________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૮૯-૯૦
૪૧૫
પુરૂષનો આહાર બત્રીશ કોળીયા પ્રમાણ ગણાય છે. અહીં ઉત્કૃષ્ટ અને જઘન્ય છોડીને મધ્યમ કોળીયા ગ્રહણ કરવાં. જેમાં મુખ વિકૃતિવાળું ન દેખાય તેવા મુખના વિવર પ્રમાણે કોળીયો લેવો. તેમાં આઠ કોળીયાનું ભોજન કરવું, તે અલ્પાહાર ઉણોદરી. અર્ધની સમીપમાં હોય તે ઉપાધ, તેમાં બાર કોળીયા હોય, કારણ કે તેમાં ચાર કોળીયા ઉમેરવાથી સંપૂર્ણ અર્ધ કહેવાય, તેથી બાર કોળીયા તે અધથી ઓછી ઉનોદરી. સોળ કોળીયા, તે અર્ધ ઉનોદરી. પ્રમાણ પ્રાપ્ત આહાર બત્રીશ કોળીયા-પ્રમાણ ગણાય. તેમાં એક આદિ કોળીયો ઓછો કરતાં કરતાં ચોવીશ કોળીયા સુધી પ્રમાણ-પ્રાપ્ત એટલે તેનાથી કંઈક ન્યૂન ઉણોદરી. ચારે પ્રકારમાં પણ એક એક કોળીયો ઓછો કરવાથી ઘણા સ્થાનવાળી ઉણોદરી થાય. આ સર્વે ઉનોદરીવિશેષો છે. સ્ત્રીઓને અઠ્ઠાવીશ કવલ-પ્રમાણ આહાર હોય. કહેલું છે કે પુરૂષને બત્રીશ કોળીયા આહાર કુક્ષિ-પૂરક કહેલો છે અને સ્ત્રીને અઠ્ઠાવીશ કોળીયા સમજવા.” (પિંડ. નિ. ૬૪૨) પુરૂષને અનુસાર સ્ત્રીનું ન્યૂન આહારદિક સમજી લેવું.
૩. વૃત્તિ-સંક્ષેપ - વૃત્તિ એટલે ભૈશ્ય, તેનો સંક્ષેપ કરવો તે દત્તિપરિમાણરૂપ. એક, બે, ત્રણ આદિ ઘરોનો નિયમ; તથા શેરી, ગામ, અર્ધગામનો નિયમ. આમાં જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ અભિગ્રહો સમાઈ જાય છે.
૪. રસત્યાગ - વિશિષ્ટ રસવાળી, વિકારના કારણભૂત એવી ‘વિકૃતિ' શબ્દથી જેનો વ્યવહાર કરાય છે, તે મધ, માંસ, મધ, માખણ તથા દૂધ, દહીં, ઘી, તેલ, ગળપણ, તળેલું એ દસ વિગય છે. એનો ત્યાગ કરવો.
૫. કાયક્લેશ - શાસ્ત્રથી અબાધિત રીતે કાયાનું કષ્ટ સહન કરવું. શંકા કરી કે, “શરીર તો અચેતન હોવાથી તેને કેવી રીતે ક્લેશ સંભવે ?” સમાધાન કરે છે કે- શરીર અને શરીરવાળો જીવ તેનો ક્ષીરનીરન્યાયે અભેદ સંબંધ હોવાથી આત્માના ક્લેશને તનુક્લેશ કહી શકાય છે. માટે તેનુફ્લેશ એટલે કાયક્લેશ. તે વિશિષ્ટ આસન કરવાથી, શરીરની ટાપટીપ-સંસ્કાર ન કરવા રૂપ, કેશ-લોચ કરવો ઈત્યાદિરૂપ છે. શંકા કરી કે, “પરીષહમાં અને આમાં કયો વિશેષ સમજવો ?” સમાધાન કરે છે કે, પોતે જાતે ક્લેશ સ્વેચ્છાએ સ્વીકારવો, તે તનુક્લેશ, અને અનિચ્છાએ બીજાએ કરેલા ક્લેશ-દુઃખ અનુભવવાં, તે પરીષહ - આ પ્રમાણે બેનો ફરક સમજવો.
૬. સલીનતા - વિવિક્ત આસન-શધ્યતા. તે તો એકાંત, બાધા વગરના, સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત શૂન્યધર, દેવકુલ, સભા, પર્વત, ગુફા, આદિમાંથી કોઈપણ સ્થાનમાં રહેવું, તે સાથે મન, વચન, કાયા, કષાય, ઈન્દ્રિયો ગોપવવી, તે સંલીનતા. આ છ પ્રકારનો બાહ્ય તપ. બાહ્ય દ્રવ્યની અપેક્ષા રાખનાર હોવાથી, બીજાને પ્રત્યક્ષ થવાથી, કુતીર્થિકોને અને ગૃહસ્થોને પણ કરવા યોગ્ય હોવાથી તેનું બાહ્યપણું છે. આ છએ પ્રકારના બાહ્યતપથી સંગત્યાગ, શરીરનું હલકાપણું, ઈન્દ્રિયોનો વિજય, સંયમ-રક્ષણ અને કર્મનિર્જરા થાય છે. || ૮૯ . હવે અત્યંતર તપ કહે છે४१६ प्रायश्चितं वैयावृत्त्यं स्वाध्यायो विनयोऽपि च ।
व्युत्सर्गोऽथ शुभं ध्यानं षोढेत्याभ्यन्तरं तपः ॥ ९० ॥ અર્થ: ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વૈયાવચ્ચ, ૩. સ્વાધ્યાય ૪. વિનય ૫. કાયોત્સર્ગ અને શુભધ્યાન – આ છ ભેટવાળો અત્યંતર તપ છે. || ૯૦ ||