SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ સમાન ક્રિયા સમજાવે છે – ४६५ एकस्य नाशेऽन्यस्य स्यान्, नाशो वृत्तौ च वर्तनम् । ध्वस्तयोरिन्द्रियमति-ध्वंसान्मोक्षश्च जायते ॥ ३ ॥ ટીકાર્થ - મન અગર પવન બેમાંથી ગમે તે એકના નાશમાં બીજાનો નાશ થાય છે, એકની પ્રવૃત્તિ થાય, તો બીજાની પણ થવાની જ, મન અને પવનના વિનાશમાં ઈન્દ્રિય અને મતિનો નાશ થાય છે અને ઈન્દ્રિય અને મતિના નાશમાં મોક્ષ થાય છે. // ૩ /. પ્રાણાયામનું લક્ષણ તથા તેના ભેદો કહે છે४६६ प्राणायामो गतिच्छेदः, श्वास-प्रश्वासयोर्मतः । रेचकः पूरकश्चैव, कुम्भकश्चेति स त्रिधा ॥ ४ ॥ ટીકાર્થ-બહારના વાયુને ગ્રહણ કરવો, તે શ્વાસ, ઉદરના કોઠામાં રહેલા વાયુને બહાર કાઢવો, તે નિઃ શ્વાસ અગર પ્રશ્વાસ કહેવાય. તે બંનેની ગતિનો છેદ કરવો અર્થાત્ રોકવા, તે પ્રાણાયામ. તેના રેચક ૧., પૂરક ૨. અને કુંભક ૩. એવા ત્રણ પ્રકાર છે. | ૪ | બીજા આચાર્યોના મતે તેના સાત પ્રકારો જણાવે છે – ४६७ प्रत्याहारस्तथा शान्तः, उत्तरश्चाधरस्तथा एभिर्भेदैश्चतुर्भिस्तु, सप्तधा कीर्त्यते परैः ટીકાર્થ:- ઉપર કહેલા ત્રણ પ્રકાર સાથે પ્રત્યાહાર ૪, શાંત ૫, ઉત્તર ૬ અને અધર, આ ચાર મેળવતાં પ્રાણાયામના સાત પ્રકારો પણ કેટલાક કહે છે. // પી. હવે ક્રમસર દરેકનાં લક્ષણ કહે છે४६८ यत् कोष्ठादतियत्नेन, नासा-ब्रह्म-पुराननैः । बहिः प्रक्षेपणं वायोः, स रेचक इति स्मृतः ॥ ६ ॥ ટીકાર્થઃ-નાસિકા અને તાળવા પરના બ્રહ્મપ્ર વડે અને મુખવડે અતિ પ્રયત્નપૂર્વક કોઠામાંથી વાયુને બહાર ફેંકવો, તે રેચક પ્રાણાયામ કહેવાય. દા તથા - ४६९ समाकृष्य यदापानात्, पूरणं स तु पूरकः नाभिपद्मे स्थिरीकृत्य, रोधनं स तु कुम्भकः ॥ ७ ॥ ટીકાર્થ:- બહારના વાયુને ખેંચીને કોઠામાં ગુદા સુધી પૂરવો, તે પૂરક અને તેને નાભિ-કમળમાં કુંભ માફક સ્થિર કરવો, તે કુંભક કહેવાય. ૭ તથા - ૪૭૦ સ્થાનાત્ સ્થાનાન્તરોર્ષ, પ્રત્યાહાર: પ્રવર્તિતઃ | तालु-नासाऽऽननद्वारैह्व - निरोधः शान्त उच्यते ॥ ८ ॥ ટીકાર્થ:- નાભિ આદિ સ્થાનથી હૃદયાદિક બીજા સ્થાનમાં વાયુને ખેંચી જવો, તે પ્રત્યાહાર અને તાળવું,
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy