________________
४३०
યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ
સો યોજના નીચેના અને ઉપરના દશ દશ યોજન છોડી વચલા એંશી યોજનમાં અણપત્ની-પપત્ની વગેરે દક્ષિણ અને ઉત્તર દિશામાં વ્યવસ્થિત બનેલા આઠ વાણવ્યંતર નિકાયના દેવોના બળે ઈન્દ્રો છે.
તથા રત્નપ્રભા પૃથ્વીના સમતલપ્રદેશની ઉપર સાતસો નેવું યોજને જ્યોતિષ્કોની નીચેનો પ્રદેશ તેની ઉપર દશ યોજનમાં સૂર્ય, તેની ઉપર એંશી યોજને ચંદ્ર, તેની ઉપર વીશ યોજને તારા અને ગ્રહો, એ પ્રમાણે જ્યોતિષલોક એક્સોને દશ યોજન જાડાઈવાળો છે. અગિયારસોને એક્વીશ યોજન જંબુદ્વીપના મેરુને અડક્યા વગર અને લોકના છેડાથી અગિયારસો અગિયાર યોજન સ્પર્શ કર્યા વગર સર્વદિશામાં મંડલાકારે વ્યવસ્થિત રીતે ધ્રુવને છોડીને જ્યોતિષચક્ર ભ્રમણ કરે છે. કહેવું છે કે, “અગિયારસો એકવીશ અને અગિયારસો અગિયાર એમ મેરુ અને અલોક એ બંનેના બહારના ભાગમાં જ્યોતિષચક્ર ફરતુ રહે છે.”
અહિં સર્વના ઉપર સ્વાતિનક્ષત્ર, સર્વની નીચે ભરણિ નક્ષત્ર, સર્વની દક્ષિણમાં મૂલ, સર્વની ઉત્તરમાં અભીજિત નક્ષત્ર છે. તેમાં જંબુદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય, લવણસમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય, ધાતકીખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય, કાલોદધિસમુદ્રમાં બેતાલીશ ચંદ્ર અને સૂર્ય પુષ્કવરાર્ધમાં બોંતેર ચંદ્ર અને સૂર્ય, એ પ્રમાણે મનુષ્યલોકમાં એકસો બત્રીશ ચંદ્ર અને એક્સો બત્રીસ સૂર્ય થયા. અઠ્યાસી ગ્રહો, અઠ્ઠાવીસ નક્ષત્રો, છાસઠ હજાર, નવસો, પંચોતેર અધિક તારાઓની કોટિ કોટિ પ્રમાણ એક એક ચંદ્રનો પરિવાર છે. પ૬૬૧ યોજન લંબાઈ-પહોળાઈ પ્રમાણવાળું ચંદ્રનું વિમાન, ૪૮૬૧ યોજન લંબાઈ-પહોળાઈ પ્રમાણયુક્ત સૂર્યનું વિમાન, અર્ધયોજન-પ્રમાણ ગ્રહોનું વિમાન, નક્ષત્રોનું એક ગાઉ-પ્રમાણ વિમાન, સર્વોત્કૃષ્ટ આયુષ્યવાળા તારાનું અઈક્રોશ, સર્વજધન્ય આયુષ્યવાળાને પાંચસો ધનુષ્ય-પ્રમાણ વિમાન હોય, સર્વ વિમાનોનું બાહલ્ય-જાડાઈ પહોળાઈથી અર્ધ-પ્રમાણ હોય છે. આ વિમાનો પિસ્તાલીશ લાખ યોજન પ્રમાણવાળા મનુષ્યક્ષેત્રમાં હોય. ચંદ્રાદિક વિમાન વાહનોની આગળ પૂર્વમાં સિંહો, દક્ષિણે હાથીઓ, પશ્ચિમમાં વૃષભો અને ઉત્તર તરફ અશ્વો હોય છે. સૂર્ય અને ચંદ્રને સોળ હજાર હુકમ ઉઠાવનારા આભિયોગિક દેવો હોય છે. ગ્રહોને આઠ હજાર, નક્ષત્રોને ચાર હજાર, તારકોને બે હજાર આભિયોગિક પરિવાર હોય છે. પોતાની દેવગતિ અને દેવપુણ્ય હોવા છતાં તેઓ આભિયોગ્ય કર્મ-વશથી ત્યાં તે સિંહ, વૃષભ આદિ રૂપે ઉપસ્થિત થાય છે. માનુષોત્તર પર્વત પછી પચાસ હજાર યોજન ક્ષેત્ર-પરિધિની વૃદ્ધિ વડે સંખ્યાથી વૃદ્ધિ પામતા
લેશ્યવાળા ગ્રહો, નક્ષત્ર, તારાના પરિવારવાળા ઘેટાના આકાર સરખા અસંખ્યાતા, સ્વયંભૂરમણ સમુદ્રથી લાખ યોજન આંતરાવાળી શ્રેણિઓમાં રહેલા હોય છે
મધ્યલોકમાં તો જંબૂદ્વીપ અને લવણાદિક સમુદ્રો સારા સારા નામવાળા, આગલાં આગલાની પરિધિથી બમણી બમણી પરિધિ-વ્યાસ-ગોળાઈવાળા, અસંખ્યાતા વલયાકારવાળા દ્વીપો અને સમુદ્રો છે. છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર છે.
જંબૂદ્વીપના મધ્યભાગમાં મેરુપર્વત સુવર્ણકાળ સરખો ગોળ એક હજાર યોજન નીચે પૃથ્વીમાં છુપાઈ રહેલો, નવાણું હજાર યોજન ઉંચો, મૂળમાં દસ હજાર નેવું યોજન અધિક ૧૦0૯૦ વિસ્તારવાળો ધરણિતળમાં દસ હજાર યોજન વિસ્તારવાળો, ઉપર હજાર યોજન પહોળો, ત્રણ કાંડ-વિભાગવાળો અધોલોકમાં ૧OO યોજન, તિષ્ણુલોકમાં ૧૮૦૦ યોજન અને ઊર્ધ્વલોકમાં ૯૮૧૦) યોજન એ પ્રમાણે ત્રણે લોકના વિભાગ કરનાર, ભદ્રશાલ, નંદન, સૌમનસ અને પાંડુક એ નામનાં ચાર વનોથી પરિવરેલો છે. તેમાં શુદ્ધપૃથ્વી, પાષાણ, વજ (હીરા), કાંકરાઓની બહુલતાવાળો એક હજાર યોજન પ્રમાણવાળો પ્રથમ કાંડ છે. રૂપું, સોનું, અંક અને સ્ફટિકરત્નની બહુલતાવાળો ત્રેસઠ હજાર યોજન પ્રમાણવાળો બીજો