________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૪૩-૪૫
-
લેશ્યા સમજવા માટે બે દૃષ્ટાંત
૧. જેમ સારી રીતે પાકેલાં ફળોથી પરિપૂર્ણ, તેથી જેની શાખાઓ નમી ગયેલી છે, એવા પ્રકારનું એક જમ્બુવૃક્ષ છ પુરૂષોના દેખવામાં આવ્યું. ત્યારે તેઓ બોલવા લાગ્યા કે, આ ફળોનું ભક્ષણ કરીએ. કેવી રીતે ? ત્યારે એકે કહ્યું કે, ઉપર ચડીએ તો જીવનું જોખમ છે, માટે મૂળમાંથી છેદી આખું વૃક્ષ પાડીને જાંબુફળ ખાઈએ. બીજા પુરુષે કહ્યું કે, આટલા મોટા આખા વૃક્ષને છેદવાનું આપણને શું પ્રયોજન છે ? માટે એક મોટી ડાળી છેદો. ત્રીજાએ કહ્યું કે, માત્ર નાની ડાળી છેદો. ચોથાએ કહ્યું કે, ફળના ગુચ્છા તોડો. પાંચમાએ માત્ર ફળો અને છઠ્ઠાએ કહ્યું કે, ભોંય પર પડેલાં ફળોને જ માત્ર ગ્રહણ કરીને ખાવ. આ દૃષ્ટાન્તનો ઉપનય કહે છે કે- જેણે કહ્યું કે, વૃક્ષને મૂળમાંથી છેદો, તે કૃષ્ણલેશ્યામાં વર્તે છે. મોટી શાખા કહી હતી, તે નીલલેશ્યામાં, નાની શાખા કહેનાર કાપોતલેશ્યામાં, ગુચ્છા કહેનાર તૈજસ લેશ્યામાં, ફળ કહેનાર પદ્મલેશ્યામાં અને ભૂમિ પર સ્વાભાવિક પડેલાં ફળો લેવાનું કહેનાર શુક્લલેશ્યાવાળો સમજવો. અથવા બીજું ઉદાહરણ કહે છે
૩૮૯
૨. ચોરો ગામને લૂંટવા માટે વધ કરવા નીકળ્યા. તેમાં એકે કહ્યું કે, ગામમાં જે બે કે ચાર પગવાળા દેખો, તે સર્વનો ઘાત કરો. બીજો કહે કે, એકલા મનુષ્યોને, ત્રીજો કહે, એકલા પુરૂષોને, ચોથો કહે કે, હથીયારવાળા પુરૂષોને, પાંચમો કહે કે, યુદ્ધ કરવા આવે તેને હણો, વળી ત્યાં છઠ્ઠો આ પ્રમાણે કહે છે કે, એકલું માત્ર ધન હરણ કરો, પણ કોઈને મારશો નહિં. માત્ર ધન લઈ લો. તેઓનો ઉપસંહાર આ પ્રમાણે-સર્વને મારો એમ કહેનાર કૃષ્ણલેશ્યાના પરિણામવાળો, આ પ્રમાણે ક્રમસર બાકીના પણ સમજવા. છેલ્લો શુક્લલેશ્યાવાળો છે. આ છમાં પ્રથમની ત્રણ લેશ્યા અપ્રશસ્ત અર્થાત્ ખરાબ સમજવી. છેલ્લી ત્રણ પ્રશસ્ત એટલે સારી સમજવી. મનુષ્યોમાં આ પરિવર્તમાન-ફેરફાર થયા કરે છે. તેથી છેલ્લી ત્રણ આત્માને હોય, ત્યારે વિશુદ્ધિ વર્તે છે-એમ કહેવાય. મરણકાળે જે લેશ્યા વર્તતી હોય, તેને અનુરૂપ ગતિમાં આત્મા પ્રયાણ કરે છે- એમ સમજવું છે તેમાં કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યામાં પરિણત જીવ નરક અને તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થાય છે. પીત, પદ્મ અને શુકલલેશ્યામાં પરિણત થયેલો જીવ મનુષ્ય કે દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ભગવંતે ફરમાવેલું છે કે-તે માફ, તછેતેમુ વવજ્ઞરૂ જે લેશ્યામાં મૃત્યુ પામે, તેવી લેશ્યાવાળી ગતિમાં ઉત્પન્ન થાય. લૌકિકો પણ કહે છે કે- અન્ત = ભરતશ્રેષ્ઠ ! યા મતિઃ સા ગતિનુંળામ્ । એટલે કે હે ભરતશ્રેષ્ઠ ! અંત વખતે જેવી મતિ હોય, તેવી જીવની ગતિ થાય. અહીં જે મતિ એટલે ચેતનામાત્ર, ત્યારે જેવી મતિ તેવી ગતિ, આ વાત કોની સાથે સંગત થાય ? અશુદ્ધતમ આદિ પરિણામયુકત મતિની વ્યાખ્યા કરાય, ત્યારે આ પરમઋષિનું વચન બરાબર છે. વધારે કહેવાથી સર્યું. આ પ્રમાણે અશુદ્ધ લેશ્યાનો ત્યાગ અને વિશુદ્ધ લેશ્યાનો સ્વીકાર કરવાથી મનની શુદ્ધિ જણાવી. ॥ ૪૪ ॥ હવે મનઃશુદ્ધિ નિમિત્તે બીજો નાનો ઉપાય કહે છે
३७१ मनः शुद्धयै च कर्तव्यो रागद्वेषविनिर्जयः 1
कालुष्यं येन हित्वाऽऽत्मा, स्वस्वरूपेऽवतिष्ठते ॥ ४५ ॥
અર્થ : મનની શુદ્ધિ માટે રાગ-દ્વેષનો વિજય કરવો, જેના યોગે આત્મા અશુદ્ધતાને ત્યજી સ્વ-સ્વરૂપ આત્મસ્વભાવમાં સ્થિર થાય છે ॥ ૪૫ ॥
ટીકાર્થ : આત્મસ્વરૂપ ભાવમનની શુદ્ધિ માટે પ્રીતિ-અપ્રીતિ સ્વરૂપ રાગ-દ્વેષનો નિરોધ કરવો જોઈએ. ઉદયમાં આવેલાને નિષ્ફળ કરવા, ઉદયમાં ન આવેલાને ઉત્પન્ન ન થવા દેવા, તેમ કરવાથી શું થાય ?