________________
પાંચમો પ્રકાશ, શ્લો.૧-૧૩
૪૫૫ નાસિકા અને મુખના દ્વારો વડે વાયુને રોકવો તે શાંત. શાંત અને કુંભકમાં એટલો તફાવત સમજવો કે કુંભકમાં નાભિકમળમાં પવનને રોકવો પડે છે, જ્યારે શાંતમાં તેવો નિયમ નથી, પણ નીકળવાના દ્વારેથી પવનને રોકવો. | ૮ ||
તથા - ४७१ आपीयोर्ध्वं यदुत्कृष्य, हृदयादिषु धारणम् ।
उत्तरः स समाख्यातो, विपरीतस्ततोऽधरः ॥ ९ ॥ ટીકાર્થ - બહારના વાયુનું પાન કરીને ઊંચે ખેંચીને હૃદયાદિકમાં ધારણ કરવો તે ઉત્તર કહેવાય અને ઊર્ધ્વદિશાથી નીચે લઈ જવો તે અધર કહેવાય. શંકા કરી કે રેચક આદિકમાં પ્રાણાયામ કેવી રીતે સંભવે? કારણ કે પ્રાણાયામ તો શ્વાસ-પ્રશ્વાસની ગતિને રોકવા રૂપે છે, તેના સમાધાનમાં કહે છે કે, રેચકમાં કોઠાના વાયુને વિરેચન કરી બહાર નાસિકાના દ્વાર આગળ જ રોકવો, અંદર આકર્ષવો નહીં. તે જ શ્વાસ-પ્રશ્વાસની ગતિ વિચ્છેદરૂપ પ્રાણાયામ કહેવાય. તથા પૂરકમાં બહારના વાયુને ધીમે ધીમે ગ્રહણ કરીને કોઠામાં ધારણ કરવો, તેમાં પણ શ્વાસ-પ્રશ્વાસ રોકવો કે પૂરવો નહીં. એટલે ગતિવિચ્છેદ રૂપ પ્રાણાયામ થયો, તેવી જ રીતે કુંભકાદિકમાં પણ સમજવું. // ૯ //
રેચક આદિનાં ફળો કહે છે - ४७२ रेचनादुदरव्याधेः, कफस्य च परिक्षयः
पुष्टिः पूरकयोगेन, व्याधिघातश्च जायते विकसत्याशु हत्पा, ग्रन्थिरन्तविभिद्यते
વન-શૈર્યવિવૃદ્ધિ, મનાલ્ મવતિ પુરમ્ | ૨૨ | ४७४
प्रत्याहाराद् बलं कान्ति - र्दोषशान्तिश्च शान्ततः ।
उत्तराधरसेवातः, स्थिरता कुम्भकस्य तु ॥ १२ ॥ ટીકાર્થ: રેચક પ્રાણાયામથી ઉદરના વ્યાધિનો તથા કફ રોગનો નાશ થાય છે. પૂરકના યોગથી શરીર પુષ્ટ થાય છે, તેમ જ સર્વ વ્યાધિઓનો નાશ થાય છે. કુંભક પ્રાણાયામથી હૃદય-કમળ તત્કાલ વિકસ્વર થાય છે અને અંદરની ગાંઠ ભેદાય છે. શારીરિક બલની વૃદ્ધિ થાય છે, વાયુ સ્થિર રહી શકે છે. પ્રત્યાહાર પ્રાણાયામથી શરીરમાં બળ, કાંતિ, ઉત્પન્ન થાય છે. શાંત નામના પ્રાણાયામથી વાત, પિત્ત અને કફ અથવા ત્રિદોષ-સન્નિપાત તાવની શાંતિ થાય છે. ઉત્તર અને અધર પ્રાણાયામના સેવનથી કુંભકની સ્થિરતા થાય છે. ૧૦-૧૨ /
આ પ્રાણાયામથી એકલા પ્રાણનો જય થાય છે, એમ નહીં, પરંતુ પાંચ પ્રકારના વાયુઓના જયના કારણભૂત છે, તે વાત કહે છે – ४७५ प्राणमपान-समानावुदानं व्यानमेव च
प्राणायामैर्जयेत् स्थान-वर्ण-क्रियाऽर्थबीजवित् ॥ १३ ॥ ટીકાર્થ:- શ્વાસ નિઃ શ્વાસ આદિ ઘણો વ્યાપાર કરે તે પ્રાણવાયુ, મૂત્ર, વિષ્ટા, ગર્ભાદિકને બહાર લાવે તે અપાન વાયુ, ખાધેલા પીધેલા જળાદિક પદાર્થોને પરિપક્વ કરી, તેમાંથી ઉત્પન્ન થયેલા રસને યથાયોગ્ય સ્થાને પહોંચાડે તે સમાન વાયુ, રસાદિકને ઊંચે લઈ જનાર ઉદાનવાયુ, આખા શરીરમાં વ્યાપીને રહેનાર વ્યાનવાયુ, આ પાંચ વાયુનાં સ્થાનો, વર્ણ, ક્રિયા, અર્થ અને બીજને જાણનાર યોગી એ રેચકાદિ પ્રાણાયામોથી જય
४७३