SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ફળ છે. ૨. વૈયાવૃત્ય - પ્રવચનમાં કહેલી ક્રિયાના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતો, તેનો ભાવ તે વૈયાવૃજ્ય. વ્યાધિ, પરીષહ, મિથ્યાત્વ આદિના ઉપદ્રવમાં તેનો પ્રતિકાર તથા બાહ્ય તકલીફના અભાવમાં પોતાની કાયાથી તેને અનુકુલ જે અનુષ્ઠાન. તે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, નવદીક્ષિત, બિમાર સાધુ, સમાનધર્મી, કુલ, ગણ અને સંઘ એમ દસનું વૈયાવચ્ચ વિષય-ભેદથી જણાવેલું છે. - તેમાં પોતે પાંચ પ્રકારના આચારો પાળે અને બીજાને પળાવે, અથવા જેની સેવા કરાય, તે આચાર્ય. તેના પાંચ પ્રકાર આ પ્રમાણે- ૧. પ્રવ્રાજક આચાર્ય અર્થાત્ દીક્ષા આપનાર, ૨. દિગાચાર્ય, ૩. યોગાદિક ક્રિયા કરાવનાર ઉદેશકાચાર્ય, ૪. સૂત્રના સમુદેશ-અનુજ્ઞા કરાવનાર આચાર્ય ૫. પરંપરાથી સૂત્ર આવેલાં હોય, તેને આપનાર વાચનાચાર્ય. તેમાં સામાયિક-વ્રતાદિ આરોપણ કરનાર પ્રવ્રાજકાચાર્ય. સચિત્ત, અચિત્ત, મિશ્ર વસ્તુની અનુજ્ઞા આપનાર દિગાચાર્ય. પ્રથમ શ્રુતજ્ઞાનનો ઉદેશો કરનાર ઉદેશાચાર્ય. ઉદેશ કરનાર ગુરૂના અભાવમાં તે જ શ્રુતના સમદેશ અને અનુજ્ઞાની વિધિ કરાવનાર સમુદેશાનુજ્ઞાચાર્ય ઉત્સર્ગ, અપવાદલક્ષણ પરંપરાથી આવેલા અર્થની જે વ્યાખ્યાઓ આપે, પ્રવચનના અર્થ કહેવા દ્વારા ઉપકાર કરનારા. અક્ષ, નિષદ્યા આદિની અનુજ્ઞા આપનાર, આમ્નાયના અર્થો જણાવનાર આમ્નાયાર્થ વાચકાચાર્ય આચારવિષયક કે સ્વાધ્યાય કથન કરનાર એવા પાંચ પ્રકારના આચાર્યો. આચાર્યે આપેલી અનુજ્ઞાથી સાધુઓ જેની પાસે વિનયથી અભ્યાસ કરે, તે ઉપાધ્યાય. સ્થવિર એટલે વૃદ્ધ સાધુ તેના ત્રણ ભેદ આ પ્રમાણેશ્રત, પર્યાય અને વયથી વિર. સમવાયાંગ સુધીના અભ્યાસી સાધુ શ્રુતસ્થવિર. દીક્ષા લીધાને વશ વર્ષ થયાં હોય, તે પર્યાય-સ્થવિર. સીત્તેર વર્ષ કે તેથી અધિક વયવાળા વયસ્થવિર કહેવાય. ચાર ઉપવાસથી માંડી કંઈક ન્યૂન છમાસ સુધીનું તપ કરનારા તપસ્વી કહેવાય. તાજી દીક્ષા લેનાર શિક્ષાયોગ્ય તેવા નવદીક્ષિત. રોગાદિકથી નિર્બળ તાકાતવાળા તે ગ્લાન. સમાન ધર્મવાળા-બાર પ્રકારના સંભોગવાળા-લેવડદેવડ-વ્યવહારવાળા એવા સાધર્મિકો. એક જાતિ-સામાચારી-આચરણાવાળા ઘણા ગચ્છોનો સમુદાય તે ચંદ્રાદિ નામવાળાં કુલ કહેવાય. એક આચાર્યની નિશ્રામાં રહેનાર સાધુ-સમુદાય તે ગચ્છ. કુલનો સમુદાય તે કોટિક આદિ ગણ. સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકોઓનો સમુદાય, તે સંઘ. આ આચાર્યાદિકોને અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય, પાટ, પાટલા, સંસ્મારક આદિ ધર્મ-સાધનો પ્રતિલાભવાં; તેમની ભેષજ-ઔષધ શશ્રષા-સેવા-ભક્તિ-વૈયાવચ કરવી: જંગલ વટાવવામાં સહાયતાઃ રોગ, ઉપસર્ગાદિકમાં સારસંભાળ રાખવી ઈત્યાદિ વૈયાવૃજ્ય. ૩. સ્વાધ્યાય - મર્યાદાથી કાળવેળા ત્યાગ કરીને પૌરુષી આદિ અપેક્ષાએ સૂત્રાદિનું અધ્યયન કરવું. તેના પાંચ પ્રકાર છે - વાચના, પ્રચ્છના, અનુપ્રક્ષા, પરાવર્તન અને ધર્મોપદેશ કરવો. તેમાં શિષ્યોને સૂત્રાદિક ભણાવવાં તે વાચના. ગ્રંથના અને અર્થના સંદેહ છેદવા માટે કે નિશ્ચિત અર્થ-બળ સ્થાપન કરવા માટે બીજા પાસે વ્યાખ્યા કરાવવી કે પૂછવી તે પ્રચ્છના. ગ્રંથ અને અર્થનું મનથી ચિંતન કરવું, તે અનુપ્રેક્ષા. વિશુદ્ધ ઉચ્ચારથી પરાવર્ત-ગુણન કરવું તે પરાવર્તન આખ્યાન. ધર્મોપદેશ, અર્થોપદેશ, વ્યાખ્યાન આપવું, અનુયોગ વર્ણન કરવું, તે સર્વ ધર્મોપદેશમાં આવી જાય. ૪. વિનય - આઠ પ્રકારનાં કર્મો જેનાથી દૂર કરાય, તે વિનય. તે ચાર પ્રકારનો છે. જ્ઞાન-વિનય, દર્શન-વિનય, ચારિત્ર-વિનય અને ઉપચાર-વિનય. તેમાં બહુમાન-સહિત જ્ઞાન ગ્રહણ કરવું, અભ્યાસ કરવો, યાદ રાખવું, તે જ્ઞાન-વિનય. સામાયિકસૂત્રથી માંડી લોકબિન્દુસાર સુધીના શ્રુતજ્ઞાનમાં ભગવંતે કહેલા પદાર્થોમાં લગાર પણ ફેરફાર નથી જ એવા પ્રકારની નિઃશંક્તિ શ્રદ્ધાવાળા થવું, તે દર્શન-વિનય.
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy