________________
४४४
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ નાશ કરે તે શુક્લ, સંયોગી કેવલીઓને તો મન, વચન અને કાયાના યોગોનો વિરોધ કરવો-નિગ્રહ કરવો અર્થાતુ, યોગો રોકવા રૂપ ધ્યાન સમજવું. સયોગી કેવલીઓને તો યોગ-નિરોધ-સમયે જ ધ્યાનનો સંભવ છે, તેથી જુદુ ન જણાવ્યું. તેઓ તો કંઈક ન્યૂન પૂર્વકોટી સુધી મન, વચન અને કાયાના યોગ-વ્યાપારયુક્ત જ વિચરે છે. નિર્વાણ - સમયે યોગ - નિરોધ કરે છે. || ૧૧૫ .
શંકા કરી કે, “છબસ્થ યોગીઓને જો અંતર્મુહૂર્ત કાળ ધ્યાનની એકાગ્રતા રહે, તો ત્યાર પછી શું થાય?' તે કહે છે–
४४२ मुहूर्तात्परतश्चिन्ता, यद्वा ध्यानान्तरं भवेत् ।
बह्वार्थसंक्रमे तु स्याद् दीर्घाऽपि ध्यानसंततिः ॥ ११६ ॥ અર્થ: એક અંતર્મુહૂર્ત બાદ ચિંતવન અથવા અન્ય આલંબનનું ધ્યાન થાય છે. તથા અનેક પદાર્થોના ચિંતનથી ધ્યાનની પરંપરા દીર્ધકાળ પર્યત પણ રહે છે. // ૧૧૬ ||
ટીકાર્થ : એક પદાર્થમાં મુહૂર્તકાળ ધ્યાન ટકી રહ્યા પછી ચિંતા થાય, અગર બીજા પદાર્થનું આલંબન કરે, પરંતુ એક પદાર્થમાં મુહૂર્તકાળથી વધારે ધ્યાન ન હોય, કારણ કે તેનો તેવા પ્રકારનો સ્વભાવ છે. એવી રીતે એક અર્થથી બીજા અર્થનું આલંબન કરે, વળી ત્રીજા પદાર્થનું આલંબન લઈ ધ્યાન કરે, એમ ચોથાનું, એવી રીતે લાંબા કાળ સુધી ધ્યાનની શ્રેણિ ચાલુ રહે. મુહુર્તકાળ પછી પ્રથમ ધ્યાન સમાપ્ત થયા પછી બીજા અર્થનું આલંબન કરે-એવી રીતે ધ્યાનની વૃદ્ધિ કરવા માટે ભાવના ભાવવી. || ૧૧૬ ||
તે જ વાત કહે છે– મૈત્રી આદિ ચાર ભાવનાઓ
४४३ मैत्रीप्रमोदकारूण्य-माध्यस्थ्यानि नियोजयेत् ।
धर्म्यध्यानमुपस्कर्तु, तद्धि तस्य रसायनम् ॥ ११७ ॥ અર્થ : હવે મૈત્રી આદિ ચાર ભાવનાનું સ્વરૂપ કહે છે : મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થભાવનાને આત્મામાં સ્થાપન કરવી, કેમ કે ભાવનાઓ ધર્મધ્યાનને અખંડ રાખવાનું રસાયણ છે.
ટીકાર્થ : ધર્મધ્યાન તૂટી જતું હોય તો તેને સાંધવા માટે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના વચમાં જોડી દેવી, કારણકે, જરાથી જર્જરિત શરીરવાળાને રસાયન ઉપકાર કરનાર થાય, એમ મૈત્રી આદિ ભાવનાઓ ધ્યાન માટે રસાયણરૂપ છે.
બિમિકાબૂ નેદને (મિ) મેતિ-તિસ્થતિ રૂત્તિ મિત્રમ, એટલે સ્નેહ કરે તે મિત્ર, તેનો ભાવ તે મૈત્રી, જગતના તમામ જીવ સંબંધી સ્નેહ-પરિણામ કરવા, તે મૈત્રી (૧), પોતાના કરતાં અધિક ગુણવાળાઓ ઉપર પ્રસન્નતા રાખવી, મુખનો ચેહરો પ્રફુલ્લ રાખવો, તેમના પ્રત્યે હૃદયમાં ભક્તિ - અનુરાગ પ્રગટાવવો, તે પ્રમોદ (૨), દીન, દુઃખી, અનાથ, અપંગ, અશરણ જીવો પ્રત્યે કરુણા કરવી, તે કારુણ્ય અથવા અનુકંપા (૩), રાગ-દ્વેષના મધ્યભાગમાં રહેલો તે મધ્યસ્થ અર્થાત્ રાગ-દ્વેષ વગરની વૃત્તિવાળો, તેનો ભાવ તે માધ્યશ્મ કે ઉપેક્ષા. તે ચારે ભાવનાઓને આત્મા વિષે જોડે, શા માટે ? ધર્મધ્યાન તૂટી જતું હોય તો બીજા ધ્યાન સાથે સંધાન કરવા માટે, જેમ વૃદ્ધાવસ્થાથી ખખડી ગયેલા નિર્બળ શરીરને રસાયન-ઔષધ તાકાત આપે છે, તેમ મૈત્રી આદિ ચાર ભાવનાઓ તૂટતા ધર્મ ધ્યાનને ટેકો આપી ઉપકાર કરે છે. // ૧૧૭ |