________________
४४०
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ નથી. કેટલાકો એમ માને છે કે, “શેષનાગ, કૂર્મ, વરાહ આદિ આ લોકને ધારણ કરે છે તેમને પૂછવું કે, તો પછી “શેષનાગ આદિકને કોણ ધારણ કરે છે.?' જવાબ મળે કે આકાશ, તો પછી આકાશને કોણ ધારણ કરે છે ? પોતે જ સ્વયં પ્રતિષ્ઠિત છે.” એમ કહે,ત્યારે તેને કહેવું કે, “લોક પણ તે જ પ્રમાણે છે’ આમ હોવાથી નિરાધાર છે. શંકા કરી કે, “આધાર વગરના તેને રહેવાનું ક્યાં ?' જવાબ મળ્યો કે, ગગનમાં. અવસ્થિત સ્વરૂપવાળા આકાશને વિષે જ આ લોક પ્રતિષ્ઠિત થએલો છે. આ વિષયને લગતા શ્લોકનો અર્થ કહેવાય છે –
શંકા કરી કે “લોક-વિચારણાને ભાવના કેવી રીતે કહેવાય ? જવાબ આપે છે કે, “તેથી પણ નિર્મમત્વ પરિણામ થાય છે તે સાંભળો-સુખના કારણભૂત એવા કોઈક ભાવમાં વારંવાર મન મૂછ પામતું હોય તો આ લોક-ભાવનાથી અત્યંત વેરવિખેર કરી શકાય છે. “પૃથ્વી, દ્વીપો, સમુદ્રો વિગેરે ધર્મધ્યાનના વિષયભૂત છે” – એમ ધ્યાનશતકમાં કહેલું છે. તેના વગર લોક-ભાવના ભાવી શકાય નહિ. જિનેશ્વરોએ કહેલ લોકરૂપ પદાર્થનો અશકિત નિશ્ચય થયા પછી અતીન્દ્રિય મોક્ષમાર્ગને વિષે જીવો શ્રદ્ધા રાખ. એ પ્રમાણે લોક ભાવના જણાવી | ૧૦૬ || હવે ત્રણ શ્લોકથી બોધિ-દુર્લભ ભાવના જણાવે છે– ४३३ अकामनिर्जरारूपात् पुण्याज्जन्तोः प्रजायते ।
स्थावरत्वात् त्रसत्वं वा, तिर्यक्त्वं वा, कथञ्चन ॥ १०७ ॥ અર્થ : અકામ નિર્જરારૂપ પુણ્યના ઉદયથી જીવને સ્થાવરપણામાંથી ત્રસપણું અથવા તિર્યચપણું મહાકષ્ટથી પ્રાપ્ત થાય છે. / ૧૦૭ |
ટીકાર્થ : અકામનિર્જરા રૂપ પુણ્યથી જીવને સ્થાવરપણામાંથી ત્રસપણું અથવા તિર્યચપણું કોઈ રીતે પ્રાપ્ત થાય છે.
પર્વતની નદીમાં વાંકોચૂકો પત્થર ગબડતાં ગબડતાં, ઘસાતાં ઘસાતાં, આપોઆપ વગર પ્રયત્ન ગોળ અને સરખો બની જાય છે, તેવી રીતે આવી પડેલાં દુઃખો વગર ઈચ્છએ સહન કરી ભોગવીને ખપાવ્યાં, તે રૂપ અકામનિર્જરા અર્થાત, આત્માની સાથે ચોટેલા કર્મો ખરી પડવારૂપ, આ પુણ્ય પ્રકૃતિ સ્વરૂપ નથી, પણ કર્મની લઘુતારૂપ પુણ્ય એટલે કે, અકામનિર્જરાથી જીવ એકેન્દ્રિય જાતિ સાથે કાયમ રહેનાર સ્થાવરપણું, તે રૂપ પર્યાય છોડીને બેઈન્દ્રિયપણાની સાથે રહેનાર ત્રાસપણાને, કે પંચેન્દ્રિય તિર્યચપણાને પામે છે. / ૧૦૭ તથા– ४३४ मानुष्यमार्यदेशश्च जातिः सर्वाक्षपाटवम् ।
आयुश्च प्राप्यते तत्र, कथञ्चित्कर्मलाघवात् ॥ १०८ ॥ અર્થ : તેમાં પણ વિશેષ કર્મની લઘુતાથી મનુષ્ય જન્મ, આર્યદેશ, આર્યજાતિ, સર્વ ઈન્દ્રિયોની સુંદરતા અને આયુષ્યની પ્રાપ્તિ થાય છે. // ૧૦૮ |
ટીકાર્થ : વળી વિશેષ પ્રકારે વધારે અકામનિર્જરા થવાથી કોઈપણ પ્રકારે સ્વયંભૂરમણ સમુદ્રમાં ઘૂંસરીના છિદ્રમાં ખીલી પરોવાઈ જાય તે ન્યાયે મનુષ્યપણું તથા શક, યવન આદિ અનાર્યદેશ સિવાયના મગધાદિ આર્યદેશમાં જન્મ થાય. આર્યદેશ પ્રાપ્ત થવા છતાં અન્યજ આદિ હલકી જાતિથી રહિત ઉત્તમ જાતિ-કુળમાં જન્મ થવો, ઉત્તમ-જાતિ-કુળ મળવા છતાં સર્વ ઈન્દ્રિયોથી સંપૂર્ણતા, તેમાં સર્વઈન્દ્રિયોની