________________
વિ. સં. ૨૦૬૨ના ચાતુર્માસ સંભારણા
સૂરત અમરોલી મુકામે ઉપધાનતપની માળપ્રસંગે પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરિ મ. સા. અને પૂ આ. ભ શ્રી યશાવિજયસૂરિ મ. સા., પૂ. મુ.શ્રી. જિનચંદ્ર વિજયજી આદિને ચાતુર્માસ માટે વિનંતી શ્ર વાવસંઘે કરી.
પૂજ્યશ્રી દ્વારા વિનંતીનો સ્વીકાર થતા વાવસંઘના ભાઈઓના હૃદયમાં આનંદની લહેરો ફ્લાઈ ઉઠી અષાઢ સુ. ૧૦ તા. ૬-૭-૨૦૦૬ ગુરૂવારે પૂજ્ય ગુરુદેવોના ચાતુર્માસ પ્રવેશ માટે દૂર-દૂરથી ભક્ત આવવા લાગ્યા વાવના વિશાળ માર્ગો સાંકડા બની ગયા.
મેઘરાજાએ પણ પ્રવેશની પૂર્વસંધ્યાથી જ અમી-વૃષ્ટિ ચાલુ કરી દીધેલી.
અભૂતપૂર્વ હર્ષોલ્લાસ અને જયઘોષના નાદ સાથે શાનદાર ચાતુર્માસ પ્રવેશ થયો.
બે આચાર્ય મ. સા., બે પંન્યાસજી સહિત ૨૦ ઠાણા મુનિરાજ, ૬૫ સાધ્વીજી ભગવતીઓન ચાતુર્માસ પ્રવેશ થતાં જ તપસ્યા અને આરાધનાઓની હેલી વરસવા લાગી.
વિ. સં. ૨૦૬૨નું ચાતુર્માસ અનેક નવા વિક્રમો સર્જીને અસ્મરણીય બની રહ્યું.
મેઘરાજા મન મુકીને વરસ્યા, છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ બ્રેક થયો. ૭૫ ઇંચ વર્ષાદ નોંધાયો. ૫૧ ઉપવાસની તપશ્ચર્યા વાવતાલુકામાં-સમાજના આંગણે પહેલી જ વાર થવા પામી.
એક-બે નહીં ત્રણ ત્રણ તપસ્વીઓએ નિર્વિઘ્ને ૫૧ ઉપવાસ કર્યા.
૦ ૫૧ ઉપવાસના તપસ્વીઓ
મુનિશ્રી ડ્રીંકારરત્ન વિજય મ.સા.
સાધ્વીશ્રી કલ્પરતિશ્રીજી મ. સાધ્વીશ્રી આર્જવરતિશ્રીજી મ. ૩૬ ઉપવાસના તપસ્વીઓ સાધ્વીશ્રી પ્રશમરતિશ્રીજી મ. સાધ્વીશ્રી દર્શનરતિશ્રીજી મ. સાધ્વીશ્રી આજ્ઞારતિશ્રીજી મ. આદિ
♦ માસક્ષમણના તપસ્વીઓ
સા. શ્રી રૂચિતાશ્રી આદિ
• સિદ્ધિતપના તપસ્વીઓ
સા. શ્રી. મહાયશાશ્રીજી મ.
સા. શ્રી હર્ષશીલાશ્રીજી મ.
સા. શ્રી મૃગિરાશ્રીજી મ. આદિ ૫૦ તપસ્વીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org