SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ બળે. હંસ, કાગડા અને મોરના સમૂહને ક્યાંય પણ દેખે, વાયુના ઠંડા, ગરમ, કઠોર કે કોમળ સ્પર્શને જાણી શકે નહિ, આ સર્વ કહેલાં લક્ષણોમાંથી એક પણ દેખાય, તો નિઃસંદેહપણે તે એક મહિને મૃત્યુ પામે. | ૧૫૮-૧૬૨ // તથા -- ६२५ शीते हकारे फूत्कारे, चोष्णे स्मृति-गतिक्षये । अङ्गपञ्चकशैत्ये च, स्याद् दशाहेन पञ्चता ॥१६३ ॥ ટીકાર્થ:-પહોળા કરેલા મુખના વાયુ સાથે “હકાર અક્ષર બોલતાં જે વાયુ નીકળે, તે ઠંડો હોય. હોઠ પહોળા કરી વાયુ બહાર કાઢી ફૂત્કાર કરે તે વાયુ ગરમ હોય, સ્મરણનો અને ગતિનો ભ્રશ થાય, શરીરનાં પાંચ અંગો ઠંડા થઈ જાય, તો દશ દિવસમાં મૃત્યુ થાય. / ૧૬૩ !! તથા - ૬ ૨૬ अर्थोष्णमर्धशीतं च, शरीरं जायते यदा ज्वालाऽकस्मज्ज्वलेद् वाऽङ्गे, सप्ताहेन तदा मृतिः ॥ १६४ ॥ ટીકાર્થ:- જો અર્થ શરીર ઠંડુ અને અધું ઉનું હોય તથા અકસ્માતુ વગર કારણે શરીરમાં જ્વાલા બળ્યા કરે, તો સાત દિવસમાં મૃત્યુ થાય. // ૧૬૪ || તથા - ६२७ स्नातमात्रस्य हृत्पादं, तत्क्षणाद् यदि शुष्यति । दिवसे जायते षष्ठे, तदा मृत्युरसंशयम् ॥१६५ ॥ ટીકાર્ય - સ્નાન કર્યા પછી તરત જ જો હૃદય તથા પગ સૂકાઈ જાય, તો નક્કી તેનું છઠ્ઠા દિવસે મૃત્યુ થાય. || ૧૬૫ || તથા – ६२८ जायते दन्तघर्षश्चेत्, शवगन्धश्च दुःसहः । विकृता भवति च्छाया, त्र्यहेन म्रियते तदा ॥१६६ ॥ ટીકાર્થ:- દાંતને કડકડ કકડાવતો હોય; મડદા સરખી શરીરમાંથી દુર્ગધ નીકળતી હોય અને જો વારંવાર શરીરના રંગો બદલાયા કરતા હોય, તો ત્રીજા દિવસે મરણ થાય. || ૧૬૬ | તથા - ६२९ न स्वनासां स्वजिह्वां न, न ग्रहान् नामला दिशः । नापि सप्त ऋषीन् यहि, पश्यति म्रियते तदा ॥१६७ ।। ટીકાર્થઃ- જે માણસ પોતાની નાસિકાને, પોતાની જીભને, આકાશમાં ગ્રહોને, નક્ષત્રોને, તારાઓને નિર્મળ દિશાઓને, સપ્તર્ષિ તારાઓની શ્રેણીને ન દેખી શકે, તે બે દિવસમાં મૃત્યુ પામે. // ૧૬૭ તથી -
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy