SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૪૬-૫૦ ૩૯૧ 4 જો આ જગતમાં રાગ અને દ્વેષ બે ન હોત, તો સુખમા કોણ વિસ્મય અને હર્ષ પામત ? તથા દુઃખમાં કોણ દીન બનત ? અને મોક્ષ કોણ ન મેળવત ? રાગ વગરનો એકલો દ્વેષ હોતો નથી અને દ્વેષ વગરનો રાગ હોતો નથી. બેમાંથી ગમે તે એકનો ત્યાગ થાય, તો બંનેનો ત્યાગ થયેલો ગણાય. કામ વિગેરે દોષો રાગના સેવકો છે અને મિથ્યાભિમાન આદિને દ્વેષનો પરિવાર છે. તે રાગ અને દ્વેષના પિતા, બીજ, નાયક, ૫૨મેશ્વર, તે બંનેથી અભિન્ન, તે બંનેથી રક્ષાએલ અને સર્વ દોષોનો દાદો હોય તો મોહ છે. આ પ્રમાણે આ ત્રણ જ દોષો છે, આ સિવાય બીજો કોઈ દોષ નથી, તેઓથી આ જગતના સર્વ જંતુઓ ભવસમુદ્રમાં ભ્રમણ કરી રહેલા છે. સ્વભાવે તો આ જીવ સ્ફટિકરત્ન સરખો તદ્દન નિર્મળ છે, પરંતુ આ રાગાદિકની ઉપાધિઓથી તે રાગાદિક સ્વરૂપવાળો ઓળખાય છે. અહો ! આ દેખતાં હરણ કરનારા રાગાદિક ચોરો વડે આ વિશ્વ અરાજક થયું છે કે જે જીવોનું સર્વસ્વરૂપે રહેલું સર્વ જ્ઞાન હરણ કરે છે. નિગોદોમાં જે જીવો છે, તથા જે જીવો નજીકમાં મુક્તિગામી છે, તે સર્વ જીવોને વિષે આ મોહાર્દિકની નિષ્કરુણ સેના પડે છે. શું તેમને મુક્તિ સાથે, કે મુક્તિની ઇચ્છાવાળા સાથે વેર છે ? કે તેઓ બંનેના થતા યોગને રોકે છે ? દોષો ક્ષય કરવામાં સમર્થ અરિહંતોની શું ઉપેક્ષા કે ક્ષમા છે કે જેઓએ જગતને બાળી નાખનાર એવી દોષરૂપી આગને શાન્ત ન કરી ? વાઘ, સર્પ, જળ અને અગ્નિથી મુનિ ભય પામતા નથી, તેમ બંને લોકમાં અપકાર કરનાર રાગાદિકથી પણ મુનિ ભય પામતા નથી. ખરેખર જેની પડખે રાગ, દ્વેષરૂપ સિંહ અને વાઘ રહેલા છે, એવા પ્રકારનો અતિસંકટવાળો માર્ગ યોગીઓએ સ્વીકાર્યો છે. || ૪૮ ॥ હવે રાગ-દ્વેષનો જય કરવાના ઉપાયનો ઉપદેશ આપે છે ३७५ अस्ततन्द्रैरतः पुम्भि- र्निर्वाणपदकाङ्क्षिभिः ' વિધાતવ્ય: સમત્વન, રાગ-દ્વેષદ્વિષજ્ન્મય: ॥ ૪૧ || અર્થ : આ જ કારણે નિર્વાણપદની અભિલાષાવાળા અને અપ્રમાદી એવા પુરૂષોએ સમભાવથી રાગદ્વેષરૂપ શત્રુઓનો જય કરવો. ॥ ૪૯ || ટીકાર્થ : રાગ-દ્વેષ આવા પ્રકારના છે, માટે નિર્વાણપદના અભિલાષી એવા પરાક્રમી યોગીપુરુષોએ રાગ, દ્વેષ એ ઉપતાપ કરાવનાર હોવાથી શત્રુભૂત છે, તેનો માધ્યસ્થ્યભાવથી પરાભવ કરવો જોઈએ. || ૪૯ || રાગ-દ્વેષનો જય કરવા સામ્ય ઉપાય જેવા પ્રકારનો છે, તે કહે છે ३७६ अमन्दानन्दजनने, साम्यवारिणि मज्जताम् । जायते सहसा पुंसां, रागद्वेषमलक्षयः ॥ ૧ ॥ અર્થ : અત્યંત આનંદને ઉત્પન્ન કરનાર સમતારૂપ પાણીમાં સ્નાન કરનારાં પુરૂષોનાં રાગદ્વેષ રૂપ મેલ જલ્દીથી નાશ પામે છે. || ૫૦ || ટીકાર્થ : જેમ જળમાં સ્નાન કરનારનો મેલ દૂર થાય છે, તેમ અતિશય આનંદ ઉત્પન્ન કરાવનાર સામ્ય-સમતાભાવ, તે આત્માને અત્યંત શીતળ કરનાર હોવાથી જળસ્વરૂપ છે, તેમાં સ્નાન કરવાથી પુરૂષોના રાગ-દ્વેષરૂપ મળનો એકદમ ક્ષય થાય છે. સામ્યભાવમાં લીન થનારના રાગ-દ્વેષ બંને ક્ષય પામે છે. || ૫૦ ||
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy