________________
-
૪૨૬
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ ને શ્રદ્ધા ન કરવા યોગ્ય અસત્ય અને પરસ્પર વિરોધિ વસ્તુનો પ્રલાપ કરનારા પુરાણ કરનારા પૌરાણિકોને ધર્મ કયો ? કેવો ? ખોટી વ્યવસ્થાઓ વડે બીજાનું દ્રવ્ય પડાવનારા, માટી, જળ આદિથી શૌચધર્મ જણાવનારા સ્માર્તા વગેરેને ધર્મ કેવી રીતે સંભવે ? ઋતુકાળ વીત્યા પછી ગર્ભહત્યા કે બાળહત્યા કરનાર, બ્રહ્મચર્યનો અપલાપ કરનાર બ્રાહ્મણોને બ્રહ્મ એટલે ધર્મ કેવી રીતે સંભવે ? ન દેવાની ઈચ્છાવાળા યજમાન પાસેથી પણ સર્વ ઝુટવી લેવાની ઇચ્છાવાળા, ધન માટે પ્રાણ-ત્યાગ કરનારા બ્રાહ્મણોને અકિંચનપણું કેવી રીતે હોય ? રાત્રે અને દિવસે મુખને પૂછીને ભક્ષણ કરનારા, ભક્ષ્યાભઢ્યના વિવેક વગરના સૌગતોનેબૌદ્ધધર્મવાળાને તપધર્મ જ કયાં છે ? “કોમળ શય્યા, સવારે મીઠારસનું પાન, બપોરના ભોજન, સાંજે ઠંડુ પીણું, મધ્યરાત્રે દ્રાક્ષા અને સાકર, ઈચ્છા પ્રમાણે ખાવા-પીવામાં શાક્ય સુંદર ધર્મ જણાવેલો છે !” નજીવા એવા અપરાધમાં ક્ષણવારમાં શાપ આપતા લૌકિક ઋષિઓમાં ક્ષમાધર્મનો અંશ પણ સંભવતો નથી. ‘પોતાની બ્રાહ્મણ જાતિ સર્વોત્તમ છે.” એવા જાતિ આદિના મદવાળા દુર્વર્તનવાળા અને તેવા જ ચિત્તવાળા ચાર આશ્રમમાં વર્તતા બ્રાહ્મણોને માર્દવધર્મ ક્યાંથી હોય ? હૃદયમાં દંભના પરિણામ વહેતા હોય, બહારથી બકવૃત્તિ ધારણ કરનાર, પાખંડ-વ્રત ધારણ કરનારાઓને સરળતાનો લેશ પણ ક્યાંથી હોય? પત્ની, ઘર, પુત્રાદિ પરિવાર અને સદા પરિગ્રહવાળા લોભના એકમાત્ર કુલગૃહ એવા બ્રાહ્મણોને મુક્તિધર્મ કેવી રીતે હોય? તેથી કરીને રાગદ્વેષ-મોહ વગરના કેવળજ્ઞાનવાળા અરિહંત ભગવંતોની આ ધર્મસ્વાખ્યાતના ભાવના વિચારવી. રાગથી, દ્વેષથી કે મોહ-અજ્ઞાનથી ફેરફાર-વિતર્થ બોલવાનું થાય. તેના અભાવમાં અરિહંતોની વિતકવાદિતા કેવી રીતે હોય? જેઓ રાગાદિક દોષો વડે કલુષિત ચિત્તવાળા હોય, તેઓના મુખમાંથી સત્યવાણી કદાપિ નીકળતી નથી. તે આ પ્રમાણે યજ્ઞ કરાવવો, હવન કરવું ઈત્યાદિ તથા અનેક વાવડી, કૂવા, તળાવ, સરોવર આદિ ઈષ્ટાપૂર્ત કાર્યો કરતાં, પશુઓનો ઘાત કરવાથી સ્વર્ગલોકના સુખની પ્રાપ્તિ બતાવતા બ્રાહ્મણોને ભોજન આપવાથી, પિતૃઓને તૃપ્તિ કરાવવાની અભિલાષાવાળા, ઘીની યોનિ આદિ કરાવવી તે રૂપ પ્રાયશ્ચિત્ત કરાવનારા, પાંચ આપત્તિના કારણે સ્ત્રીઓના ફરી લગ્ન કરાવનારાં, પુત્ર ન થતાં હોય તેવી સ્ત્રીઓ વિષે ક્ષેત્રજ અપત્ય (બીજા પુરૂષ દ્વારા ઉત્પન્ન)નું કથન કરનારા, દોષિત સ્ત્રીઓની રજોથી શુદ્ધિ કહેનારા, કલ્યાણબુદ્ધિથી યજ્ઞમાં હણેલા બોકડા આદિના લિંગથી આજીવિકા ચલાવનારા, સૌત્રામણિયજ્ઞમાં સાત પેઢી સુધી મદિરાપાન કરનારા, વિષ્ટાભક્ષણ કરનારી, ગાયને સ્પર્શ કરવાથી પવિત્રતા માનનારા, જળાદિકના જ્ઞાનમાત્રથી પાપશુદ્ધિ કહેનારા, વડલા, પીપળા, કોડ, આમળા, આંબલી આદિ વૃક્ષોની પૂજા કરાવનારા અને કરનારા, અગ્નિમાં ઘી આદિના હવન વડે દેવ-દેવીઓને ખુશ કરવાનું માનનારા, ભૂમિ પર ગાયને દોહન કરવાથી અમંગળની શાંતિ માનનારા, સ્ત્રીઓને વિડંબના આપવા સરખા વ્રત અને ધર્મનો ઉપદેશ કરનારા, તથા જટા ધારણ કરવી, કાનમાં પટલ, શરીરે ભસ્મ લગાડવી, લંગોટી પહેરવી, આકડા, ધતૂરા, બીલીપત્ર, તુલસી આદિથી દેવપૂજા કરનારા, કુલા (નિતંબ) વગાડતા, ગીત-નૃત્યાદિ વારંવાર કરતા અને વદનના શબ્દથી વાજિંત્રના શબ્દો કરતા, અસત્યભાષા બોલવા પૂર્વક મુનિઓ, દેવો અને લોકોને હણતા, વ્રતભંગ કરી દાસપણું અને દાસીપણું ઈચ્છતા, વારંવાર પાશુપત-વ્રત ગ્રહણ કરતા અને વળી છોડતા, ઔષધાદિના પ્રયોગ કરવા વડે જૂ-લીખોને મારી નાંખતા, મનુષ્યના હાડકાનાં આભૂષણો ધારણ કરતા, શૂળ અને ખટ્વાંગને વહન કરતા, ખપ્પર (ખોપરી)માં ભોજન કરતા, ઘંટારૂપ નૂપૂર ધારણ કરતા, મદિરા, માંસ અને સ્ત્રીના ભોગમાં આસક્ત બનેલા, નિરંતર નિતંબ (કુલા) ઉપર ઘંટ બાંધી વારંવાર ગાયન નૃત્ય કરનારા, તેઓને ધર્મ કેવી રીતે સંભવે ? તથા અનંતકાય-કન્દાદિ ફળ, મૂળ અને પત્રોનું ભોજન કરનારા, વળી સ્ત્રી-યુક્ત વનવાસ