SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૦૭-૧૦૯ *** ૪૪૧ સંપૂર્ણતા-પટુતા સાથે લાંબુ આયુષ્ય ત્યારે જ હોય, જો અશુભ કર્મ ઓછાં થાય તો, ઉપલક્ષણથી પુણ્યની વૃદ્ધિ થાય, તો જ તે સર્વેની પ્રાપ્તિ થાય છે. ટૂંકા આયુષ્યવાળો આ લોક કે પરલોકનું કાર્ય કરવા સમર્થ બની શકતો નથી. વીતરાગ ભગવંતે પણ ‘હે આયુષ્યમાન ગૌતમ !' એમ બોલતાં બીજા ગુણોમાં લાંબા આયુષ્યની અધિકતા જણાવી છે. ॥ ૧૦૮ || તથા – ४३५ प्राप्तेषु पुण्यतः श्रद्धाकथक श्रवणेष्वपि तत्त्वनिश्चयरूपं तद् बोधिरत्नं सुदुर्लभम् 1 ॥ શ્૰૧ ॥ અર્થ : વળી પુણ્યના પ્રબળ ઉદયથી ધર્મશ્રદ્ધા, ધર્મકથક અને ધર્મશ્રવણની પ્રાપ્તિ થવા છતાં જિનકથિત તત્ત્વોના નિશ્ચયરૂપ બોધિરત્નનો યોગ સુદુર્લભ છે. II ૧૦૯ | - ટીકાર્થ : કર્મની લઘુતા અને પુણ્ય એટલે શુભકર્મના ઉદયથી ધર્માભિલાષ રૂપ શ્રદ્ધા, ધર્મોપદેશ કરનાર ગુરુ, તેના વચનનું શ્રવણ કરવાપણું પ્રાપ્ત કરવા છતાં પણ તત્ત્વનાં નિશ્ચયસ્વરૂપ અથવા તત્ત્વરૂપ, દેવ ગુરુ અને ધર્મનો દૃઢ અનુરાગ, તે રૂપ બોધિ-સમ્યક્ત્ત્તરત્ન પ્રાપ્ત થવું અતિદુર્લભ છે. સ્થાવ૨પણાથી ત્રસપણું આદિ દુર્લભ, તેથી બોધિરત્ન દુર્લભ છે. ‘સુ' શબ્દ એટલા માટે કહેલો છે કે— મિથ્યાદષ્ટિઓ પણ ત્રસપણું આદિથી શ્રવણ-ભૂમિકા સુધી અનંતી વખત પહોંચે છે, પણ બોધિરત્ન પ્રાપ્ત કરી શકતા નથી. મોક્ષવૃક્ષના બીજભૂત હોય, તો આ સમ્યક્ત્વ છે. આંત૨ શ્લોકના અર્થ કહેવાય છે— આ જૈન પ્રવચનમાં રાજ્ય મળવું, ચક્રવર્તી થવું કે ઈન્દ્રપણું મેળવવું દુર્લભ કહ્યું નથી, પણ બોધિરત્ન પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ કહેલું છે. સર્વ જીવોએ જગતના સર્વ ભાવો પહેલાં અનંત વખત પ્રાપ્ત કરેલા છે, પણ કદાચિત્ હજુ બોધિરત્ન મેળવ્યું નથી. કારણકે ભવભ્રમણ ચાલુ છે અને અનંતાનંત પુદ્ગલપરાવર્તોનો કાળ ગયા પછી અહીં અર્ધપુદ્ગલ-પરાવર્ત બાકી રહે, ત્યારે સર્વ સંસારના શરીરધારી જીવોને સર્વ કર્મોની અંતઃકોટાકોટી સ્થિતિ બાકી રહે ત્યારે કોઈક જીવ ગ્રંથિનો ભેદ કરીને ઉત્તમ બોધિરત્ન પ્રાપ્ત કરે છે. કેટલાક જીવો યથાપ્રવૃત્તકરણ કરવા વડે ગ્રન્થિની નજીકના પ્રદેશમાં આવે છે પરંતુ બોધિ પ્રાપ્ત કર્યા વગર પાછા ફરી જાય છે, કેટલાક બોધિ પ્રાપ્ત કરે છે, પણ પાછા સીદાય છે અને ફરી ભવચક્રમાં ભ્રમણ કરે છે. કુશાસ્ત્રોનું શ્રવણ, મિથ્યાદૃષ્ટિઓ સાથેનો સંગ, ખરાબવાસના, પ્રમાદ સેવવો એ વગેરે બોધિના વિઘ્નો સમજવા. જો કે ચારિત્ર પ્રાપ્તિ દુર્લભ કહેલી છે પણ તે બોધિ-પ્રાપ્તિમાં સફળ છે, નહિંતર નિષ્ફળ સમજવી. અભવ્યજીવો પણ ચારિત્ર પ્રાપ્ત કરીને ત્રૈવેયક દેવલોક સુધી જાય છે. પરંતુ બોધિ વગર નિવૃત્તિ-સુખ તેઓ પામી શકતા નથી. બોધિરત્ન ન પ્રાપ્ત કરનાર ચક્રવર્તી પણ રંક જેવો છે અને બોધિરત્ન પ્રાપ્ત કરનાર રંક પણ ચક્રવર્તીથી પણ અધિક છે. સમ્યક્ત્વ પ્રાપ્ત કરેલ જીવો ભવમાં ક્યાંય પણ અનુરાગ કરતાં નથી. તેઓ મમતા વગરના હોવાથી અર્ગલા વગરની મુક્તિની આરાધના કરે છે. જે કોઈએ પહેલાં આ મુક્તિપદની પ્રાપ્તિ કરેલી છે, વળી જેઓ આગળ પ્રાપ્ત કરશે અને વર્તમાનમાં પણ જેઓ પ્રાપ્ત કરે છે તે સર્વે પણ અનુપમ પ્રભાવ અને વૈભવ સ્વરૂપ બોધિને પામીને. ઉત્તમ બોધિની ઉપાસના કરો, સ્તુતિ કરો, શ્રવણ કરો, બીજાનું શું પ્રયોજન છે ? બારમી બોધિ-ભાવના જણાવી. || ૧૦૯ || નિર્મમત્વના કારણભૂત ભાવનાનો ઉપસંહાર કરતા સમતાના ચાલુ અધિકાર સાથે તેને જોડે છેઃ—
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy