SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ટીકાર્થ ઃ પ્રાયશ્ચિત્ત, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, વિનય, વ્યુત્સર્ગ અને શુભધ્યાન એ અત્યંતર તપના છ ****** : ભેદ જાણવા. ૪૧૬ પ્રાયશ્ચિત્ત- મૂળ અને ઉત્તરગુણમાં અતિઅલ્પ પણ અતિચાર ગુણોને મલિન કરે છે, તે માટે તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત. અથવા મોટા પ્રમાણમાં જેમાંથી આચારધર્મ ચાલ્યો જાય, તે ઘણે ભાગે મુનિલોક હોય, તેઓ વડે અતિચારની વિશુદ્ધિ માટે જે વિચારાય, સ્મરણ કરાય, તે પ્રાયશ્ચિત્ત અનુષ્ઠાન-વિશેષ અથવા પ્રાયે એટલે ઘણે ભાગે મનમાં વ્રતાતિચાર જાણે છે અને ચિત્ત ફરી તે અતિચારોને આચરતું નથી માટે તે પ્રાયશ્ચિત્ત. અથવા પ્રાયઃ એટલે અપરાધ, તે જેનાથી વિશુદ્ધ થાય તે પ્રાયશ્ચિત્ત. ‘ચિતી’ ધાતુ સંજ્ઞા અને વિશુદ્ધિ અર્થમાં (તત્વાર્થ ભાષ્ય ૯/૨૨) છે. પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનાં છે ૧. આલોચન, ૨. પ્રતિક્રમણ, ૩. મિશ્રણ, ૪. વિવેક, ૫. વ્યુત્સર્ગ, ૬. તપ, ૭. છેદ, ૮. મૂળ, ૯. અનવસ્થાપ્ય અને ૧૦. પારાંચિક તેમાં ૧. આલોચન - એટલે ગુરૂ સન્મુખ પોતાના અપરાધ પ્રગટ કરવા. તે જે પ્રમાણે સેવન કર્યા હોય, તે ક્રમે અથવા જેમાં પ્રાયશ્ચિત્ત વધારે આવે, તે પહેલાં આલોવવું તે ક્રમે છેક નાના પ્રાયશ્ચિત્ત સુધી પહોંચાય, તે પ્રાયશ્ચિત્તના ક્રમે આલોવવું. આસેવન-આનુલોમ્ય એટલે ક્રમે અતિચાર સેવ્યો હોય, તે જ ક્રમે ગુરૂ આગળ દોષ પ્રગટ કરવો અને પ્રાયશ્ચિત્ત આનુલોમ્ય એ ગીતાર્થ શિષ્યને હોય. તે પંચક, દશક, પંચદશ ક્રમવડે ગુરૂ, લઘુ અપરાધને અનુરૂપ જાણીને જે મોટો અપરાધ હોય, તે પ્રથમ પ્રગટ કરે, પછી નાનો, પછી વધારે નાનો એ ક્રમે આલોચના કરવી. ૨. પ્રતિક્રમણ - અતિચારના પરિહાર-પૂર્વક પાછા ફરવું, તે પ્રતિક્રમણ. તે પણ મિથ્યા દુષ્કૃત-યુક્ત હૃદયના સાચા પાપના પશ્ચાત્તાપ સાથે અને ફરી આવુ પાપ હવે હું નહિં કરીશ' એ પરિણામવાળું જોઈએ. ૩. મિશ્ર - આલોચન અને પ્રતિક્રમણ બંને સાથે. પહેલાં ગુરૂ પાસે આલોવવુ, પછી ગુરૂની આજ્ઞા પ્રમાણે પ્રતિક્રમણ કરવું. ૪. વિવેક જીવાદિકથી યુક્ત અન્ન, પાન, ઉપકરણ, શય્યાદિ પદાર્થોનો ત્યાગ. ૫. વ્યુત્સર્ગ - કાયોત્સર્ગ. અનેષણીય-દોષિત વસ્તુઓનો ત્યાગ કરવામાં, જતાં-આવતાં, પાપવાળાં સ્વપ્ર-દર્શન થતાં, નાવડીમાં બેસી સામે પાર જતાં, સ્થંડિલ મારું કરતાં, વિશિષ્ટ પ્રણિધાનપૂર્વક કાયા, વચન, મનના વ્યાપારોનો ત્યાગ કરવારૂપ એટલે કે તે દોષો ટાળવા માટે કાઉસ્સગ્ગ કરવારૂપ પ્રાયશ્ચિત્ત. ૬. તપ - છેદગ્રંથ કે જીતકલ્પસૂત્રના અનુસારે જે કોઈ તપથી વિશુદ્ધિ થાય, તે દેવું અને સેવન કરવું. - ૭. છેદ - તપસ્યાથી જેને કાબુમાં ન લઈ શક્ય તેવા ઉલ્લંઠ શિષ્યને પાંચ રાત્રિ-દિવસના ક્રમથી સાધુપણાના પર્યાયનો છેદ કરવો. . ૮. મૂળ મહાવ્રતો મૂળથી ફરી વખત આપવાં. ૯ અનવસ્થાપ્ય - અતિદુષ્ટ પરિણામવાળો, તપવિશેષ કરતો નથી, તેવાને વ્રતો આપવા. પૂર્વે તેને એવું તપ કરાવવું કે પોતે ઉઠવા-બેસવા માટે પણ અશક્ત બની જાય, ત્યાં સુધી તપ કરાવવું. જ્યારે તે ઉઠવા-બેસવા માટે અશક્ત બન્યો હોય, ત્યારે બીજાને પ્રાર્થના કરે કે, ‘હે આર્યો ! મારે ઉભા થવું છે' ત્યારે તે સાધુઓ તેની સાથે કાંઈ પણ વાતચીત કર્યા વગર તેનાં કાર્યો કરી આપે. કહેલું છે કે ‘ મને ઉભો
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy