SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૦૬ ૪૩૯ દેવીઓની ઉત્પત્તિ બીજા ઈશાન દેવલોક સુધી જ હોય અને દેવી આ ખાસ ટેવલોક સધી જ હોય અને દેવીઓનું જવું તો બા૨માં અશ્રુત દેવલોક સુધી હોય. અન્યમતવાળા તાપસો જ્યોતિષ દેવલોક સુધી, ચરક અને પરિવ્રાજકો પાંચમાં બ્રહ્મલોક સુધી, પંચેન્દ્રિય તિર્યંચો આઠમા સહસ્રરકલ્પ સુધી, મનુષ્ય શ્રાવકો બારમા અશ્રુત દેવલોક સુધી, જિનેશ્વર, ભગવંતનું ચારિત્ર-લિંગ અંગીકાર કરનાર મિથ્યાદેષ્ટિ યથાર્થ સમાચારી પાલન કરનાર નવમાં રૈવેયક સુધી, ચૌદપૂર્વધરો, બ્રહ્મલોક ઉપરથી સર્વાર્થસિદ્ધ સુધી, અવિરાધિત વ્રતવાળા સાધુઓ અને શ્રાવકો જઘન્યથી સૌધર્મ દેવલોક સુધી જાય. ભવનવાસી આદિથી બીજા ઈશાન દેવલોકો સુધીના દેવો શરીરથી સંભોગ-સુખ ભોગવનારા હોય. તે દેવો સંકિલષ્ટ-કર્મવાળા મનુષ્યોની માફક મૈથુનસુખમાં ગાઢ પ્રસક્ત બની તીવ્રપણે તેમાં તલ્લીન બને છે અને કાયાના પરિશ્રમથી સર્વ અંગોને સ્પર્શ સુખ મેળવી પ્રીતિ પામે છે. બાકીના પછીના ત્રીજા-ચોથા કલ્પવાસી દેવો-દેવીઓના સ્પર્શથી સુખ, પાંચમા છઠ્ઠાના દેવો દેવીઓનાં રૂપ જોવાથી, સાતમા આઠમાનાં દેવો દેવીઓનાં શબ્દ સાંભળવાથી તૃપ્ત થાય. નવમાંથી બારમા સુધીના ચાર દેવલોકનાં દેવો દેવીનું મનથી ચિંતન કરે, એટલે તૃપ્તિ થઈ જાય. ત્યાર પછીના દેવો કોઈ પણ પ્રકારે મૈથુન સેવનારા ન હોય, પણ પ્રવીચાર કરનાર દેવો કરતાં પ્રવીચાર ન કરનારા દેવો અનંતગણું સુખ ભોગવનારા હોય. આ પ્રમાણે અધોલોક, તિલોક અને ઉર્ધ્વલોક એમ ત્રણ ભેદવાળો લોક સમજાવ્યો. આ લોકના મધ્યભાગમાં એક રાજ-પ્રમાણ લાંબી-પહોળી, ઉપર-નીચે મળી ચૌદ રાજલોક-પ્રમાણ ત્રસનાડી છે. જેમાં ત્રસ અને સ્થાવર જીવો છે. ત્રસનાડીની બહાર એકલા સ્થાવરજીવો જ હોય છે. | ૧૦૫ || લોકનું વિશેષ સ્વરૂપ સમજાવે છે. ४३२ निष्पादितो न केनापि, न धृतः केनचिच्च सः । स्वयंसिद्धो निराधारो, गगने किन्त्ववस्थितः ॥ १०६ ॥ અર્થ : તે લોક કોઈએ બનાવ્યો નથી અને તેને કોઈએ ધારણ કર્યો નથી, કિન્તુ તે સ્વયંસિદ્ધ, નિરાધાર આકાશમાં રહેલો છે. || ૧૦૬ . ટીકાર્થ ઃ આ લોકને કોઈએ પણ બનાવ્યો નથી, કોઈએ ધારણ કરી રાખ્યો નથી. સ્વયંસિદ્ધ, આધાર વગરનો આકાશમાં રહેલો છે. પ્રકૃતિ, ઈશ્વર, વિષ્ણુ, બ્રહ્મા, પુરુષ આદિમાંથી કોઈએ પણ આ લોક બનાવ્યો નથી. પ્રકૃતિ અચેતન હોવાથી તેમાં કર્તાપણું સંભવે નહિ. ઈશ્વરાદિકને પ્રયોજન ન હોવાથી તેમનું પણ કર્તાપણું નથી. “ક્રીડા માટે લોક બનાવ્યો’ એમ જો કહેતા હો તો, તેમ પણ નથી, કારણકે ક્રીડા તો રાગી કુમાર સરખાને જ હોય, ક્રીડા-સાધ્ય પ્રીતિ તો તેમને શાશ્વતી છે. ક્રીડા-નિમિત્તે થવાવાળી પ્રીતિ તેમને જો માનતા હો, તો તેઓને પહેલા અતૃપ્તિ હતી તેમ માનવું પડે. જો કૃપાથી તેમણે લોક ઉત્પન્ન કર્યો, તેમ માનો તો આખું જગત સુખી જ હોય, દુઃખી ન હોય. સુખ-દુઃખ કર્મની અપેક્ષાવાળું છે એમ કહેતા હો, તો પછી કર્મ એ જ કારણ છે અને તેમ માનવામાં તેમની સ્વતંત્રતાનો નાશ થાય છે. જગતમાં કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ રાજા, કોઈ રંક, નિરોગી, રોગી, સંયોગી, વિયોગી, ધનવાન, દરિદ્ર, આવી ભાવોની વિચિત્રતામાં અને તે પણ કર્મથી બનતી હોવાથી ઈશ્વરાદિકની જરૂર રહેતી નથી. હવે કદાચ કહેશો કે વગર પ્રયોજને તેઓએ જગત નિર્માણ કર્યું છે, તો તે પણ અયુક્ત છે. પ્રયોજન વગર બાળક પણ કોઈ પ્રવૃત્તિ કરતો નથી. તેથી નક્કી થયું કે, આ લોક કોઈએ ઉત્પન્ન કર્યો નથી. તેમ જ કોઈથી પણ આ લોક ધારણ કરાતો
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy