SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ વિ.સં. ૨૦૬રના ચાતુર્માસ સંભારણા ૪૩ ૧૬ ઉપવાસના ૭ અને અઝાઈના ૭૫થી અધિક તપસ્વીઓએ દેવ-ગુરુ કૃપાએ નિર્વિબે તપ પૂર્ણ કર્યો. નાની નાની વયના બાળકો તપમાં જોડાયા અને સિદ્ધિતપ વગેરેમાં બાલ તપસ્વીઓના દર્શન કરતાં માથું અહોભાવથી ઝુકી જતું. પૂ. આ. ભ. યશોવિજયસૂરિ મ.સા.ની ચોવીસી ઉપરના પ્રવચનો-વાચનાઓ અને પ્રવચનકાર પં. શ્રી ભાગ્યેશ વિ. મ. ના યોગશાસ્ત્ર ઉપરના પ્રવચનોમાં વિશાળ હોલ પણ નાનો પડતો. આરાધનાથી મઘમઘતી ચાતુર્માસની સ્મૃતિમાં શ્રી વાવ જૈન મૂ. પૂ. સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી આ ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યું છે. ગૌરવવંતુ વાવ નગર છે. શ્રી વાવનગરમાં ઘણાં વર્ષોથી શ્રી અજિતનાથ દાદા અને શ્રી ગોડી પાર્શ્વનાથ દાદાના જિનાલયોમાં અનેક જિનબિંબોની પૂજા-ભક્તિ શ્રી સંઘ કરતો રહ્યો છે. સમયે સમયે પારકર (સિંધપ્રદેશ-પાકિસ્તાન) વગેરે સ્થળોથી અહીં પ્રભુની પ્રતિમાની પધરામણી થતી રહી. શ્રી અજિતનાથ દાદાની પંચધાતુની પ્રતિમા ૭૮ સેમીની ઊંચાઈ ધરાવે છે. પરિકર સાથે ૫ બાય ૫ ફૂટ વિસ્તાર ધરાવે છે. આ પરિકર ઉપર લેખ છે. તેમાં વિક્રમ સંવત ૨૩૬... વર્ષે આટલું જ વંચાય છે. જ શ્રી ધર્મનાથ ભગવાન, આદીશ્વર ભગવાન આદિ પાકિસ્તાનની રચના થતા નગર પારકરમાંથી વિ.સં. ૨૦૦૪માં લાવેલ જે અજિતનાથ જિનાલયમાં ત્રીજે માળે વિ. સં. ૨૦૦૭ મહા સુ. ૧૩ના રોજ પૂ. મુનિરાજ શ્રી લાવણ્યવિજય મ.ના વરદ હસ્તે પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. જ શાંતિનાથ દાદા અતિ પ્રાચીન છે. દુઠવા પાર્શ્વનાથ ભગવાન સાંચોરની પાસે આવેલ દુઠવા ગામમાં જૈનોની વસ્તી ઓછી થતાં વિ. સં. ૨૦૪૧ના માગસર સુ. ૧૦ના વાવમાં લાવેલ તેની ચલપ્રતિષ્ઠા પૂ. આ. ભ. શ્રી ૐકારસૂરિ મ.સા.ના વરદ્હસ્તે કરવામાં આવેલ. છેવિ. સં. ૧૮૧૦માં. પૂ. મુનિશ્રી લબ્ધિવિજયજી મ. સા. વાવના ખીમાણાવાસમાં ચોમાસું કરી જીવદયાનો મહિમાં રજૂ કરતો “શ્રી હરીબલ મચ્છીનો રાસ” રચેલો અને વાવના રાણા ગજસિંહને પ્રતિબોધ કરેલ. જ વિ.સં. ૧૯૩૭માં વાવમાં પં. રત્નવિજયજીએ ચોમાસું રહી અજિતનાથ દાદાના સ્તવનની રચના કરી હતી અને દાદાની ભક્તિ કરતા કરતા નેત્રો ખુલી ગયા હતા. છે. વિ. સં. ૧૯૮૬ વૈ. સુ. ૬ના શ્રી અજિતનાથ દાદા આદિની પ્રતિષ્ઠા શ્રી સંઘના ઉપકારી (તે સમયે મુનિ હતા) પૂ. આ. ભ.શ્રી મતિસાગરસૂરિ મ.સા.ના વરદ્હસ્તે થઈ અને શ્રી સંઘનું સંગઠન મજબૂત થયું. તેમની સ્વર્ગવાસ ભૂમિ પણ વાવ બની. છે કાળક્રમે જીર્ણ થયેલ અજિતનાથ જિનાલયને નિરખી જીર્ણોદ્ધારની પ્રેરણા પૂ. આ.ભ. શ્રી ૐકારસૂરિ મ.સા.એ કરી. શિલ્પ અને સ્થાપત્યની દૃષ્ટિએ અજોડ અને ધવલ આરસપહાણમાં કમનીય રૂપકામયુક્ત બનાવવાની પ્રેરણા શ્રી સંઘે વધાવી લીધી. પૂજ્યશ્રીના જ વરદ્હસ્તે વિ. સં. ૨૦૪૧ના વૈ. વ. ૬ના અજિતનાથ ભગવાન આદિ જિનબિંબોનું ઉત્થાપન થયું. પ્રાચીન જિનાલયના વિસર્જન સમયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy