SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ ४२२ आप्लावयति नाम्भोधि-राश्वासयति चाम्बुदः । યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ यन्महीं स प्रभावोऽयं ध्रुवं धर्मस्य केवलः ॥ ९६ ॥ અર્થ : જે સમુદ્ર ડુબાડતો નથી, મેઘ આ પૃથ્વીને જે આશ્વાસન આપે છે, તે નિશ્ચે પ્રભાવ કેવલ ધર્મનો છે. | ૯૬ || ટીકાર્થ : આ પૃથ્વીને સમુદ્ર ડુબાડી દેતો નથી, તથા મેઘ આ જગત ઉપર ઉપકાર છે, તે માત્ર જો પ્રભાવ હોય તો એકલા ધર્મનો જ છે. અહીં અનર્થ-પરિહાર અને અર્થ-પ્રાપ્તિ બંને ફળો જણાવ્યા. || ૯૬ || હવે સાધારણ ધર્મનું સાધારણ ફલ કહે છે— ४२३ न ज्वलत्यनलस्तिर्यग्, यदूर्ध्वं वाति नानिलः । અચિત્ત્વમહિમા તંત્ર, ધર્મ વ નિવસ્થનમ્ ॥ ૧૭ ॥ અર્થ : જે અગ્નિ તીર્થો બળતો નથી, જે પવન ઉ૫૨ વાતો નથી, ત્યાં અચિત્ત્વ મહિમાવાળો ધર્મ એક જ કારણભૂત છે. || ૯૭ || ટીકાર્થ : જગતમાં અગ્નિ તિર્થ્રો સળગતો નથી અને વાયુ ઉપર આકાશમાં વાતો નથી, તે અચિન્ત્ય પ્રભાવ હોય તો અને તેમાં ખરૂં કારણ હોય તો તે એક ધર્મનું જ સમજવું. મિથ્યાર્દષ્ટિઓ પણ કહે છે કે, ‘અગ્નિ ઉર્ધ્વ સળગે છે, પવન તિર્થ્રો વાય છે, તેમાં કોઈ અદૃષ્ટ જ કારણ સમજવું. ॥ ૯૭ ॥ તથા— 1 ४२४ निरालम्बा निराधारा, विश्वाधारा वसुन्धरा यच्चावतिष्ठते तत्र धर्मादन्यन्न कारणम् ૫ ૧૮ ॥ અર્થ : વિશ્વના આધારભૂત પૃથ્વી આલંબન અને આધાર વિના રહે છે, તેમાં પણ ધર્મ સિવાય બીજો કોઈ હેતુ નથી. ॥ ૯૮ ॥ ટીકાર્થ : દોરડા આદિ આલંબન વગરની, શેષનાગ, કૂર્મ, વરાહ, દિગ્ગજો-દિશાહાથી આદિના આધાર વગરની, (તેઓ હોવામાં કંઈ પણ પ્રમાણ મળતું ન હોવાથી), આ ચરાચર જગત-વિશ્વના આધારરૂપ પૃથ્વી અધ્ધર ટકી રહેલી છે, નીચે પડતી નથી, તેમાં ધર્મ સિવાય બીજું કારણ નથી. અન્વયવ્યતિરેકથી વિચારતા ધર્મ સિવાય કોઈ પણ ટકાવનાર હેતુ નથી. ॥ ૯૮ ॥ તથા— ४२५ सूर्याचन्द्रमसावेतौ, विश्वोपकृतिहेतवे 1 उदयेते जगत्यस्मिन् नूनं धर्मस्य शासनात् ૫ ૧૧ ॥ અર્થ : ખરેખર ધર્મના શાસનથી-હુકમથી જ સૂર્ય અને ચંદ્ર વિશ્વના ઉપકાર માટે આ જગતમાં ઉદય પામે છે. ।। ૯૯ || ટીકાર્થ : આ સૂર્ય અને ચંદ્ર બંને જગતના પરોપકાર માટે આ લોકમાં ઉદય પામે છે, નક્કી તેમાં કોઈ પ્રભાવ હોય તો આ ધર્મના શાસનનો જ પ્રભાવ છે. | ૯૯ |
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy