________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૦૫
૪૨૯ ४३१ वेत्रासनसमोऽधस्तान् मध्यतो झल्लरीनिभः ।
अग्रे मुरजसङ्काशो, लोकः स्यादेवमाकृतिः ॥ १०५ ॥ અર્થ : વળી - આ લોક નીચેથી ત્રાસન જેવો, મધ્યભાગે ઝાલર જેવો અને ઉપરથી મુરજ નામના વાજિંત્રની આકૃતિવાળો છે. || ૧૦૫ /
ટીકાર્થઃ વેત્રાસન જેવો નીચેનો ભાગ. છેક નીચેનો ભાગ વધારે પહોળો હોય, ઉપર ઉપરનો ભાગ સાંકડો થતો જાય, તેના જેવો નીચેનો આકાર, મધ્યનો ભાગ ઝાલર-વાજિંત્ર-વિશેષ તેના જેવો આકાર, મધ્યલોકની ઉપરનો ભાગ મૃદંગ જેવો એટલે કે ઉપર-નીચે સાંકડો, વચમાં પહોળો ભાગ - એમ ત્રણ આકારવાળો લોક સમજવો. કહેલું છે કે – “તેમાં ઉધું સરાવલું હોય, તેવો અધોલોક, થાળ જેવો તિર્યશ્લોક, અને બે સરાવલાનો સંપુટ બનાવે, તેવા આકારવાળો ઉર્ધ્વલોક હોય” (પ્રશમ. ૨૫૧) અહિ, અધઃ, તિર્યંગ, ઉર્ધ્વલોક એ રુચક પ્રદેશોની અપેક્ષાએ, મેરુપર્વતના બરાબર મધ્યભાગમાં ગાયના સ્તનાકારે ચાર આકાશ પ્રદેશો નીચેના ભાગમાં, તેના જ ઉપરના ભાગમાં તે જ પ્રમાણે ચાર બીજા રુચક-પ્રદેશો, એમ આઠ નીચે ઉપરના આકાશ-પ્રદેશો તે ચક પ્રદેશો છે. કહેવું છે કે- “તિરસ્કૃલોકના બરાબર મધ્યભાગમાં આઠ ચક–પ્રદેશો છે, તેનાથી જ દિશાઓ અને વિદિશાઓની ઉત્પત્તિ છે.” (આ. નિ. ૪૨)
તેમાં રુચક-પ્રદેશની નીચે અને ઉપર નવસો નવસો યોજન તિથ્થલોક છે, જેની જાડાઈ અઢારસો યોજન પ્રમાણ છે. તિર્જીલોકની નીચે નવસો યોજન છોડ્યા પછી લોકના અંત સુધીનો ભાગ, તે સાતરાજ પ્રમાણ અધોલોક છે. તેમાં કહેલા સ્વરૂપવાળી સાત પૃથ્વીઓ છે, તેમાં પ્રથમ રત્નપ્રભા નામની પૃથ્વીમાં એક લાખ એંશી હજાર યોજન ઉંચાઈ કહો કે જાડાઈ કહો, તેના ઉપર અને નીચેના એક એક હજાર યોજન છોડીને વચ્ચે ૧ લાખ, ૭૮ હજાર યોજનની અંદર ભવનપતિ-દેવોના ભવનો છે. તેઓ અસુર, નાગ, વિદ્યુત, સુપર્ણ, અગ્નિ, વાયુ, સ્વનિત, ઉદધિ, દીપ અને દિકુમાર નામના ભવનપતિ-દેવો છે. તેઓ ચૂડામણિ, સર્પ, વજ, ગરુડ, ઘટ, અશ્વ, વર્ધમાન, મગર, સિંહ અને હાથીના ચિહનવાળા છે. તેમાં ભવનપતિ-દેવો દક્ષિણ અને ઉત્તર દિશામાં વ્યવસ્થિત થએલા બે બે ઈન્દ્રો હોય છે. તેમાં ચમરેન્દ્ર અને બલીન્દ્ર નામના બે ઈન્દ્રો અસુરકુમાર દેવોના છે. ધરણેન્દ્ર અને ભૂતાનંદઇન્દ્ર નાગકુમાર દેવોના છે, હરિ અને હરીસહ નામના બે ઈન્દ્રો વિદ્યુતકુમાર દેવોના છે. વેણુદેવ અને વેણુદાલિ નામના બે ઈન્દ્રો સુપર્ણકુમાર દેવોના, અગ્નિશિખ અને અગ્નિમાણવ નામના બે ઈન્દ્રો અગ્નિકુમાર દેવોના, વેલંબ અને પ્રભંજન વાતકુમાર દેવોના ઈન્દ્રો, સુઘોષ અને મહાઘોષ સ્વનિતકુમાર દેવોના ઈન્દ્રો, જલકાત્ત અને જલપ્રભ ઈન્દ્ર ઉદધિકુમાર દેવોના, પૂર્ણ અને વિશિષ્ટ નામના બે ઇન્દ્રો દ્વીપકુમાર દેવોના, અમિત અને અમિતવાહન નામના બે ઈન્દ્રો દિકુમાર દેવોના જાણવા. આ જ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના એક હજાર યોજનમાં ઉપર અને નીચેના સો સો યોજન છોડીને વચલા આઠસો યોજનમાં આઠ પ્રકારના પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિમ્બુરુષ, મોરગ અને ગંધર્વ અનુક્રમે કદંબવૃક્ષ, સુલસવૃક્ષ, વડલાનું વૃક્ષ, ખટ્વાંગ (તાપસ ઉપકરણ), અશોકવૃક્ષ, ચમ્પકવૃક્ષ, નાગવૃક્ષ, તુમ્બવૃક્ષના ચિહ્નવાળા, તિસ્કૃલોકમાં વાસ કરનારા વ્યંતર દેવોના નગરો છે. તેમાં પણ દક્ષિણ અને ઉત્તર દિશામાં બબ્બે ઈન્દ્રોની વ્યવસ્થા છે. તેમાં પિશાચોનાં કાલ અને મહાકાલ, ભૂતોના સરૂપ અને પ્રતિરૂપ, યક્ષોના પૂર્ણભદ્ર અને માણિભદ્ર, રાક્ષસોના ભીમ અને મહાભીમ, કિન્નરોના કિન્નર અને કિંપુરુષ, કિંગુરુષોના સપુરુષ અને મહાપુરુષ, મહોરગોના અતિકાય અને મહાકાય, ગંધર્વોના ગીતરતિ અને ગીતયશા નામના ઈન્દ્રો છે. તેમ જ રત્નપ્રભામાં પહેલા