________________
૪૫૬
મેળવે. ॥ ૧૩ II
તેમાં પ્રાણનાં સ્થાનાદિ જણાવે છે –
४७६
प्राणो नासाग्रन्नाभि-पादाङ्गुष्ठान्तगो हरित् गमागमप्रयोगेण, तज्जयो धारणेन वा
1
।। ૪ ।
ટીકાર્થ :- પ્રાણવાયુ નાસિકાના અગ્રભાગ પર હૃદયમાં, નાભિમાં અને પગના અંગૂઠા સુધી પ્રસરીને રહેલો છે. તેમાં જાય છે, તે સ્થાન. નવા ઉગેલા તૃણ સરખા લીલા વર્ણવાળો છે. રેચક અને પૂરક પ્રયોગ વડે ધારી રાખવાથી તેના પર જય મેળવી શકાય છે. અર્થ અને બીજ હવે કહીશું. ॥ ૧૪ ॥
હવે ગમાગમ પ્રયોગ, તથા ધારણ કહે છે –
४७७
नासादिस्थानयोगेन पूरणाद् रेचनान्मुहुः
I
गमागमप्रयोगः स्याद्, धारणं कुम्भनात् पुनः || શ્← |
ટીકાર્થ :- નાસિકાદિ સ્થાનમાં વારંવાર વાયુ પૂરવાથી અને રેચક કરવાથી ગમાગમ પ્રયોગ થાય છે અને તે વાયુને તે તે ઠેકાણે રોકવાથી કુંભક કરવાથી ધારણ નામનો પ્રયોગ થાય છે. ।। ૧૫ ।
અપાનવાયુનાં વર્ણ-સ્થાનાદિ બતાવે છે –
૪૭૮
अपानः कृष्णरुग्मन्या-पृष्ठ- पृष्ठान्तपाष्णिगः जेयः स्वस्थानयोगेन, रेचनात् पूरणान्मुहुः
।
॥ ૬૬ ॥
ટીકાર્થ :- અપાનવાયુનો વર્ણ કાળો છે. ડોકની પાછલી નાડીમાં પીઠ, ગુદા અને પગનો પાછલો ભાગ જે પાની તેમાં જે જાય, તે અપાનવાયુ, તેને પોતપોતાના સ્થાનમાં વારંવાર રેચક અને પૂરણ વડે જિતવા. ॥ ૧૬॥ સમાન વાયુના વર્ણાદિ કહે છે –
४७९
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
शुक्लः समानो हन्नाभि-सर्वसन्धिष्ववस्थितः जेयः स्वथानयोगेनासकृद् रेचन- पूरणात्
।
।। ૧૭ ॥
ટીકાર્થ :- સમાનવાયુનો વર્ણ ઉજ્જવલ છે, નાભિ અને સર્વ સાંધાઓને વિષે તેને રહેવાનું સ્થાન છે. પોતપોતાના સ્થાનમાં વારંવાર રેચક અને પૂરક-કુંભક કરી તેનો જય કરવો. ॥ ૧૭।
હવે ઉદાન વાયુના વર્ણ, સ્થાનાદિ કહે છે
४८०
४८१
रक्तो हत्कण्ठ- तालु- भ्रूमध्य-मूर्धनि संस्थितः उदानो वश्यतां नेयो, गत्यागतिप्रयोगतः
I
॥ ૨૮ ૫
ટીકાર્થ :- ઉદાનવાયુ લાલ વર્ણવાળો છે, તે હૃદય, કંઠ, તાળવુ અને ભૃકુટિના મધ્યભાગમાં તથા મસ્તકમાં રહે છે. ગતિ-આગતિના પ્રયોગથી તેને વશ કરવો. ॥ ૧૮ ।
ગતિ-આગતિનો પ્રયોગ જણાવે છે –
नासाकर्षणयोगेन, स्थापयेत् तं हृदादिषु
1
વત્તાનુવૃષ્યમાાં ૨, હા-હા વશ નયેત્ ॥ ૧ ॥
ટીકાર્થ ઃ- નાસિકા વડે બહારના પવનને ખેંચીને તે ઉદાન વાયુને હૃદયાદિક સ્થાનોમાં સ્થાપન કરવો. વાયુ