SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૦૫ ૪૩૧ કાંડ, સુવર્ણની બહુલતાવાળો છત્રીસ હજાર યોજન-પ્રમાણવાળો ત્રીજો કાંડ છે. વૈડૂર્યરત્નની બહુલતાવાળી, ચાળીશ યોજન ઊંચી તેની ચૂલિકા છે. જે મૂળમાં બાર યોજન લાંબી, મધ્યે આઠ યોજન અને ઉપર ચાર યોજન લાંબી છે. મેરુની તળેટીમાં વલાયાકારે ભદ્રશાલવન છે. ભદ્રશાલવનથી પાંચસો યોજન ઉપર ગયા પછી પાંચસો યોજન વિસ્તારવાળું પ્રથમ મેખલામાં વલયાકૃતિવાળું નંદનવન છે. ત્યારપછી સાડી બાસઠ હજાર યોજન ઉંચે ગયા પછી બીજી મેખલામાં પાંચસો યોજન વિસ્તારવાળું વલયાકૃતિવાળુ સૌમનસ વન છે. ત્યાર પછી છત્રીસ હજાર યોજન ઉપર ગયા પછી ત્રીજી મેખલામાં ચારસો ચોરાણું યોજન વિસ્તારવાળું વલયાકૃતિયુક્ત મેના શિખર ઉપર પાંડકવન છે. આ જંબૂદ્વીપમાં સાત ક્ષેત્રો છે. તેમાં દક્ષિણ બાજુ ભરતક્ષેત્ર, તેની ઉત્તરે હૈમવતક્ષેત્ર, ત્યાર પછી હરિવર્ષ ક્ષેત્ર ત્યાર પછી મહાવિદેહ, તે પછી રમ્યક ક્ષેત્ર, ત્યાર પછી હૈરણ્યવત ક્ષેત્ર, ત્યારપછી ઐરાવત ક્ષેત્ર છે. દરેક ક્ષેત્રોનો વિભાગ કરનાર હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલ, રુકમી અને શિખરી એ નામના પર્વતો છે. અનુક્રમે તેઓ હેમ, અર્જુન, તપનીય (સુવર્ણ), વૈડૂર્ય, ચાંદી અને તપનીયમય વિચિત્ર મણિરત્નોથી શોભાયમાન પડખાવાળા, મૂળ અને ઉપલા ભાગમાં સમાન વિસ્તારવાળા છે. તેમાં હિમવંત પર્વત પચીસ યોજન જમીનમાં અને સો યોજન ઉંચો, મહાહિમવંત તેનાથી બમણો એટલે બસો યોજન ઉંચો, નિષધપર્વત ચારસો યોજન ઉંચો, નીલપર્વત પણ તેટલો એટલે ચારસો યોજન ઉંચા, રુક્તિ મહાહિમવંત જેટલો, શિખરી હિમવંત જેટલો છે. તે પર્વતો ઉપર પધ, મહાપદ્મ, તિગિચ્છ, કેશરી, મહાપુંડરીક અને પુંડરીક નામના અનુક્રમે સરોવરો છે. પ્રથમ હજાર યોજન લાંબું અને પાંચસો યોજન પહોળું. બીજું તેથી બમણી લંબાઈ-પહોળાઈવાળું, ત્રીજું તેથી બમણી લંબાઈ-પહોળાઈવાળું છે. ઉત્તરમાં પુંડરીક આદિ દક્ષિણની માફક સરખા છે. દરેક સરોવરોમાં દશ યોજનની અવગાહનાવાળાં પાકમળો છે અને તેના ઉપર નિવાસ કરનારી અનુક્રમે શ્રીદેવી, ફ્રિીદેવી, ધૃતિદેવી, કીર્તિદેવી, બુદ્ધિદેવી અને લક્ષ્મીદેવીઓ છે. તેમનું આયુષ્ય એક પલ્યોપમનું, તેમ જ તેઓ સામાનિક દેવો, પર્ષદા દેવો તથા આત્મરક્ષક દેવોથી પરિવરેલી હોય છે. ત્યાં ભારતમાં ગંગા અને સિધુ નામની બે મોટી નદીઓ છે. હેમવતમાં રોહિતાશા અને રોહિતા હરિવર્ષમાં હરિકાન્તા અને હરિતા, મહાવિદેહમાં શીતા અને શીતોદા, રમ્યફમાં નારીકાન્તા અને નરકાન્તા હૈરણ્યવંતમાં સુવર્ણકૂલા અને રૂખકૂલા, ઐરાવતમાં રક્તા અને રક્તોદા નામની નદીઓ છે. તેઓમાં પહેલી કહી, તે નદી પૂર્વ તરફ વહન થનારી અને બીજી પશ્ચિમમાં વહેનારી જાણવી. તેમાં ગંગા અને સિક્યુ બંને નદીઓ ચૌદ હજાર નદીઓના પરિવારવાળી, રોહિતાશા અને રોહિતા બંને અઠ્ઠાવીશ હજાર નદીઓના પરિવારવાળી, હરિકાન્તા અને હરિતા બંને છપ્પન હજાર નદીઓના પરિવારવાળી, શીતા અને શીતોદા બંને નદીઓ પાંચ લાખ, બત્રીસ હજાર નદીઓના પરિવારવાળી છે. ઉત્તરની નદીઓનો પરિવાર દક્ષિણની માફક તેના સરખો સમજવો. તેમાં ભરતક્ષેત્રનો વિસ્તાર પાંચસો છવ્વીશ યોજન અને એક યોજનના ઓગણીશ ભાગ કરીએ, તેના છ ભાગ અર્થાત ૬/૧૯ યોજન, ત્યાર પછી અનુક્રમે બમણા બમણા વિસ્તારવાળા પર્વતો અને ક્ષેત્રો મહાવિદેહ સુધીના અને ઉત્તરના દરેક ક્ષેત્રો અને પર્વતો દક્ષિણ સરખા સમજવા. મહાવિદેહમાં નિષધ પર્વતની ઉત્તરે અને મેરુની દક્ષિણ પશ્ચિમ અને પૂર્વમાં વિદ્યુ—ભ અને સૌમનસ નામના નિષધની અંદર રહેલા ગજદંત આકૃતિવાળા પર્વતોથી વીંટળાએલાં, શીતોદા નદી વડે વિભાગ પામેલા પાંચ પાંચ કુંડો અને તેની બંને પડખે રહેલા દશ દશ કાંચન પર્વતો વડે શોભાયમાન, શીતોદા નદીના પૂર્વ-પશ્ચિમ બંને કાંઠે રહેલા એક હજાર યોજન ઊંચા, તેટલા જ નીચે વિસ્તારવાળા અને તેથી
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy