SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૯૬-૧૦૨ ૪૨૫ તથા– ४२६ अबन्धूनामसौ बन्धु-रसखीनामसौ सखा । अनाथानामसौ नाथो, धर्मो विश्वैकवत्सलः ॥ १०० ॥ અર્થ : જગતમાં એક વત્સલરૂપ જિનધર્મ બંધુ વિનાના જીવો માટે બધુ તુલ્ય છે, મિત્ર વગરના આત્માઓનો મિત્ર છે અને અનાથ આત્માઓનો નાથ છે. | ૧૦૦ || ટીકાર્ય : આ ધર્મ બંધ વગરનાઓ માટે બંધુ છે. કારણકે જે વિપત્તિમાં સહાય કરનાર, તેમાંથી પાર ઉતારનાર હોય છે, તે બંધુ છે. તેનું કાર્ય કરનાર, પ્રીતિ ઉત્પન્ન કરનાર હોવાથી મિત્ર વગરનાઓ માટે આ મિત્ર છે. યોગ અને ક્ષેમ બંને કરનાર હોવાથી નાથ વગરનાઓ માટે એ નાથ છે. કહેલું છે કે “યોગક્ષેમ કરનાર હોય, તે નાથ કહેવાય.” અહીં હેતુ કહે છે– જગતમાં અદ્વિતીય વત્સલ કોઈ હોય, તો તે ધર્મ છે. ગાય વાછરડાને સ્નેહથી ગ્રહણ કરે છે તેથી વત્સલ ગણાય છે; તેની માફક સમગ્ર જગતને પ્રીતિનું કારણ હોવાથી ધર્મ પણ વત્સલ છે. || ૧૦૦ // હવે અનર્થફળની નિવૃત્તિ થતી હોવાથી અભણ સામાન્યજનો પણ ધર્મ કરવાની અભિલાષા રાખે છે, તેથી ધર્મનું ફળ કહે છે. ४२७ रक्षोयक्षोरगव्याघ्र-व्यालाऽनलगरादयः । નાપવતું « તેષાં, ચૈઈ, શરy fશ્રતઃ | ૧૦૨ છે અર્થ : જે જીવોએ ધર્મના શરણનો સ્વીકાર કર્યો છે, તેઓને રાક્ષસ, યક્ષ, સાપ, વાઘ, ઉન્મત્ત હાથી, અગ્નિ અને ઝેર આદિ કોઈપણ અપકાર કરવા સમર્થ બનતા નથી. // ૧૦૧ // ટીકાર્થ : જેઓએ આ ધર્મનું શરણ સ્વીકાર્યું છે, તેઓને રાક્ષસ, યક્ષ, સર્પ, વાઘ, સિંહ, અગ્નિ, ઝેર વગેરે કશો પણ ઉપદ્રવ કરવા સમર્થ થઈ શકતા નથી. // ૧૦૧ || હવે પ્રધાનભૂત અનર્થ ટાળવાપણું અને ઉત્તમ પદાર્થની પ્રાપ્તિરૂપ ધર્મનું ફળ કહે છે४२८ धर्मो नरकपाताल - पातादवति देहिनः । धर्मो निरुपमं यच्छ-त्यपि सर्वज्ञवैभवम् ॥ १०२ ॥ અર્થ : શ્રી જિનધર્મ આત્માને નરકરૂપ પાતાળમાં પડવાથી બચાવે છે અને ધર્મ નિરૂપમ કોટિના સર્વજ્ઞત્વના વૈભવને પણ આપે છે. ૧૦૨ / ટીકાર્થ : કહેલો ધર્મ નરકમાં પડવાથી રક્ષણ કરનાર, તે રૂપ નુકસાનથી અટકાવનાર, તેમ જ સર્વજ્ઞના વૈભવને પણ પ્રાપ્ત કરાવનાર પ્રધાનફળની પ્રાપ્તિરૂપ ધર્મ છે. બાકીનું તો આનુષંગિક ફળ સમજવું. અહીં આંતર શ્લોકોનો ભાવાર્થ જણાવાય છે આ દશ પ્રકારના યતિધર્મને મિથ્યાષ્ટિઓએ દેખ્યો નથી અને જે કોઈકે ક્યાંક કહેલ છે તે પણ માત્ર વાણીથી વર્ણન કરવા પૂરતું સમજવું. તત્ત્વોના અર્થો વાણીમાં દરેકને હોય, કેટલાકને મનમાં હોય, પરંતુ ક્રિયાથી પણ હંમેશા અમલ કરતા હોય તો જિનમત માનનાર સમજવા. વેદશાસ્ત્રોમાં પરાધીન બુદ્ધિવાળા અને તેના સૂત્રો કંઠે મુખપાઠ રાખનારા તત્ત્વથી લેશ પણ ધર્મરત્નને જાણતા નથી. ગોમેધ, નરમધ, અશ્વમેધ વિગેરે યજ્ઞ કરાવનારા-પ્રાણીઓનો ઘાત કરનારા અને કરાવનારા યાજ્ઞિકોને ધર્મ કેવી રીતે હોય?
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy