________________
ચતુર્થ પ્રકાશ, શ્લો. ૨૭-૩૨
44.
મરણને પ્રાપ્ત કરે છે, તેવી ઈન્દ્રિયોને (નવ ગજના) નમસ્કાર હો! જેઓ બીજાઓને વિનય ગ્રહણ કરાવે છે, અને પોતે તો ઈન્દ્રિયોથી પરાભવ પામેલા છે, તેમને વિવેકી પુરૂષો હાથથી મોં ઢાંકીને હસે છે. આ જગતમાં ઈન્દ્રથી માંડીને કીડા સુધીના જે જંતુઓ છે તે સર્વે, એક માત્ર વીતરાગને છોડીને ઈન્દ્રિયોથી પરાભવ પામેલા છે. ।। ૨૭ ||
૩૮૩
→→
આ પ્રમાણે સામાન્યથી ઈન્દ્રિયોના દોષો કહીને સ્પર્શન આદિ ઈન્દ્રિયોના દોષો પાંચ શ્લોકોથી
કહે છે
३५४ वशास्पर्शसुखास्वाद - प्रसारितकरः करी
1
आलानबन्धनक्लेश-मासादयति तत्क्षणात् ૫ ૨૮ ॥ ३५५ पयस्यगाधे विचरन् गिलन् गलगतामिषम्
1
મેનિસ્ય રેટીનો, મીન: પતિ નિશ્ચિતમ્ ॥ ૨૧ ॥ ३५६ निपतन् मत्तमातङ्ग - कपोले गन्धलोलुपः
1
कर्णतालतलाघाताद्, मृत्युमाप्नोति षट्पदः ॥ ३० ॥ ३५७ कनकच्छेदसङ्काशशिरवाऽऽलोकविमोहितः
1
"
रभसेन पतन् दीपे शलभो लभते मृतिम् ॥ ३१ ॥ ३५८ हरिणो हारिणं, गीतिमाकर्णयितुमुद्धरः
1
(પશ્ચમિ:
આળાં ધૃષાપસ્ય, યાતિ વ્યાધય વૈધ્યતામ્ ॥ રૂ૨ ॥ કુતમ્)
અર્થ : (૧) સ્પર્શેન્દ્રિય : હાથણીના સ્પર્શ-સુખનો આસ્વાદ માણવા સૂંઢ લાંબી કરનારો હાથી તે જ ક્ષણે આલાનસ્થંભના બંધનરૂપ ક્લેશને પામે છે. ॥ ૨૮ ॥
(૨) રસેન્દ્રિય : સમુદ્ર વગેરેના અગાધ પાણીમાં ફરતો માછલો કાંટામાં રહેલા માંસના ટુકડાને ગળતો અને દીન એવો નિશ્ચે માછીમારના હાથમાં આવી જાય છે || ૨૯ ||
(૩) ઘ્રાણેન્દ્રિય : મદોન્મત્ત હાથીના ગંડસ્થળ ઉપર બેઠેલો ગંધલોલુપી ભમરો કાનના તળિયારૂપ ચપેટાના ઘાતથી મૃત્યુ પામે છે II ૩૦ I
(૪) ચક્ષુરિન્દ્રિય : સુવર્ણના છેદ જેવી અગ્નિની શિખાને જોવાથી મુંઝાયેલો પંતગિયો ઉતાવળથી દીવા ઉપર પડતાં જ મૃત્યુ પામે છે ॥ ૩૧ ॥
(૫) શ્રોત્રેન્દ્રિય : મનોહર ગીતને સાંભળવા માટે તત્પર થયેલો હરણ કાન સુધી ખેંચેલા બાણવાળા શિકારીના વીંધવાના લક્ષ્યભૂત બને છે II ૩૨ ॥
ટીકાર્થ : હાથણીનો સ્પર્શ કરવા રૂપ સુખના આસ્વાદ માટે લાંબી કરેલી સૂંઢવાળો હાથી ક્ષણવારમાં હસ્તીશાળાના ખીલે બંધાવાનો કલેશ પ્રાપ્ત કરે છે. પાણીના ઉંડાણમાં વિચરતો મત્સ્ય દોરડા સાથે બાંધેલાં માંસ-ટુકડા સહિત કાંટાનું ભક્ષણ કરવા જતાં બિચારો માછીમારના હાથમાં નક્કી પકડાઈને મૃત્યુ પામે છે. મદવાળા હાથીના ગંડસ્થળમાં ગંધની આસક્તિથી ભમરો ગંધ લેવા ઉડે છે, પરંતુ હાથીના કાન સાથે અથડાવાના ઘાતથી તરત જ ત્યાં મૃત્યુ પામે છે. સુવર્ણના છેદ સરખી દીપશિખાના તેજમાં મૂર્છા પામેલો