SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૯૦ ૪૧૭ કરો, બેસાડો, ભિક્ષા જાવ, પાત્ર પલેવો” એમ કહે ત્યારે કોપાયમાન પ્રિય બાંધવ માફક મૌનપણે બીજો સાધુ કાર્ય કરી આપે. (વ્યવહાર ભાષ્ય ૧/૩૬૮) આટલું તપ કરે ત્યારે ફરી વડી દીક્ષા અપાય. ૧૦. પારાંચિત - પ્રાયશ્ચિત્તોનો પાર અથવા છેડો એટલે કે તેનાથી ચડીયાતા પ્રાયશ્ચિત્તનો અભાવ, અથવા અપરાધોનો છેડો પામવો, તે જ પારાંચિત. તે મોટો અપરાધ થાય, ત્યારે વેષથી, કુલથી, ગણથી કે સંઘથી તેનો બહિષ્કાર કરવો. આ છેદ સુધીનાં પ્રાયશ્ચિત્તો ગુમડાંની ચિકિત્સા સરખાં પૂર્વાચાર્યોએ કહેલાં છે. તેમાં બહુ જ નાનું શલ્ય-નાની ફાંસ - કે શરીરમાં જે લોહી સુધી પહોંચી નથી, માત્ર ચામડી સાથે લાગેલી હોય તેવા પ્રકારની ફાંસ - શલ્ય કે ડાભની અણી ચામડીમાં લાગેલી હોય, તે શરીરમાંથી બહાર કાઢી શકાય છે. ત્યાં જે છિદ્ર પડેલું હોય, તેનું મર્દન કરવાની જરૂર નથી કારણ કે શલ્ય અલ્પ હોવાથી છિદ્ર પણ નાનું છે. બીજું શલ્ય એટલે ફાંસ બહાર કાઢી તો છિદ્રનું મર્દન કરવું પડે. પણ કાનના મેલથી છિદ્ર પૂરવાની જરૂર રહેતી નથી. ત્રીજા પ્રકારમાં શલ્ય વધારે ઊંડું ગયું હોય, તેને બહાર કાઢયા પછી શલ્ય-સ્થાનનું છિદ્રનું મર્દન કરવું પડે અને કાનનો મેલ છિદ્રમાં પૂરવો પડે. ચોથામાં શલ્ય ખેંચી કાઢવું, મર્દન કરવું, અને વેદના દૂર કરવા માટે લોહી પણ દાબીને બહાર કાઢી નાખવું. પાંચમામાં તો અતિ ઉંડાણમાં ગયેલું શલ્ય, તેનો ઉદ્ધાર કરવાનો હોય તો તેમાં ગમન કરવું, જવા-આવવાનું, ચાલવાનું વગેરે ક્રિયાઓ બંધ કરવી. છઠ્ઠામાં શલ્યનો ઉદ્ધાર કર્યા પછી માત્ર હિત, મિત, પથ્ય ભોજન અગર અભોજનવાળા રહેવું. સાતમાં પ્રકારમાં તો શલ્યનો ઉદ્ધાર કર્યા પછી જ્યાં સુધી શલ્યવડે માંસ, લોહી આદિ દૂષિત થયાં હોય ત્યાં સુધી તેનો છેદ કરવો-ખોદી નાખવુ. સર્પ, ઘો પ્રાણી કરડી ગયું હોય, કે દરાજ-ખૂજલી આદિ દરદ થયું હોય તે, પૂર્વે જણાવેલી ક્રિયાથી પણ મટતાં ન હોય અને વૃદ્ધિ પામતાં હોય, તો બાકીના અવયવોનું રક્ષણ કરવા માટે હાડકાં-સહિત અંગનો છેદ કરવો પડે. આ દ્રવ્યવ્રણના દૃષ્ટાન્તથી મૂળગુણ અને ઉત્તરગુણરૂપ ચારિત્ર-પુરૂષના અપરાધરૂપ વ્રણ-છિદ્ર-ફોલ્લો તેની ચિકિત્સા-શુદ્ધિ આલોચનાથી માંડી છેદ સુધીના પ્રાયશ્ચિત્તવિધિથી કરવી. પૂજ્ય ભગવાન ભદ્રબાહુસ્વામીએ કહેલું છે કે “નાનો, બારીક, અણી વગરનો, વગર લોહીનો માત્ર ચામડી સાથે જ લાગેલો કાંટો ખેંચી કાઢી ફેંકી દેવાય છે અને ત્રણ-મર્દન કરાતું નથી. બીજામાં શલ્ય ખેંચીને મર્દન કરાય છે. અને શલ્ય તેથી વધારે ઉંડું ગયું હોય તેવા ત્રીજામાં શલ્યને બહાર કાઢવાનું, મર્દન અને મલ-પૂરણ કરવાનું. ચોથા પ્રકારમાં ખેંચ્યા પછી વેદના ન થાય, તે માટે તદુપરાંત લોહી પણ દાબીને કાઢી નાખવું. પાંચમા પ્રકારમાં નાની ચેષ્ટાઓ પણ રોકવી. છઠ્ઠામાં વ્રણની રુઝ લાવવા માટે હિત, મિત, પથ્ય ભોજન કરનારો કે ભોજન નહિ કરનારો હોય. સાતમાં પ્રકારમાં તેટલું માત્ર સડી કે બગડી ગયેલું માંસ કાપી નાખવું, તો પણ દરદ આગળ વધતું ન અટકે પણ સર્પભક્ષણ, દરાજ કે ખરજવું કે તેવા સડવા જેવા રોગ થયા હોય તો બાકીના અંગની રક્ષા માટે હાડકા-સહીત તે અંગનો છેદ કરવો. મૂળ અને ઉત્તર ગુણો રૂપ પરમચરણ-પુરૂષનું રક્ષણ કરનાર, અપરાધરૂપ શલ્યથી થવાવાળું ભાવવ્રણ સમજવું. ભિક્ષાચર્યાદિનો કોઈ અતિચાર આલોચનાગુરૂ પાસે માત્ર અતિચાર પ્રગટ કરવા માત્રથી જ શુદ્ધ થાય. બીજામાં સમિતિ વગરનો કે અકસ્માત ગુપ્તિવગરનો, ત્રીજામાં શબ્દાદિક વિષયોમાં લગાર રાગ-દ્રષવાળો થયો અને ચોથામાં અષણીય આહારાદિ જાણીને તેનો વિવેક કરવો. કોઈક અતિચાર કાયોત્સર્ગથી અને કોઈક તપથી શુદ્ધ થાય છે. તેથી પણ શુદ્ધ ન થાય, તો છેદ વિશેષ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે.” (આ. નિ. ૧૪૩૪-૧૪૪૨) પ્રમાદ દોષનો ત્યાગ, ભાવની પ્રસન્નતાવડે, શલ્ય, અનવસ્થા દૂર કરવાં, મર્યાદાનો ત્યાગ ન કરવો, સંયમની દઢતાપૂર્વક આરાધના વગેરે પ્રાયશ્ચિતનું
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy