અંગુઠા, ભીંત, તરવારમાં અવતારેલ દેવતા पूछवाथी मायुष्यनो निए[य छ - सूर्यग्रह, यंद्रग्रडा डोय त्यारे 'ॐ नरवीरे ! ठः ठः स्वाहा' मे. विद्या દસ હજાર અને આઠ વખત જાપ કરીને સાધવી. પછી કાર્યપ્રસંગે એક હજાર અને આઠ વાર તે વિદ્યાનો જાપ કરીને દર્પણાદિકમાં દેવતાનું ચિત્ર દોરવું. ત્યાર પછી દર્પણાદિકમાં એક કુંવારી નિર્દોષ કન્યા પાસે જોવરાવી.
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy