SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૧૬-૧૨૦ ૪૪૫ તે ચાર ભાવના પૈકી પ્રથમ મૈત્રીનું સ્વરૂપ કહે છે – ४४४ मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः। मुच्यतां जगदप्येषा मतिमैत्री निगद्यते ॥ ११८ ॥ અર્થ : “જગતના કોઈપણ જીવ પાપાચરણ ન કરો અને કોઈપણ આત્મા દુઃખી ન થાઓ, આ આખું ય વિશ્વ મુક્ત થાઓ – મોક્ષને મેળવો” આવી બુદ્ધિને મૈત્રી કહે છે ! ૧૧૮ || ટીકાર્થ : “જગતના કોઈ પણ પ્રાણી પાપો ન કરો, તેમ જ કોઈ પણ દુઃખી ન થાઓ, જગતના તમામ જીવો સંસારમાંથી છૂટી મુક્તિ સુખ પામો” આવા પ્રકારની મતિ ભાવના તે મૈત્રી કહેવાય. ઉપકારી કે અપકારી કોઈપણ દુઃખના કારણભૂત પાપો ન કરો. પાપો કરવાનો નિષેધ કરવાથી કોઈ પણ દુઃખી ન થાઓ, દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક એમ ચારે ગતિના પર્યાયોને પામનારા જગતના એકેએક પ્રાણી સંસારદુઃખથી કાયમના મુક્ત બની મોક્ષ સુખ પ્રાપ્ત કરો. કહેલા સ્વરૂપવાળી મતિ તે મૈત્રી કહેવાય છે. કોઈ એકનો મિત્ર હોય તે મિત્ર નથી. એમ તો હિંસક વાઘ આદિને પણ પોતના બચ્ચાં ઉપર મૈત્રી હોય છે, માટે સમગ્ર પ્રાણી-વિષયક મૈત્રી જાણવી. એવી રીતે અપકારી પ્રાણીઓ પ્રત્યે પણ મિત્રતા રાખી, મન,વચન અને કાયા વડે જેમના ઉપર મેં અપકાર કર્યો હોય, તેમને સર્વને હું નમાવું છું. આ મૈત્રી ભાવના. || ૧૧૮ છે. હવે પ્રમોદ-ભાવનાનું સ્વરૂપ કહે છે– ४४५ अपास्ताशेषदोषाणां वस्तुतत्त्वावलोकिनाम् । Thપુ પક્ષપાત યઃ સ પ્રમોઃ પ્રર્તિતઃ છે ૨૨ છે. અર્થ : સર્વદોષોને દૂર કરનારા તથા સઘળા પદાર્થના સ્વરૂપને જોનારા ગુણવાન પુરૂષોના ગુણોનો પક્ષપાત કરવો, તેને પ્રમોદ કહ્યો છે. || ૧૧૯ || ટીકાર્થઃ પ્રાણી વધાદિક સર્વ દોષો દૂર કર્યા હોય, પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણવાના સ્વભાવવાળા હોય, આમ બે વસ્તુ કહીને જ્ઞાન અને ક્રિયા બંને સંયુક્ત હોય, તેને મોક્ષહેતુ કહેલો છે. પુષ્યકાર ભગવંતે ના-વિશ્વરિયાદિ મોવલ્લો' – જ્ઞાન અને ક્રિયાથી બંનેથી મોક્ષ થાય છે. આવા પ્રકારના ગુણવંત મુનિઓના લાયોપશિમકાદિ આત્મિક ગુણો તથા શમ, દમ - ઈન્દ્રિયોનું દમન, ઔચિત્ય, ગાંભીર્ય, વૈર્યાદિ ગુણોમાં જે પક્ષપાત કરવો, તેઓ પ્રત્યે વિનય, વંદન, સ્તુતિ, ગુણાનુવાદ, વેયાવચ્ચ આદિ કરવા વડે અને બીજાએ અને પોતે કે બંનેએ કરેલી પૂજાથી ઉત્પન્ન થએલો, સર્વ ઈન્દ્રિયોથી પ્રગટ થતો મનનો ઉલ્લાસ, તે પ્રમોદ કહેલો છે. || ૧૧૯ | પ્રમોદભાવના કહી, હવે કારુણ્યભાવનાનું સ્વરૂપ કહે છે– ४४६ दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । प्रतीकारपरा बुद्धिः कारुण्यमभिधीयते ॥ १२० ॥ અર્થ : દીન-દુઃખી, ભયભીત અને જીવનની યાચના કરનાર જીવોના દુઃખોના પ્રતિકારમાં પરાયણ બુદ્ધિને કરૂણા કહેવાય છે. / ૧૨૦ || ટીકાર્થ : દીન, દુઃખી, ભય પામેલા, જીવિતની યાચના કરનારાઓ ઉપર તેમનાં દુઃખ દૂર કરવાની
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy