________________
૩૯૦
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અશુદ્ધતાનો ત્યાગ કરી, ભાવમન સ્વરૂપ આત્મા પોતાની સ્વરૂપ અવસ્થામાં સ્થિર ટકી રહે છે. / ૪૫ // હવે રાગદ્વેષ દુર્વ્યય છે, તે ત્રણ શ્લોકથી સમજાવે છે– ३७२ आत्मायत्तमपि स्वान्तं कुर्वतामपि योगिनाम् ।
रागादिभिः समाक्रम्य परायत्तं विधीयते ॥ ४६ ॥ અર્થ : જગતમાં ફેલાયેલા રાગાદિ શત્રુઓ સ્વાધીન થયેલા અને તે માટે પ્રયત્ન કરતા એવા પણ યોગીઓના ચિત્તને પોતાના પરાક્રમ દ્વારા પરાધીન બનાવે છે. // ૪૬ ||
ટીકાર્થ: આ જગતમાં યોગીઓ સરખા પણ પોતાના સ્વાધીન એવા મનને જીતવા માટે પ્રયત્ન કરવા છતાં રાગ, દ્વેષ, મોહથી દબાઈને ક્ષણમાં રક્ત, દ્વેષી અને મૂઢતાવાળું પરાધીન કરી નાખે છે. / ૪૬ !
તથા
३७३ रक्ष्यमाणमपि स्वान्तं समादाय मनाग् मिषम् ।
પિશાચ રૂવ રાદ-છત્રન્તિ મુહુર્ખદુઃ ૪૭ | અર્થ : પિશાચ જેવા રાગાદિ દોષો અલ્પ છળને પામીને રક્ષણ કરાતા મનને પણ વારંવાર પોતાને આધીન કરે છે - પરવશ બનાવે છે. || ૪૭ ||
ટીકાર્થ : ભાવમનનું યમ-નિયમાદિ વડે રક્ષણ કરવા છતાં પણ, કંઈક પ્રમાદને આગળ કરીને વારંવાર પિશાચોની માફક રાગાદિક યોગીઓના મનને છળે છે. મંત્ર-તંત્રાદિકથી પિશાચોથી રક્ષણ કરવા છતાં પણ છળ પ્રાપ્ત કરીને પિશાચો સાધકને પરવશ બનાવે છે, તેવી રીતે રાગાદિ પિશાચો પણ યોગીઓનાં મનને છળે છે. || ૪૭ || તથા३७४ रागादितिमिरध्वस्त-ज्ञानेन मनसा जनः ।
अन्धेनान्धइवाऽऽकृष्टः पात्यते नरकावटे અર્થ : જેમ અંધપુરૂષ દ્વારા ખેંચાતો – લઈ જવાતો આંધળો કૂવામાં પડાય છે. તેમ રાગાદિ રૂપ અંધકારથી નાશ પામેલા જ્ઞાનરૂપ નેત્રવાળાં મન વડે ખેંચાયેલો ધર્મીલોક નરકરૂપ (અંધારા) કૂવામાં પડાય છે. અર્થાત્ અજ્ઞાન નરકમાં લઈ જનારું છે. / ૪૮ |
ટીકાર્થ : રાગાદિક સમ્યગ્દર્શનનો વિઘાત કરનારા છે, અંધકાર આંખને ઉપદ્રવ કરનાર છે તેમ રાગાદિક અંધકારથી તત્ત્વ-શ્રદ્ધા અને જ્ઞાન જેમનાં નાશ પામ્યા છે, તેવા પ્રકારનો સમ્યગ્દર્શન અને જ્ઞાન વગરનો યોગી મનથી ખેંચાઈને નરકરૂપ કૂવામાં પડે છે. કોની માફક ? આંધળાથી જેમ આંધળો, રાગાદિક વડે અંધ કરાયેલો-એ માનસિક રીતે અંધ જ છે. અહીં આંધળો જ માર્ગદર્શક હોવાથી, તેથી કરીને અંધ ખેંચાય, તો કૂવામાં જ પટકાય, તેમ મન વડે અંધ મનુષ્ય પણ નરકરૂપ કૂવામાં પડે છે.
આંતરશ્લોકોનો ભાવાર્થ કહેવાય છે
દ્રવ્યાદિકમાં રતિ-પ્રીતિ થાય, તે રાગ કહેવાય. તેમાં જ અરતિ-અપ્રીતિ થાય, તેને પંડિતપુરૂષો દ્વેષ કહે છે. સર્વ જીવોને આ રાગ-દ્વેષ એ બે મહાબંધન અને સર્વદુઃખોરૂપી વૃક્ષોનાં મૂળ અને કંદ કહેલાં છે.