SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૯૧ ૪૧૯ ચારિત્રવાળામાં અને ચારિત્રમાં આદરવાળા-સદ્ભાવવાળા થવું તે ચારિત્ર વિનય. સામા જવું, અંજલિ જોડવી ઈત્યાદિક ઉપચાર-વિનય. પરોક્ષમાં પણ તેઓ માટે કાયા, વચન, મનથી અંજલિ-ક્રિયા, ગુણ - સંકીર્તન અને સ્મરણ આદિ કરવાં, તે ઉપચાર-વિનય. ૫. વ્યુત્સર્ગ - વોસરાવવા યોગ્યનો ત્યાગ, તે વ્યુત્સર્ગ. તે બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારનો છે. તેમાં બાહ્ય બાર પ્રકારની ઉપાધિથી વધારાની ઉપધિનો ત્યાગ અથવા અનેષણીય કે જીવ-જંતુથી સચિત્ત પદાર્થો યુક્ત અન્ન-પાનાદિકનો ત્યાગ કષાયોનો ત્યાગ તથા મૃત્યકાલે શરીરનો ત્યાગ, તે અત્યંતર વ્યુત્સર્ગ. શંકા કરી કે, “બુત્સર્ગ પ્રાયશ્ચિત્તની અંદર કહેલો જ છે, વળી અહીં બીજી વખત શા માટે કહ્યું? સમાધાન કરે છે કે, “બરાબર, ત્યાં અતિચારની વિશુદ્ધિ માટે કહેલ છે, અહીં તો સામાન્ય નિર્જરા માટે કહેલ હોવાથી પુનરુક્ત નથી.” ૬. શુભ ધ્યાન - આર્ત, રૌદ્ર છોડીને ધર્મ અને શુક્લ એવા બે શુભધ્યાન ધ્યાવાં. આર્ત અને રૌદ્ર ધ્યાનની વ્યાખ્યા પહેલા કહેવાઈ ગઈ છે અને ધર્મ તથા શુક્લ પ્લાનની વ્યાખ્યા આગળ કહેવાશે. આ પ્રમાણે છ પ્રકારનું અત્યંતર તપ. અત્યંતરકર્મનો તપાવનાર-બાળનાર હોવાથી અથવા અંતર્મુખ બન્યા હોય તેવા કેવલજ્ઞાની ભગવંતોથી જાણી શકાય તેવું હોવાથી આને અત્યંતર તપ કહ્યું છે. સર્વથી છેલ્લો સર્વ તપના ઉપર ધ્યાનનો પાઠ રાખ્યો, તે એટલા માટે કે મોક્ષ-સાધનોમાં ધ્યાનનું મુખ્યપણું છે. કહેલું છે કે – “જો કે સંવર, નિર્જરા, મોક્ષના માર્ગો છે, પણ તે બે કરતાં પણ તપ પ્રધાન છે. તપમાં પણ ધ્યાન પ્રધાન છે, તેથી ધ્યાન મોક્ષનો હેતુ છે. (ધ્યાનેશતક ગા. ૯૬) | ૯૦ //. હવે તેમને નિર્જરાનું કારણ પ્રગટ કરતા કહે છે– ४१७ दीप्यमाने तपोवह्नौ, बाह्ये चाभ्यन्तरेऽपि च । यमी जरति कर्माणि, दुर्जराण्यपि तत्क्षणात् ॥ ९१ ॥ અર્થ : બાહ્ય-અભ્યતર તપરૂપ અગ્નિ દીપ્તિમાન હોવાથી સાધુ દુઃખપૂર્વક નાશ પામે તેવા કર્મોને તે જ ક્ષણમાં ખપાવે છે. ૯૧ ||. ટીકાર્થ : તારૂપ અગ્નિ-પાપરૂપ વનને બાળી નાંખનાર હોવાથી તપ-અગ્નિ. તે જ્યારે પ્રબળ બને છે ત્યારે સંયમવાળો આત્મા દુઃખે ક્ષય કરી શકાય તેવા જ્ઞાનાવરણીયાદિ કર્મોને તપસ્યાથી બાળીને ભસ્મ કરી નાંખે છે. તપ નિર્જરા-હેતુ છે, તે ઉપલક્ષણ છે. બાકી તો સંવરનો પણ હેતુ છે. વાચકમુખ્ય ઉમાસ્વાતિજીએ કહેલું છે કે– ‘તપથી સંવર અને નિર્જરા થાય છે' (તત્ત્વાર્થ ૯૪) તપ એ સંવર કરનાર હોવાથી આવતા નવીન કર્મસમૂહને અટકાવનાર અને જૂના કર્મોની નિર્જરા કરાવનાર છે તથા નિર્વાણ પમાડનાર છે. અહીં આંતરશ્લોકોનો ભાવાર્થ કહે છેઃ જેમ સરોવરના દ્વારા ચારે બાજુથી ઉપાય પૂર્વક બંધ કર્યા હોય તો નવા જળપ્રવાહથી સરોવર પૂરતું નથી, તે જ પ્રમાણે આશ્રવ-નિરોધ કરવાથી સંવરથી સમાવૃત્ત થએલો આત્મા નવા નવા કર્મદ્રવ્યો વડે પૂરાતો નથી. જેવી રીતે પહેલાનું એકઠું થએલું સરોવરનું જળ સૂર્યના પ્રચંડ તાપથી સંતાપ પામી વારંવાર શોષાયા કરે છે, તેવી રીતે જીવે પહેલા બાંધેલા સર્વ કર્મો તપ વડે શોષવામાં આવે, તો ક્ષણવારમાં સુકાઈને ક્ષય પામે છે. બાહ્યતપ કરતાં અત્યંતરતા નિર્જરાનું શ્રેષ્ઠ કારણ છે. તેમાં પણ ધ્યાનતપને એક છત્રરૂપ મુનિઓએ કહેલું છે. લાંબા કાળના ઉપાર્જન કરેલા ઘણાં અને પ્રબળ કર્મનો ધ્યાનશાળી યોગી તત્કાલ ક્ષય કરે છે. જેમ પુષ્ટ થએલ દોષ લંઘન કરવાથી શોષાઈ જાય છે, તેવી જ રીતે પૂર્વ એકઠા કરેલ
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy